રામચરણે હાલમાં જ જણાવ્યું કે તેઓ જ્યાં પણ જાય છે ત્યાં તે પોતાની પત્ની ઉપાસનાની સાથે મંદિર બનાવે છે. આ પરંપરા તેઓ શરૂઆતથી નિભાવી રહ્યાં છે.
RRRનાં એક્ટર રામચરણને મળ્યો ઓસ્કર
રામચરણ અને પત્ની જ્યાં જાય ત્યાં બનાવે છે મંદિર
અમેરિકામાં પણ બનાવ્યું મંદિર
જ્યારથી RRRએ નાટૂ-નાટૂ સોન્ગે ઓસ્કર જીત્યું છે ત્યારથી આ સોન્ગની સાથે એક્ટર રામચરણ અને જૂનિયર NTRની પણ ચર્ચા ચાલી રહી છે. રામચરણ ઓસ્કર અવોર્ડ માટે થોડા દિવસથી અમેરિકામાં જ હતાં. ત્યાંનો તેમનો એક વીડિયો ઘણો ચર્ચામાં છે. જેમાં તેમની પત્ની ઉપાસનાની સાથે બનેલા મંદિરમાં પૂજા કરતાં તેઓ દેખાઈ રહ્યાં છે.
પોતાની પત્ની સાથે મંદિર બનાવે છે...
રામચરણે હાલમાં જ જણાવ્યું કે તેઓ જ્યાં પણ જાય છે ત્યાં તે પોતાની પત્ની ઉપાસનાની સાથે મંદિર બનાવે છે. આ પરંપરા તેઓ શરૂઆતથી નિભાવી રહ્યાં છે. હાલમાં પણ રામચરણ ઑસ્કર લેવા માટે જ્યારે અમેરિકામાં રોકાયા હતાં ત્યારે ત્યાં પણ તેમણે એક મંદિર બનાવ્યું હતું.તેમણે જણાવ્યું કે તે અને ઉપાસના દુનિયાનાં કોઈપણ ખૂણાંમાં જાય ત્યાં મંદિર જરૂરથી સ્થાપિત કરે છે. એક પ્રકારે તે મંદિર હંમેશા તેમની સાથે જ રહે છે.
Wherever I go , my wife and I set up a small temple , it keeps us connected to our energies and to India
~ Ram Charan pic.twitter.com/BmVQdKhgF7
નાનકડું મંદિર ચોક્કસથી બનાવીએ છીએ
વીડિયોમાં રામચરણે જણાવ્યું કે હું અને મારી વાઈફ જ્યાં પણ જઈએ છીએ ત્યારે અમે એક નાનકડું મંદિર ચોક્કસથી બનાવે છે. આ એક પરંપરા છે જે અમને હિંદુસ્તાન અને અમારી ઊર્જા સાથે સાંકડી રાખે છે. આ આપણાં સૌ માટે ઘણું જરૂરી છે કે આપણે આપણાં દિવસની શરૂઆત એ તમામ લોકોનો આભાર વ્યક્ત કરી કરવો જોઈએ તેમણે અહીં રહેવામાં આપણને મદદ કરી છે.'
સોમવારે 13 માર્ચનાં રોજ ઓસ્કર એવોર્ડ્સમાં જોડાયા પહેલાં રામચરણ અને પત્ની ઉપાસનાએ મંદિરમાં પૂજા કરી. એક મેગેઝિને આ બાબત જણાવી કે કેવી રીતે તેઓ જ્યાં જાય છે ત્યાં મંદિર સ્થાપે છે..