ramnath kovind addresses the nation on the eve of 73rd independence day
સંબોધન /
જમ્મુ કાશ્મીરમાં કરવામાં આવેલા બદલાવોથી સ્થાનિક લોકોને ફાયદો મળશે :રાષ્ટ્રપતિ કોવિંદ
Team VTV08:21 PM, 14 Aug 19
| Updated: 10:11 PM, 14 Aug 19
સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને દેશને સંબોધન કર્યું હતું. રાષ્ટ્રપતિ કોવિંદે કહ્યું કે મારા પ્રેમાળ દેશવાસીઓ, કાલે આપણી આઝાદીના 72 વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે. આવતી કાલે આપણે આપણી સ્વાધીનતાની વર્ષગાંઠ ઉજવીશું.
રાષ્ટ્ર ગૌરવના આ અવસરે હું આપ સૌ દેશવાસીઓને શુભકામના પાઠવું છું. આ સ્વાધીનતા દિવસ ભારત માતાની તમામ સંતાનો માટે ખુબ જ ખુશીનો દિવસ છે, પછી તે દેશમાં હોય કે વિદેશમાં હોય. રાષ્ટ્રપતિએ કહ્યું કે આપણે એ તમામ અસંખ્ય સ્વતંત્રતા સેનાનીઓ અને ક્રાતિકારીઓને કૃતજ્ઞતા સાથે યાદ કરીએ છીએ, જેમણે આપણાને આઝાદી અપાવવામાં સંઘર્ષ, ત્યાગ અને બલિદાનના મહાન આદર્શ પ્રસ્તુત કર્યા. એમણે કહ્યું કે મને વિશ્વાસ છે કે જમ્મૂ કાશ્મીર અને લદ્દાખ માટે હાલમાં જ કરવામાં આવેલા બદલાવોથી ત્યાં નિવાસીને બહુ જ ફાયદો મળશે.
રાષ્ટ્રપતિએ પોતાના સંબોધનમાં કહ્યું કે 2 ઓક્ટોબરે આપણે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જયંતી ઉજવીશું. ગાંધીજી, આપણા સ્વંતંત્રતા સંગ્રામના મહાનાયક હતા. તે સમાજને દરેક પ્રકારે અન્યાયથી મુક્ત કરવવાના પ્રયાસોમાં અમારા માર્ગદર્શક હતા. ગાંધીજીનું માર્ગદર્શન આજે પણ એટલું જ પ્રાસંગિક છે. એમણે આપણી આજના ગંભીર પડકારોનું અનુમાન પહેલા જ કરી લીધું હતું.
એમણે કહ્યું કે, ગાંધીજી માનતા હતા કે અમે પ્રકૃતિના સંસાધનોનો ઉપયોગ વિવેક સાથે કરવો જોઇએ જેથી વિકાસ અને પ્રકૃત્તિનું સંતુલન હંમેશા બન્યું રહે. એમણે કહ્યું કે વર્તમાનમાં ચાલી રહેલા અમારા અનેક પ્રયાસ ગાંધીજીના વિચારોને યથાર્થ રૂપ આપે છે. અનેક કલ્યાણકારી કાર્યક્રમોના માધ્યમથી હમારા દેશવાસીઓને જીવન યોગ્ય બની રહ્યું છે. સૌર ઉર્જાનો ઉપયોગને પ્રોત્સાહન આપવું ગાંધીજીના વિચારને અનુરુપ છે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું કે 2019નું આ વર્ષ, ગુરુ નાનક દેવજીનું 550મું જયંતી વર્ષ પણ છે. તે ભારતના સૌથી મહાન સંતોમાંથી એક હતા. ગુરુ નાનક દેવજીના તમામ અનુયાયીઓને હું આ પાવન જયંતી વર્ષ માટે હાર્દિક શુભકામના પાઠવું છુ. જે મહાન પેઢીના લોકોએ આપણને આઝાદી અપાવી, તેમના માટે સ્વાધીનતા, માત્ર રાજનૈતિક સત્તા હાસંલ કરવા સુધી સીમિત નથી. એમનો ઉદ્દેશ્ય પ્રત્યેક વ્યક્તિના જીવન અને સમાજની વ્યવસ્થાને વધુ સારું બનાવનો પણ હતો.