Team VTV05:36 PM, 12 Aug 19
| Updated: 05:39 PM, 12 Aug 19
રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નની ચર્ચા છવાયેલી છે. મળતી માહિતી અનુસાર બંને જલ્દીથી લગ્ન કરવાના છે. જેની તૈયારી કપૂર અને ભટ્ટ ખાનદાનમાં શરૂ થઇ ગઇ છે. જો કે એની પર અત્યાર સુધી બંને પરિવાર તરફથી કોઇ નિવેદન સામે આવ્યું નથી. પરંતુ એક મીડિયા રિપોર્ટમાં આ વાતને લગભગ નક્કી માનવામાં આવી છે.
રિપોર્ટ અનુસાર રણબીર કપૂરે આલિયા સાથેના પોતાના સંબધને આગળ વધારવા માટે નિર્ણય લઇ લીધો છે. રણબીરે આ સંબંધે આલિયાના પિતા મહેશ ભટ્ટ સાથે મુલાકાત કરી. એની સાથે એને પ્રેમથી ઇમોશનલ થઇને આલિયાનો હાથ માંગ્યો છે.
મીડિયા રિપોર્ટ અનુસાર રણબીર આલિયાનો હાથ માંગતી વખતે ખૂબ જ ઇમશોનલ થઇ ગયો હતો. એની આંખમાં આંસૂ આવી ગયા હતા. ત્યારબાદ એવું નક્કી માનવામાં આવી રહ્યું છે કે બંને 2020માં લગ્ન કરી શકે છે. થોડાક દિવસ પહેલા પણ એવું સામે આવ્યું હતું કે આલિયાએ લગ્નને લઇને પોતાનો ડિઝાઇનર લહેંઘો ફાઇનલ કરી દીધો છે.
મહેશ ભટ્ટે થોડા દિવસો અગાઉ એક મીડિયા સાથે વાતચીત કરતાં કહ્યું હતું કે બંને એક બીજાને પ્રેમ કરે છે. તમારે એ વાત સમજવામાં કોઇ સમસ્યા હોવી જોઇએ નહીં. મને રણબીર કપૂર પસંદ છે. એ સારા માણસ છે. એમને આ સંબંધને કેવી રીતે આગળ વધારવા છે એ એમને વિચારીને પરિણામ નિકાળવાની જરૂર છે.
હું એમાં અંદાજો લગાવનાર કોઇ ના હોઇ શકું. આ બધું એમની મરજીથી થશે. રિપોર્ટ અનુસાર આલિયા રણબીરના લગ્ન વર્ષ 2020ના શરૂઆતના મહિનામાં થઇ શકે છે. એવા સમાચાર છે કે બંને પરિવારની સામે લગ્ન માટે હા પાડી દીધી છે.