બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ram mandir to be build in ramnagar karnataka government will invite cm yogi adityanath

પ્રિ-પ્લાન / તો હવે અયોધ્યા બાદ આ રાજ્યમાં બનશે ભવ્ય રામમંદિર! CM યોગી આદિત્યનાથને કરાશે આમંત્રિત

MayurN

Last Updated: 09:18 AM, 29 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કર્ણાટક સરકાર રામનગર જિલ્લામાં રામ મંદિર બનાવવાની યોજના બનાવી રહી છે. એવું માનવામાં આવે છે કે ભગવાન રામ તેમના વનવાસ દરમિયાન ત્યાં રોકાયા હતા.

  • કર્ણાટક સરકારની રામનગર જિલ્લામાં રામ મંદિર બનાવવાની યોજના 
  • માનવામાં આવે છે ભગવાન રામ તેમના વનવાસ દરમિયાન ત્યાં રોકાયા હતા
  • શિલાન્યાસ સમારોહ માટે UPના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને આમંત્રણ

કર્ણાટક સરકાર રામનગર જિલ્લામાં રામ મંદિર બનાવવાની યોજના બનાવી રહી છે. એવું માનવામાં આવે છે કે ભગવાન રામ તેમના વનવાસ દરમિયાન ત્યાં રોકાયા હતા. યોજના અનુસાર, કર્ણાટક સરકાર રામ મંદિરના શિલાન્યાસ સમારોહ માટે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને આમંત્રણ આપશે. તમને જણાવી દઈએ કે રામનગર જિલ્લાના પ્રભારી મંત્રી સીએન અશ્વથ નારાયણે કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમાઈને અયોધ્યામાં શ્રી રામ મંદિરની તર્જ પર રામદેવરાબેટ્ટામાં મંદિર બનાવવા માટે વિકાસ સમિતિની રચના કરવા વિનંતી કરી હતી.  

દક્ષિણની અયોધ્યા બનાવવાની માંગ
બોમ્માઈ અને મુઝરાઈના મંત્રી શશિકલા જોલેને લખેલા પત્રમાં તેઓએ માંગ કરી હતી કે કર્ણાટકના રામનગર જિલ્લાના રામદેવરાબેટ્ટાને દક્ષિણ ભારતની અયોધ્યા તરીકે વિકસાવવામાં આવે. નારાયણે કહ્યું કે, રામદેવરાબેટ્ટામાં મુઝરાઈ વિભાગની 19 એકર જમીનનો ઉપયોગ કરીને શ્રીરામ મંદિરનું નિર્માણ કરવું જોઈએ.

સુગ્રીવે આ વિસ્તારની સ્થાપના કરી
તેમણે કહ્યું, 'આ પ્રદેશના લોકોમાં એવી દૃઢ માન્યતા છે કે રામદેવરાબેટ્ટાની સ્થાપના સુગ્રીવે કરી હતી. જિલ્લાના લોકોની ધાર્મિક લાગણીને ધ્યાનમાં રાખીને રામદેવબેટાને હેરિટેજ અને આકર્ષક પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવે. આ અમારી સંસ્કૃતિને પોષણ પ્રવાસન તરીકે દર્શાવવામાં પણ મદદ કરશે. 

'ભગવાન રામ અને સીતાએ આ વિસ્તારમાં એક વર્ષ વિતાવ્યું હતું'
મંત્રીએ કહ્યું, 'લોકો એવું પણ માને છે કે વનવાસના દિવસોમાં શ્રી રામે સીતા અને લક્ષ્મણ સાથે વનમાં એક વર્ષ વિતાવ્યું હતું. તેઓ એવું પણ માને છે કે અહીં સાત મહાન ઋષિઓએ તેમની તપસ્યા કરી હતી. આ ઉપરાંત, તે દેશનું મુખ્ય ગીધ સંરક્ષણ ક્ષેત્ર છે. તેમણે પત્રમાં જણાવ્યું હતું કે રામદેવરાબેટ્ટા અને રામાયણ વચ્ચેનો પરંપરાગત સંબંધ ત્રેતાયુગનો છે.

સંકળાયેલા મુદ્દાઓ

CM Yogi Adityanath India Invitation Karnataka ram mandir ramnagar karnataka
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ