Ram-Sita idol to be made from Nepal rock: Claimed to be 6 crore years old, people will flock to see the rock
રામ મંદિર /
નેપાળની શિલામાંથી બનશે રામ-સીતાની મૂર્તિ: 6 કરોડ વર્ષ જૂની હોવાનો દાવો, શિલાના દર્શન માટે ઉમટી પડશે લોકો
Team VTV02:01 PM, 29 Jan 23
| Updated: 02:01 PM, 29 Jan 23
રામ મંદિરમાં રામલલાની જે મૂર્તિ સ્થાપિત કરવામાં આવશે એ માટે નેપાળની ગંડકી નદીમાંથી શાલિગ્રામ પથ્થરો લાવવામાં આવી રહ્યા છે, આ પથ્થરોને નેપાળથી અયોધ્યા પહોંચવામાં 4 દિવસ લાગશે
રામલલાની મૂર્તિ માટે નેપાળથી શાલિગ્રામ પથ્થરો લાવવામાં આવી રહ્યા છે
આ બે પથ્થરોના ટુકડા 2 ફેબ્રુઆરીએ અયોધ્યા પંહોચાડવામાં આવશે
આ છે શાલિગ્રામ પથ્થરોને લઈને માન્યતા, કહેવામાં આવે છે દેવ શીલા
અયોધ્યામાં રામ મંદિરના નિર્માણનું કામ ખૂબ ઝડપી રીતે ચાલી રહ્યું છે અને ત્યાં રામલલાની જે મૂર્તિ સ્થાપિત કરવામાં આવશે એ માટે નેપાળની ગંડકી નદીમાંથી શાલિગ્રામ પથ્થરો લાવવામાં આવી રહ્યા છે અને આ પત્થરોમાંથી જ મૂર્તિ બનાવવામાં આવશે. જણાવી દઈએ કે આ પથ્થર બે ટુકડામાં છે અને આ બે પથ્થરોનું કુલ વજન 127 ક્વિન્ટલ છે. આ સાથે જ જાણકારોનું કહેવું છે કે મહિનાઓની શોધખોળ પછી શાલિગ્રામ પથ્થરના આટલા મોટા ટુકડા મળી આવ્યા છે. આ બે પથ્થરોના ટુકડા 2 ફેબ્રુઆરીએ અયોધ્યા પંહોચાડવામાં આવશે, જણાવી દઈએ કે નેપાળથી અયોધ્યા પહોંચવામાં 4 દિવસ લાગશે અનેદરરોજ લગભગ 125 કિલોમીટરનો પ્રવાસ કરશે.
Nepal dispatches 2 Shaligram stones to Ayodhya for Ram, Janaki idols
બે દિવસ પહેલા નેપાળના પોખરા નજીક ગંડકી નદીમાંથી ક્રેનની મદદથી શાલિગ્રામના બંને પથ્થરોને એક મોટા ટ્રકમાં ભરીને કાઢવામાં આવ્યા હતા અને આ પથ્થરોને સૌથી પહેલા પોખરાથી નેપાળના જનકપુર લાવવામાં આવ્યા હતા. ત્યાં જનકપુરના મુખ્ય મંદિરમાં તેની પૂજા કરવામાં આવી હતી અને આ પથ્થરોની બે દિવસી માટેની વિધિ શુક્રવારે શરૂ થઈ હતી. હવે આ પથ્થરો બિહારની મધુબની બોર્ડરથી ભારતમાં પ્રવેશ કરશે અને 31 જાન્યુઆરીની બપોર પછી વિવિધ સ્થળોએ પર રોકાતા રોકાતા ગોરખપુરના ગોરક્ષપીઠ પહોંચશે.
નેપાળના પીએમ અને ગૃહમંત્રી પણ આવશે
જનકપુર અને બિહારના સંતો-મુનિઓ ઉપરાંત વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને હિન્દુવાદી સંગઠનોના પદાધિકારીઓ પણ આ પથ્થરોની યાત્રામાં સાથે રહેશે. જણાવી દઈએ કે આ પથ્થરોને અન્ય 25 મહાનુભાવો સાથે મોકલીને નેપાળના વડાપ્રધાન અને ગૃહમંત્રી ભારત આવી રહ્યા છે.
શાલિગ્રામ શિલાઓ આ માર્ગોથી અયોધ્યા પહોંચશે
જનકપુરમાં બે દિવસની વિશેષ ધાર્મિક વિધિઓ અને પૂજા પછી, શાલિગ્રામ શિલાઓ 30 જાન્યુઆરીએ સવારે લગભગ 8.30 વાગ્યે બિહારના મધુબની જિલ્લાની સરહદથી ભારતમાં પ્રવેશ કરશે. ત્યાંથી મુઝફ્ફરપુરથી ત્રિપુરા કોઠી ગોપાલગંજ થઈને યુપીમાં પ્રવેશ કરશે.
It is believed that 'Shaligram' is most revered stone worshipped and a natural stone as the iconic representation of Vishnu ji & Shivling to Shiv ji.
Nepal is gifting 2 big shaligram to Ayodhya ji temple for Shri Ram & Mata Sita vigrahs. 🌻🙏pic.twitter.com/zXHNP53dHM
ગોરક્ષપીઠમાં શાલિગ્રામ શિલાઓનું પૂજન કરવામાં આવશે
મળતી જાણકારી અનુસાર આ પથ્થરો 31 જાન્યુઆરીના રોજ બપોરે 2 વાગ્યે ગોરખપુરની ગોરક્ષપીઠ પહોંચશે એન ત્યાં આ શાલિગ્રામ શિલાઓનું સંપૂર્ણ વિધિ-વિધાનથી પૂજન કરવામાં આવશે. આ દરમિયાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ ત્યાં હાજર રહી શકે છે. 31 જાન્યુઆરીએ શિલાને લઈ જતો આખો કાફલો ગોરક્ષપીઠ મંદિરમાં જ આરામ કરશે અને આ પથ્થરો ગોરખપુરથી નીકળીને 2 જાન્યુઆરીએ અયોધ્યા પહોંચશે.
આ છે શાલિગ્રામ પથ્થરોને લઈને માન્યતા, કહેવામાં આવે છે દેવ શીલા
શાલિગ્રામના પથ્થરોને શાસ્ત્રોમાં વિષ્ણુ સ્વરૂપ માનવામાં આવે છે અને વૈષ્ણવો શાલિગ્રામ ભગવાનની પૂજા કરે છે. એટલા માંતે આખો પથ્થર શાલિગ્રામ છે. હિમાલયના માર્ગ પર પાણી ખડક સાથે અથડાય છે અને આ પથ્થરને નાના ટુકડા કરી દે છે અને નેપાળના લોકો આ પથ્થરોને શોધીને તેમની પૂજા કરે છે.
આ રીતે રામલલાની મૂર્તિ બનાવવામાં આવશે
અયોધ્યા પહોંચ્યા પછી શાલિગ્રામની આ શિલાઓમાંથી રામલલાની મૂર્તિને એક અલગ પ્રક્રિયાથી તૈયાર કરવામાં આવશે. જણાવી દઈએ એક રામલલાની મૂર્તિ તૈયાર કરવા માટે જે શિલ્પકારો અને કલાકારોની પસંદગી કરવામાં આવી છે તેઓ સૌ પ્રથમ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને ડ્રોઇંગ અને નમૂનાઓ આપશે અને એ પછી જ શાલિગ્રામનો આ પથ્થર આપવામાં આવશે. નોંધનીય છે કે રામલલાની મૂર્તિ 5 થી સાડા 5 ફૂટની બાળસ્વરૂપની હશે અને સૌથી મહત્વની વાત એ છે કે મૂર્તિની ઊંચાઈ એ રીતે નક્કી કરવામાં આવી રહી છે કે રામ નવમીના દિવસે સૂર્યના કિરણો સીધા રામલલાના કપાળ પર પડે.
નેપાળમાં હાર્દિક સ્વાગત
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સભ્ય અને અયોધ્યામાં રામજન્મભૂમિ સંકુલમાં સૌપ્રથમ શિલાન્યાસ કરનાર કામેશ્વર ચૌપાલે આ વિશે કહ્યું હતું કે જ્યારે તેઓ શાલિગ્રામ પથ્થરો લઈને બહાર આવ્યા ત્યારે નેપાળના લોકો બંને બાજુ ઉભા જોવા મળ્યા હતા અને એ લોકો આ રીતે પથ્થરોની પૂજા કરતા હતા જાણે ત્રેતાયુગ આવી ગયો હોય. મિથિલામાં રામલલા પ્રત્યે એટલી બધી ભક્તિ અને સ્નેહ જોવા મળ્યો કે હું પણ અભિભૂત થઈ ગયો હતો.
બિહારથી અયોધ્યા સુધી સંતોનું સ્વાગત થશે
પથ્થરો લાવનારા લોકોમાં જનકપુર મંદિરના મુખ્ય મહંત અને ત્યાંના ઋષિઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત બિહારના મુખ્ય મઠો અને મંદિરોના સંતો-મુનિઓ પણ જોડાશે. યુપીમાં પ્રવેશતા પહેલા નેપાળના સ્થાનિક લોકો સરહદ સુધી રવાના થશે. યુપીમાં પ્રવેશ સાથે, બિહારના વિવિધ મંદિરોના સંતો અને સ્થાનિક લોકો ફૂલોની વર્ષા કરવાનું અને પ્રાર્થના કરવાનું ચાલુ રાખશે. આ સિલસિલો અયોધ્યા સુધી ચાલશે. અહીં પહોંચવા પર, સ્થાનિક સંતો અને ઋષિઓ ભેગા થશે અને આ શાલિગ્રામ શિલાઓને પ્રાર્થના કરશે.
નેપાળ અને ભારતના સંબંધોમાં અદ્ભુત સંગમ થશે
મર્યાદા પુરુષોત્તમ શ્રી રામનો જન્મ અયોધ્યામાં થયો હતો પણ તેમના સાસરિયાઓ નેપાળના જનકપુરમાં હતા. આ સંબંધ પોતાનામાં જ મજબૂત છે. હવે શ્રી રામ જન્મભૂમિ મંદિરના ગર્ભગૃહમાં રામલલાની મૂર્તિ માટેના પથ્થરો નેપાળની ગંડકી નદીમાંથી આવે છે એટલા માટે નેપાળના ગૃહમંત્રી અને ખુદ વડાપ્રધાન 25 મહાનુભાવો સાથે નેપાળ સરહદ સુધી આ કાફલા સાથે જશે. રામલલા ફરી એકવાર તેમના સાસરિયાઓને તેમના દેશ સાથે જોડશે અને વર અને સાસરિયાં વચ્ચેના જૂના સંબંધો સ્થાપિત કરશે.