બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ram temple ayodhya work of construction reached in the third phase

નિર્માણકાર્ય / અયોધ્યા રામ મંદિરને લઈને મોટા સમાચાર, 30 ટકા કામ થઈ ગયું પૂર્ણ, ભક્તો માટે જાણો ક્યારે ખોલાશે ગર્ભગૃહ

Dhruv

Last Updated: 11:03 AM, 8 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અયોધ્યામાં રામ મંદિરના નિર્માણને લઈને શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટે વિગતવાર માહિતી આપતા જણાવ્યું કે, 'રામમંદિરનું નિર્માણકાર્ય 30 ટકા પૂર્ણ થઈ ગયું છે.'

  • શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના મહાસચિવનું નિવેદન
  • રામમંદિરનું નિર્માણકાર્ય 30 ટકા પૂર્ણ થઈ ગયું છે
  • ડિસેમ્બર 2023ના અંત સુધીમાં મંદિરનું ગર્ભગૃહ ભક્તો માટે ખોલી દેવાશે

અયોધ્યામાં રામ મંદિરનુ નિમાર્ણ કાર્ય ચાલુ છે ત્યારે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના મહાસચિવ ચંપત રાયે મંદિરના નિર્માણને લઈને મહત્વનું નિવેદન આપ્યું છે. તેઓએ મીડિયાને જણાવ્યું છે કે, અયોધ્યામાં બની રહેલા રામમંદિરનું નિર્માણકાર્ય 30 ટકા પૂર્ણ થઈ ગયું છે. જેમાં તેઓના બાંધકામને લઈને પણ માહિતી આપતા કહ્યું હતું કે, મંદિરના પાયાને કોંક્રીટથી તૈયાર કરવામાં આવ્યા છે. તેઓએ એમ પણ કહ્યું હતું કે, ડિસેમ્બર 2023ના અંત સુધીમાં મંદિરનું ગર્ભગૃહ ભક્તો માટે ખોલી દેવામાં આવશે. આ મંદિરમાં પરિક્રમમાં માર્ગ અને ગર્ભગૃહની પૂર્વમાં એક મંડપ તૈયાર કરવામાં આવશે. આગામી સમયમાં મંદિરનું નિર્માણ કાર્ય અને દર્શનનું કામ સાથે-સાથે કરવામાં આવશે.

તેનું સ્વરૂપ એવું હશે કે જે પહેલાં ક્યારેય ન હોતું અને ના ભવિષ્યમાં ક્યારેય હશે

શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ તરફથી એવો દાવો કરવામાં આવ્યો છે કે, તેનું સ્વરૂપ એવું હશે કે જે પહેલાં ક્યારેય ન હોતું અને ના ભવિષ્યમાં ક્યારેય હશે. થાંભલાનું કામ પાંચમા તબક્કે પહોંચી ગયું છે અને મંદિરના ગર્ભગૃહનું નિર્માણ જૂન મહિના પછી શરૂ થશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ એક દિવસ પહેલાં અયોધ્યા પહોંચ્યા હતા. તેઓએ મંદિરના નિર્માણ કાર્યની પ્રગતિની સમીક્ષા કરી હતી અને પોતે પોતાના હાથે પથ્થરની શિલા પર રામની મહોર લગાવી હતી.

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાયે જણાવ્યું હતું કે ,ટૂંક સમયમાં જ ગર્ભગૃહનું નિર્માણ અને તેની આસપાસના થાંભલાનું કામ પૂર્ણ કરવામાં આવશે. મંદિરમાં લગભગ 4.70 લાખ ઘનફૂટ કોતરવામાં આવેલા પથ્થરની સ્થાપના કરવામાં આવશે. હાલમાં કોતરેલા પથ્થરો અયોધ્યા પહોંચવા લાગ્યા છે. ગર્ભગૃહમાં સ્થાપિત કરવા માટે મકરાનાનું સફેદ આરસપહાણનું કોતરકામ શરૂ છે. આ પથ્થરો પણ ટૂંક સમયમાં અયોધ્યા પહોંચી જશે.

મંદિરની ફરતે 8 એકર જમીનમાં લંબચોરસ દિવાલ બનાવાશે

જનરલ સેક્રેટરી ચંપત રાયે જણાવ્યું કે, ગ્રેનાઈટ સ્ટોનના લગભગ 17000 બ્લોક લગાવવામાં આવશે. આ બ્લોક્સ બેંગાલુરૂ અને તેલંગાણાની ખાણોમાંથી આવી રહ્યાં છે. મંદિરનો વિસ્તાર લગભગ 2.7 એકર છે અને તેની ફરતે 8 એકર જમીનમાં લંબચોરસ દિવાલ બનાવવામાં આવશે. આ દિવાલ પણ 9 લાખ ઘનફૂટ પથ્થરોથી બનાવવામાં આવશે. તેની પણ સમાંતર કામગીરી ચાલી રહી છે.

તેઓએ વધુમાં જણાવ્યું કે, મંદિરની આસપાસની માટીનું ધોવાણ અટકાવવા તેમજ મંદિરની પશ્ચિમમાં વહેતી સરયુ નદીના વહેણને રોકવા માટે પશ્ચિમ, દક્ષિણ અને ઉત્તર દિશામાં એક સાથે રિટેઈનિંગ વોલનું નિર્માણ ચાલી રહ્યું છે. આ રિટેઈનિંગ વોલ જમીનમાં 16 મીટર ઊંડી સુધી જશે અને જમીનના સૌથી નીચલા સ્તરે 12 મીટર પહોળી હશે. આ દરમિયાન ટ્રસ્ટના સભ્ય અનિલ મિશ્રા સહિત લાર્સન એન્ડ ટુબ્રો અને પીસીએસના ટેકનિકલ નિષ્ણાંતો પણ ઉપસ્થિત રહ્યાં હતા.

સંકળાયેલા મુદ્દાઓ

Ayodhya ram mandir ram janmabhoomi teerth kshetra ram temple ayodhya uttar pradesh news ram mandir ayodhya
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ