Monday, May 20, 2019

રામ મંદિર મામલે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેનું સરકારને અલ્ટીમેટમ

રામ મંદિર મામલે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેનું સરકારને અલ્ટીમેટમ
મુંબઇ: શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ રામ મંદિરને લઈને સરકારને અલ્ટીમેટ આપ્યું છે. હાલ રામ મંદિરનો મુદ્દો સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે ત્યારે ઉદ્ધવ ઠાકરેના અલ્ટિમેટમ બાદ રાજકીય વાતાવરણ ગરમાયુ છે. કેટલીક રાજકીય પાર્ટીએ રામ મંદિરને લઈને ભાજપ આકરા પ્રહાર કર્યા હતા.

તેમણે પોતાની વાત આગળ વધારતા જણાવ્યું હતું કે આગામી લોકસભાની ચૂંટણીનો રાજકીય સ્ટંટ ગણાવતા કહ્યું કે ભાજપ ચાર વર્ષમાં રામ મંદિરમાં નિર્માણ કરી શકી નથી અને હવે ચૂંટણી નજીક ત્યારે જો રામમંદિર બનાવે તો ચૂંટણીનો મુદ્દો ખતમ થઈ જાય.

ઉલ્લેખનીય છે કે રામ મંદિર નિર્માણને લઇને શિવસેના આક્રામક થઇ ગયું છે. અયોધ્યાની જેમ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ સોમવારે પંઢરપુરમાં મહાસભા કરી. સેનાએ જેમાં 5 લાખ શિવસૈનિકોને એકઠા કરવાનો દાવો કર્યો છે. મહાસભાને સંબોધિત કરતા ઠાકરેએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા. 

ઠાકરેએ કહ્યું કે હાલમાં જ પ્રધાનમંત્રી મહારાષ્ટ્ર આવ્યા અને કેટલાક વાયદાઓ કર્યા. જેમાં પ્રદેશના 8 હજાર કરોડ આપવાની વાત કરી પરંતુ અત્યાર સુધી એક પણ વાયદો પૂરો નથી કર્યો. પંઢરપુરનો ઉલ્લેખ કરતા ઠાકરેએ કહ્યું કે અમાર પ્રધાનમંત્રી વિદેશ પ્રવાસ કરતા રહે છે. પ્રધાનમંત્રી એકવાર આ પવિત્ર જગ્યા પર આવશે તો તેમના તમામ પાપ ધોવાઇ જશે. 
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ