ranbir kapoor and alia bhatt can get married this year
મનોરંજન /
રણબીર-આલિયાનાં ફેંસ માટે ખુશખબર, આ વર્ષે જ લગ્નનાં બંધનમાં બંધાઈ શકે છે કપલ, સામે આવી વેડિંગ ડેટ
Team VTV04:20 PM, 25 Mar 22
| Updated: 05:50 PM, 25 Mar 22
રણબીર કપૂર અને આલિયા ભટ્ટ આ જ વર્ષે લગ્ન કરવાનાં છે તેવા સામાચારો સામે આવી રહ્યા છે. જાણો ક્યા મહિનામાં તેઓ કરી શકે છે લગ્ન અને શું છે પરિવારની તૈયારી
રણબીર - આલિયા આ જ વર્ષે કરશે લગ્ન
કપૂર પરિવારે શરુ કરી લગ્નની તૈયારીઓ
સામે આવી વેડિંગ ડેટ
રણબીર કપૂર અને આલિયા ભટ્ટ ગયા ઘણા વર્ષોથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. બંનેને મોટેભાગે સાથે સ્પોટ કરવામાં આવે છે. કપલનાં ફેંસ બંનેનાં લગ્નની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, તો હવે રણબીર - આલિયાનાં ફેંસ માટે એક ખુશખબર છે. હવે ખબરો આવી રહી છે કે રણબીર અને આલિયા જલ્દી જ લગ્નનાં બંધનમાં બંધાવા જઈ રહ્યા છે, જેનાં માટે કપૂર પરિવારે તીયારીઓ પણ શરુ કરી દીધી છે.
ક્યા મહીનામાં સાત ફેરા લઇ શકે છે કપલ?
રણબીર કપૂર અને આલિયા ભટ્ટ આ જ વર્ષના એપ્રિલ મહિનામાં સાત ફેરા લઇ શકે છે. ઈંડસ્ટ્રીમાં જોરદાર ચર્ચા છે કે રણબીર અને આલિયા એપ્રિલ, 2022માં લગ્ન કરવા જઈ રહ્યા છે. થોડા દિવસો પહેલા રણબીર કપૂરની મા નીતૂ કપૂરને સેલીબ્રીટી ડિઝાઈનર મનીષ મલ્હોત્રાનાં સ્ટોર પર કરવામાં આવ્યા હતા. એટલું જ નહી, મનીષને પણ તેમના ઘરે જોવામાં આવ્યા છે. આવામાં માનવામાં આવી રહ્યું છે કે કપૂર પરિવારની વધુને ઘરે લાવવા માટે પરિવાર જોરોશોરોથી તૈયારીઓ કરી રહ્યો છે.
ઓક્ટોબરમાં થવાનાં હતા લગ્ન
આ પહેલા પણ ખબરો આવી રહી હતી કે આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગન ટળી ગયા છે છે અને બંનેનાં લગ્ન ઓક્ટોબર મહિનામાં છે, પરંતુ હવે જણાવવામાં આવી રહ્યું છે કે રણબીર અને આલિયા ઓક્ટોબરમાં નહી પરતું એપ્રિલમાં લગ્ન કરી શકે છે.
ક્યારે રિલીઝ થશે બ્રહ્માસ્ત્ર?
આલિયા ભટ્ટ અને રણબીર કપૂર નવી ફિલ્મ બ્રહ્માસ્ત્રનાં શૂટિંગમાં વ્યસ્ત છે. હાલમાં જ બનારસમાં બંનેની તસવીરો સામે આવી હતી. બનારસમાં આ કપલે ફિલ્મનાં એક રોમાંટિક ગીતનું શૂટિંગ કર્યું હતું. આ ફિલ્મ 9 સપ્ટેમ્બર, 2022નાં રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.