ભરતસિંહ સોલંકીના રામ પરના નિવેદનને લઈ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એક બાદ એક આકરી પ્રતિક્રિયા આપી રહ્યા છે
ભરતસિંહની ટિપ્પણી પર ભાજપના પ્રહાર
હર્ષ સંઘવી,સુંધાશુ ત્રિવેદીએ કર્યા પ્રહાર
"આવા નિવેદનો કરવા કોંગ્રેસની આદત"
ભરતસિંહ સોલંકીએ કોંગ્રેસના OBC સંમેલનમાં રામ મંદિર મામલે પણ ભાજપ પર કટાક્ષ કર્યા હતા અને તેને લઈને વિવાદ ઉભો થયો છે.ભરતસિંહે કહ્યું કે, રામ મંદિરના નામે રૂપિયા ઉઘરાવવામાં આવ્યા છે સરકારે કરોડો આપ્યા હોવા છતા પ્રજા પાસે પૈસાનું ઉઘરાણું કરાયું છે.રામને છેતરવાળા લોકો સામાન્ય પ્રજાને છેતરી રહ્યા હોવાના આરોપો લગાવવા વિવાદ વધુ વકર્યો છે.આ બાદ તેઓએ કહ્યું કે એ જમાનામાં રામશીલાની વાત મને ખબર છે. ભગવાન રામની શીલા રાખવા પહેલા બહેનો વાજતે ગાજતે પૂરી શ્રદ્ધા સાથે તેણે પાદરે મૂકી આવે તેમણે લાગતૂ કે હવે મારા રામનું મંદિર બંધાશે પણ તેના પર કુતરા પેશાબ કરતાં થઈ ગયા હતા. આમ રામને છેતરવાળી સરકારને લોકો ઓળખી ગયા છે.
રામભક્તોની આસ્થાને ઠેસ પહોંચી: હર્ષ સંઘવી
ભરતસિંહ સોલંકીના વિવાદિત નિવેદન મુદ્દે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પલટવાર કર્યો છે. સંઘવીએ કહ્યું કે કોંગ્રેસના નેતાનું નિવેદન સાંભળી મને દુઃખ થયું. કરોડો રામભક્તોની આસ્થાને ઠેસ પહોંચાડી છે. ભગવાન રામ ભારતીયોની નસ નસમાં છે. તમને રામ મંદિર બનતું હોય તે ન ગમતું હોય એટલે આવા મનફાવે તેમ નિવેદન કરો છો. રામ મંદિર અને રામશીલા પર આ પ્રકારની ટિપ્પણી યોગ્ય નથી.
વિવાદ વકરતા ભરતસિંહે પાડયો ફોડ
અમદાવાદમાં કોંગ્રેસનું OBC સંમેલન યોજાયું હતું...આ સંમેલનમાં કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ રામ મંદિર મામલે ભાજપ પર કટાક્ષ કર્યો હતો અને તેને લઈને હાલ રાજકારણ ગરમાયું છે.ભરતસિંહે કહ્યું કે, રામ મંદિરના નામે રૂપિયા ઉઘરાવવામાં આવ્યા છે..સરકારે કરોડો આપ્યા હોવા છતા પ્રજા પાસે પૈસાનું ઉઘરાણું કરાયું છે..રામને છેતરવાળા લોકો સામાન્ય પ્રજાને છેતરી રહ્યા છે.જો કે વિવાદ થતાં ભરતસિંહે ભાજપ સરકાર પર પ્રહાર કર્યા છે.ભરતસિંહે કહ્યું કે, મારો વિરોધ રામનો નથી પણ રામના નામે રાજનીતિ કરતા લોકોનો છે.મારો ઉદ્દેશ રામનો ઉપયોગ કરનારા લોકોને ઉધાડા પાડવાનો છે...ભાજપે રામશીલા ફેરવીને લોકો પાસેથી પૈસા ઉઘરાવ્યા હતા. તે પૈસાનો આજદિન સુધી હિસાબ નથી આપ્યો.
ભાજપનો ભરતસિંહને વળતો પ્રહાર
ભરતસિંહ સોલંકીના નિવેદન પર ભાજપ નેતા યગ્નેશ દવેએ રામમંદિર મુદ્દે ભરતસિંહના નિવેદનને વખોડી કાઢ્તા કહ્યું કે ભાજપનો સ્પષ્ટ વહીવટ છે. ભારતીય સંસ્કૃતિ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરી છે. સાત દાયકા સુધી કોંગ્રેસની સરકાર હતી પરંતુ રામ મંદિરનું નિર્માણ થયું નહી. આ નિવેદન ભારતીય સંસ્કૃતિનું અપમાન છે. આ તરફ રાષ્ટ્રીય પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ વાર કર્યા છે. કહ્યું છે કે અશિષ્ટ અને અભદ્ર ભાષાનો ઉપયોગ કરવો એ એમના માટે સામાન્ય છે. કોંગ્રેસનાં કેટલાક લોકો કોઈ આંદોલન નહોતું ત્યારે પણ આને રોક્યું હતું.કોંગ્રેસ આવું બોલે છે એ એમની આદત છે
ગુજરાતના નેતાઓ રામ મંદિર મુદ્દે અભદ્ર ટિપ્પણીઓ કરે છે: હાર્દિક
ભરતસિંહ સોલંકીના નિવેદન બાદ હાર્દિક પટેલની પ્રતિક્રિયા સામે આવી છે. હાર્દિક પટેલે ફરી કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે. હાર્દિકે પટેલે ટ્વીટ કરીને કહ્યુ કે હતુ કે કોંગ્રેસને જનતાની ભાવનાઓ સાથે કોઇ લેવા દેવા નથી. કોંગ્રેસ પાર્ટી હિન્દુ ધર્મની આસ્થાની વિરોધમાં કામ કરતી આવી છે. ગુજરાતના નેતાઓ રામ મંદિર મુદ્દે અભદ્ર ટિપ્પણીઓ કરે છે. કોંગ્રેસને ભગવાન શ્રી રામથી શું વાંધો છે?, કોંગ્રેસના નેતાઓ વિવાદિત નિવેદનો કેમ આપે છે?, શું કોંગ્રેસને હિન્દુઓના વોટની જરૂર નથી? આવા સવાલો પણ હાર્દિકે કોંગ્રેસને કર્યા હતા.