રામાનંદ સાગરની રામાયણ ફરી પ્રસારિત થઈ ત્યારથી જ ચર્ચામાં છે. આ શોથી જોડાયેલા કિસ્સાઓ અને કલાકારો ખૂબ જ ચર્ચામાં આવી ગયા છે. એ જમાનામાં ઓછાં સંસાધનો અને બજેટ પણ ઓછું હોવા છતાં સીરિયલો ભવ્ય રીતે દર્શકો સામે પ્રસ્તુત કરવામાં આવતી કે દર્શકો જોઈને ખુશ થઈ જતાં હતા. કલાકારોની એક્ટિંગની સાથે સીરિયલોમાં ઉપયોગ થતાં વીએફએક્સની પણ ઘણી ચર્ચા થતી.
રામાયણ ફરી પ્રસારિત થઈ ત્યારથી જ ચર્ચામાં છે
હવે આ શોની શૂટિંગના કિસ્સા થઈ રહ્યાં વાયરલ
શોમાં ધૂમાડા માટે અગરબત્તી તો વાદળો માટે રૂનો ઉપયોગ કરાતો હતો
ધુમ્મસ માટે અગરબત્તીનો ઉપયોગ
પ્રેમ સાગરે રામાયણની શૂટિંગથી જોડાયેલા કેટલીક ખાસ વાતો શેર કરી છે. જેના વિશે જાણીને તમને પણ સમજાય જશે કે, એ જમાનામાં શૂટિંગ કરવું અને સીરિયલ બનાવવી કેટલું પડકારજનક હતું. પ્રેમ સાગર જણાવે છે કે, રામાયણમાં ઘણાં વીએફએક્સ તો એવા હતા જેમાં ટેક્નિકનો ઉપયોગ ઓછો અને જુગાડ વધુ લગાવવામાં આવ્યો હતો.
પ્રેમ સાગર આગળ કહે છે કે, શોમમાં સવારની શૂટિંગ માટે અમે અગરબત્તીના ધૂમાડાની ધુમ્મસ ક્રિએટ કરતા હતા. જ્યારે રાતે શૂટિંગ થવાની હોય તો રૂના વાદળો બનાવી લેતા હતા. પ્રેમ કહે છે કે, અમે ઘણીવાર રાતે શૂટિંગ વખતે કાંચ પર રૂ લગાવી દેતા હતા અને પછી તેને કેમેરામાં ફિટ કરીને શૂટ કરતા હતા. સ્લાઈડ પ્રોજેક્ટરમાં ઘણી એવી સ્લાઈડનો ઉપયોગ કરાયો હતો, તેના કારણે જ આ ઈફેક્ટ જોવા મળી હતી.
રામાયણના આમ તો ઘણાં સીન્સ યાદગાર છે પરંતુ કેટલાક સીન એવા હતા કે રૂંવાડા ઊભા થઈ જતા હતા. એવો જ એક સીન હતો હિમાલય પર ભગવાન શિવનું નૃત્ય. એ સીન દર્શાવવામાં ઘણાં પ્રકારના જુગાડ કરવા પડ્યા હતા. એ સીન શૂટ કરવા માટે બેકગ્રાઉન્ડમાં એક સ્ક્રીનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ત્યારાબાદ પ્રોજેક્ટર દ્વારા નાના ગ્રહોની તસવીરો દેખાડી હતી.
રામાયણમાં યુદ્ધના સીન્સ ઘણાં જ આકર્ષક લાગતા હતા. બાણોની ટક્કર, વાદળોની ગર્જના જેવી ઈફેક્ટ્સ આજે પણ દર્શકોના મનમાં છે. એ જમાનામાં આવી સીન્સ શૂટ કરવા માટે SEG 2000નો પ્રયોગ કરવામાં આવતો હતો. એ સમયે આ બજારમાં નવું આવ્યું હતું અને મોટાભાગના લોકો આ ટેક્નિક વિશે જાણતા પણ નહોતા. પ્રેમ સાગર મુજબ સ્પપેશિયલ ઈફેક્ટ્સ માટે ગ્લાસ મેટિંગનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો.