ram setu vs thank god day 9 box office collection a look at holiday releases
બોક્સ ઓફિસ /
9 દિવસમાં ઢેર થઈ રામ સેતુ અને થેન્ક ગોડ, ફિક્કી ઈદ બાદ બોલીવુડની દિવાળી પણ કાળી
Team VTV07:54 PM, 03 Nov 22
| Updated: 07:55 PM, 03 Nov 22
બોલીવુડ માટે આ વખતની દિવાળી અને ઈદ એકદમ ફીક્કી રહી. દિવાળીના તહેવારે રીલીઝ થયેલી રામ સેતુ અને થેન્ક ગૉડ 9 દિવસમાં પણ ખાસ કોઈ કમાણી કરી શકી નથી. જ્યાં રામસેતુ માત્ર 60 કરોડ સુધી પહોંચી ગઇ તો થેન્ક ગોડ 30 કરોડ પણ ના કમાયા.
બોલીવુડ માટે આ વખતે દિવાળી અને ઈદ એકદમ ફીક્કી રહી
રામ સેતુ અને થેન્ક ગૉડે 9 દિવસમાં કોઈ ખાસ આવક ઉભી કરી નથી
રીલીઝ બાદ થેન્ક ગોડ અને રામ સેતુની આવક ધીરેધીરે ઘટી
રામ સેતુ અને થેન્ક ગૉડે 9 દિવસમાં ખાસ કોઈ કમાણી કરી નથી
બોલીવુડમાં દર વખતે બૉક્સ ઓફિસમાં ધમાકેદાર દિવાળી થતી હતી. પરંતુ આ વખતની દિવાળી એકદમ ફીક્કી રહી ગઇ. આ દિવાળી એટલેકે 25 ઓક્ટોબરે રામ સેતુ અને થેન્ક ગોડ જેવી ફિલ્મો રીલીઝ થઇ. જેમાં અક્ષય કુમાર, અજય દેવગન અને સિદ્ધાર્થ મલ્હોત્રા જેવા સ્ટાર્સ છે. આશા સેવાઈ રહી હતી કે આ બંને ફિલ્મો બૉક્સ ઓફિસ પર કઈક ચમત્કાર કરી શકે છે. પરંતુ રીલીઝ બાદ થેન્ક ગોડ અને રામ સેતુની આવક ધીરેધીરે ઘટી રહી છે. રામ સેતુએ રીલીઝના નવમા દિવસે એટલેકે 2 નવેમ્બરે 2 કરોડ રૂપિયા કમાયા. જ્યારે થેન્ક ગોડે માત્ર 1 કરોડ રૂપિયા કમાયા.
થેન્ક ગોડ અને રામ સેતુની કમાણીનો હિસાબ
8મા દિવસે એટલેકે બીજા મંગળવારે બંને ફિલ્મોની કમાણી ઘટી ગઇ છે. રામ સેતુ અને થેન્ક ગોડે અત્યાર સુધી એટલેકે 9 દિવસમાં કેટલી કમાણી કરી છે, આવો જોઈએ.