યોગગુરૂ બાબા રામદેવની મશ્કેલીઓ સતત વધી રહી છે. IMA બાદ હવે ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા મેડિકલ એસોસિએશને બાબા રામદેવને નોટીસ ફટકારી છે.
બાબા રામદેવની મશ્કેલી વધી
IMA બાદ FAIMA એ ફટકારી નોટીસ
ટિપ્પણી મુદ્દે સબૂત અથવા માફી માગવાની કરી માગ
FAIMAએ જણાવ્યું હતું કે, બાબા રામદેવ સસ્તા પ્રચાર માટે એલોપછીને લઈને નિરાધાર દાવા કર્યા જેની અમે નિંદા કરીએ છીએ. સાથે FAIMAએ ખુલ્લેઆમ જણાવ્યું કે, બાબા રામદેવ દાવાઓ સાથેના સબૂત રજૂ કરે અથવા તો આ મામલે માફી માગે. જો તેઓ આવું નહીં કરે તો કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
ડોક્ટરોએ એક હજાર કરોડનો દાવો માંડ્યો
ઉલ્લેખનીય છે કે, કોરોના સંકટ વચ્ચે દેશમાં આયુર્વેદ અને એલોપથી વચ્ચે જંગ જામી છે. IMAએ બાબા રામદેવના નિવેદન અને નવા વીડિયો વિરૂદ્ધ કડક કાર્યવાહીની માગ ઉચ્ચારી છે. આ વચ્ચે અનેક એલોપેથીક ડોક્ટરોએ રામદેવ વિરૂદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોઁધાવી છે. સાથે 1 હજાર કરોડના માનહાનો દાવો પણ કર્યો છે.
બાબા રામદેવનો વીડિયો થયો વાયરલ
તો આ તરફ બાબા રામદેવનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં બાબા કહી રહ્યા છે કે, કોઈના બાપની તાકાત નથી કે મને અરેસ્ટ કરી શકે. જો કે, રામદેવના નિવેદનને લઈને આચાર્ય બાલાકૃષ્ણએ સ્પષ્ટતા કરી હતી કે વાયરલ થયેલો આ વીડિયો જુનો છે.