બ્રેકિંગ ન્યુઝ
Dharmishtha
Last Updated: 08:32 AM, 16 June 2021
ADVERTISEMENT
કેન્દ્ર સરકારે જમીન ખરીદ મામલામાં ટ્રસ્ટ પાસે રિપોર્ટ માંગ્યો હતો
જમીન ખરીદમાં કથિત ભ્રષ્ટાચારના આરોપનો સામનો કરી રહેલા રામ મંદિર ટ્ર્સ્ટના મંગળવારે આ સંબંધમાં રિપોર્ટ કેન્દ્ર સરકાર તથા આરએસએસને સોંપ્યો. ઉલ્લેખનીય છે કે સપા અને આપના આરોપોના કેન્દ્ર સરકારે જમીન ખરીદ મામલામાં ટ્રસ્ટ પાસે રિપોર્ટ માંગ્યો હતો. સૂત્રોના જણાવ્યાનુસાર રિપોર્ટમાં જમીન ખરીદી સાથે સંબંધિત દસ્તાવેજો આપવાની સાથે સંપૂર્ણ ખરીદી પ્રક્રિયાને વિગતવાર સમજાવાયી છે.
ADVERTISEMENT
ટ્રસ્ટે આને વિપક્ષનું ષડયંત્ર ગણાવતા કહ્યું
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે રામ મંદિરના વિરોધી રાજનીતિક કારણોથી ટ્રસ્ટ પર ભ્રષ્ટાચારના આરોપ લાગી રહ્યા છે. રિપોર્ટમાં સંબંધિત જમીનની આસપાસની જમીનની વર્તમાન કિંમતની પણ જાણકારી આપવામાં આવી છે. આ ઉપરાંત કરારની એક એક જાણકારી આપવામાં આવી છે. ટ્રસ્ટે આને વિપક્ષનું ષડયંત્ર ગણાવતા કહ્યું છે કે ઉત્તર પ્રદેશમાં કેટલા મહિના બાદ થવા જઈ રહેલી વિધાનસભા ચૂંટણીના કારણે આ મુદ્દાને વેગ આપવામાં આવી રહ્યો છે.
સરકાર અને ભાજપ સતર્ક
મામલાએ વેગ પકડવાના કારણે સરકાર અને ભાજપ સતર્ક છે. સંપૂર્ણ પ્રયાસ છે કે આ રાજનીતિક મુદ્દા બનવાથી રોકી શકાય. ભાજપ પણ માની રહી છે કે આ સંપૂર્ણ મામલાને ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી સાથે જોડવામાં આવી રહ્યો છે. વિધાનસભા ચૂંટણીના કારણે વિપક્ષે આને મોટો મુદ્દો બનાવવાનો પ્રયાસ કરશે. તેવામાં પાર્ટી અને સરકાર આ મામલાને જલ્દી પહોંચી વળવા માંગે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.