અયોધ્યા / રામ મંદિરના નિર્માણનું કાર્ય શરૂ, મહંત નૃત્ય ગોપાલ દાસે 28 વર્ષ બાદ રામલલ્લાના કર્યાં દર્શન

Ram Mandir construction work begins today in ayodhya

અયોધ્યામાં રામલલ્લા મંદિરના નિર્માણની શરૂઆત થઇ ગઇ છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસે સોમવારના રોજ 28 વર્ષ બાદ રામલલ્લાના દર્શન કર્યા અને મંદિર નિર્માણ કાર્યની સમીક્ષા કરી. આ અવસર પર મહંત નૃત્ય ગોપાલદાસે કહ્યું કે આજ મે રામલલ્લાના દર્શન કર્યું ઘણી ખુશીની અનુભૂતિ થઇ. સમતોલ દરમિયાન નિકળેલા મંદિરના અવશેષો પર મહંત નૃત્ય ગોપાલદાસે કહ્યું કે રામ મંદિર પહેલા પણ હતું અને આજે પણ છે. બાબરી મસ્જિદ ક્યારેય નહોતી, આ પુરાવાથી એ લોકોને જવાબ મળી રહ્યો છે, જે મસ્જિદ હોવાની વાત કરતા હતા. મહંતે ગોપાલદાસે કહ્યું કે આજથી રામ મંદિરનું નિર્માણ શરૂ થઇ ગયું છે, સમતલીકરણ તેનો પ્રથમ તબક્કો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ