મુંબઇ : બોલિવુડમાં હાલનાં દિવસોમાં નવા નવા ચહેરાઓ ચમકી રહ્યા છે. જે પૈકી મોટા ભાગનાં સેલેબ્રિટીનાં બાળકો જ હોય છે. જેમ કે સેફની પુત્રી સારા અલી ખાનની પુત્રી સારા અલી ખાન શ્રીદેવીની પુત્રી જાહન્વી કપૂર. બીજી તરફ સેલેબ્રિટી ઉપરાંત ટીવીની દુનિયાનાં ઘણા કલાકારોનાં બાળકો પણ બોલિવુડમાં એન્ટ્રી કરી રહ્યા છે. હાલમાં સોશલ મીડિયા પર એકવાર ફરીથી પ્રખ્યાત ટીવી શો રામાયણનાં નિર્માતા રામાનન્દ સાગરની પ્રપૌત્રી સાક્ષી ચોપડાની ટોપલેસ તસ્વીરો વાઇરલ થઇ રહી છે. બોલ્ડ અને સેક્સી શાક્ષી મીડિયામાં ફેમસ સેલેબ્રિટી પૈકી એક છે.
દુરદર્શન ચેનલ પર પ્રદર્શિત થનારી રામાયણ પોતાનાં જમાનાનો સૌથી પ્રખ્યાત પ્રોગ્રામ હતો. દાદા ધાર્મિક શો બનાવીને પ્રખ્યાત થયા તો પૌત્રી બોલ્ડ ઇમેજનાં કારમે લોકો વચ્ચે પોતાનું સ્થાન બનાવી રહી છે. સાક્ષીનાં આ બિન્દાસ પીકનાં કારણે ઇન્સ્ટાપર તેનાં ફેન્સની લાઇન લગાવી દીધી છે. ઇનસ્ટા ઉપરાંત સાક્ષીએ યુટ્યુબ પર પણ શાક્શી ચોપરાનાં નામથી પોતાનું એક પેજ બનાવ્યું છે. ત્યાં પણ તેની પાછળ ફેન્સની એક લાંબી લાઇન લાગી છે.
ઇનસ્ટા ઉપરાંત સાક્ષીએ યુટ્યુબ પર પણ સાક્શી ચોપરાનાં નામે પોતાનું એક પેજ બનાવ્યું છે. ત્યાં પણ તેનાં ઘણા ફેન્સ છે. સાક્ષી પોતાને યુટ્યુબ સ્ટાર તરીકે ઓળખાવે છે. થોડા દિવસો પહેલા એક ઇન્ટરવ્યું દરમિયાન સાક્ષીનાં દાદાજી મોતી સાગરે જણાવ્યું હતુ કે સાક્ષી હવે સાગર ખાનદાનનાં વારસાને આગળ વધારવાની જવાબદારી સંભાળશે.
19 વર્ષની સાક્ષી સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે અને તેની લાઇફસ્ટાઇલ કેવી છે તેનો અંદાજ તસ્વીરો પરથી લાગી જાય છે. ઇનસ્ટાગ્રામ પર તેનાં 3 લાખથી વધારે ફોલોઅર્સ છે. સાક્ષી સિંગર છે અને લંડનનાં ટ્રિનિટી કોલેજમાં તેણે ટ્રેનિંગ પણ લીધી છે. સાક્ષી પ્રોડ્યુસર મીનાક્ષીની પુત્રી છે. સાક્ષી રામાનંદ સાગરનાં પુત્ર મોતી સાગરની પૌત્રી છે. સાક્ષી બોલિવુડમાં ક્યારે ડેબ્યુ કરશે તે અંગે હજી સુધી કોઇ જ માહિતી નથી.