બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / ધર્મ / Ram Navami 2023 shubh yog guru pushya amrit siddhi and ravi yog

ધર્મ / રામનવમી પર બની રહ્યો છે ખૂબ જ દુર્લભ સંયોગ, આ રાશિના લોકોની ચમકી ઉઠશે કિસ્મત

Arohi

Last Updated: 02:08 PM, 30 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ram Navami 2023: દર વર્ષે ધૂમ-ધામથી રામ નવમીનો પર્વ ઉજવવામાં આવે છે. રામ નવમીના અવસર પર દેશભરના બધા રામ મંદિરોમાં પ્રભુ શ્રીરામની પૂજા અર્ચના કરવામાં આવે છે.

  • દેશના મંદિરોમાં રામનવમીની ધૂમ 
  • રામનવમી પર બની રહ્યો છે ખૂબ જ દુર્લભ સંયોગ
  • આ રાશિના લોકોની ચમકી ઉઠશે કિસ્મત

દર વર્ષે ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની નવમી તિથિ પર રામનવમીનો પર્વ ધૂમધામથી ઉજવવામાં આવે છે. આ વર્ષે રામનવમી 30 માર્ચે છે. માન્યતા છે કે ઘર્મની પુનર્સ્થાપના માટે ભગવાન વિષ્ણુએ પ્રભુ શ્રી રામના રૂપમાં પોતાનો સાતમો અવતાર ધારણ કર્યો હતો. તેથી દર વર્ષે ધૂમ-ધામથી રામ નવમીનો પર્વ ઉજવવામાં આવે છે. રામ નવમીના અવસર પર દેશભરના બધા રામ મંદિરોમાં પ્રભુ શ્રીરામની પૂજા અર્ચના કરવામાં આવે છે. 

હિંદૂ ધર્મમાં રામ નવમીના પર્વનું ખાસ મહત્વ માનવામાં આવે છે. આ દિવસે ભગવાન રામની સાથે માતા દુર્ગાના નવમા સ્વરૂપ દેવી સિદ્ધિદાત્રીની પૂજા થાય છે. તે ઉપરાંત આ વર્ષે રામ નવમી પર અત્યંત દુર્લભ યોગનું નિર્માણ થઈ રહ્યું છે. જે ઘણી રાશિઓ માટે શુભ સાબિત થવાનું છે. 

હકીકતે આ વર્ષે રામ નવમી પર સૂર્ય, બુધ, ગુરૂ મીન રાશિમાં હશે. આ ઉપરાંત શનિ કુંભમાં અને શુક્ર અને રાહુ મેષ રાશિમાં બિરાજમાન છે. આ સમયે માલવ્ય, કેદાર, હંસ અને મહાભાગ્ય જેવા યોગ બનશે. તે ઉપરાંત સર્વાર્થ સિદ્ધિ, અમૃત સિદ્ધિ, ગુરૂ પુષ્પ યોગ અને રવિ યોગનો સંયોગ બની રહ્યો છે.

વૃષભ 
વૃષભ રાશિના જાતકો માટે રામ નવમીનો તહેવાર શુભ સાબિત થવાનો છે. આ દિવસે બની રહેલા શુભ યોગથી વૃષભ રાશિના લોકોની આર્થિક સ્થિતિ ખૂબ જ મજબૂત થાય છે. કાર્યસ્થળ પર અધિકારીઓનો સહયોગ મળશે. નવી જવાબદારી પણ મળી શકે છે. સાથે જ રોકાણ માટે આ ખૂબ જ સારો સમય છે. 

સિંહ 
સિંહ રાશિના લોકો માટે રામનવમીનો પર્વ ખૂબ જ ખાસ હોવાનો છે. જુના દેવાથી પરેશાન છે તો તેનાથી છુટકારો મળી શકે છે. આવકના નવા સ્ત્રોત ખુલશે. કાર્યસ્થળ પર પણ માન-સન્માન મળશે. 

તુલા 
તુલા રાશિના લોકોને આર્થિક રીતે ખાસ લાભ થઈ શકે છે. આવકમાં વૃદ્ધિના પ્રબળ યોગ બનવાના છે. આ સમયે તમને આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે. માન-સન્માનમાં વધારો થશે. સાથે જ ભગવાન રામના આશીર્વાદથી તમારા વૈવાહિક જીવનમાં સુખ-શાંતી આવશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ