બ્રેકિંગ ન્યુઝ
Megha
Last Updated: 09:03 AM, 24 March 2023
ADVERTISEMENT
જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સ (NC)ના પ્રમુખ ફારુક અબ્દુલ્લાના એક નિવેદનની ખૂબ ચર્ચા થઈ રહી છે. જણાવી દઈએ કે ફારુક અબ્દુલ્લાએ ગુરુવારે ભાજપ પર નિશાન સાધતા કહ્યું કે આ પાર્ટી માત્ર સત્તામાં રહેવા માટે રામના નામનો ઉપયોગ કરે છે પણ રામ માત્ર હિન્દુઓના ભગવાન નથી.
ભગવાન રામ માત્ર હિન્દુઓના ભગવાન નથી
પેન્થર્સ પાર્ટી દ્વારા આયોજિત રેલીને સંબોધતા અબ્દુલ્લાએ કહ્યું કે ભગવાન રામ માત્ર હિન્દુઓના ભગવાન નથી. મહેરબાની કરીને તમારા મનમાંથી આ વિચાર કાઢી નાખો. ભગવાન રામ દરેકના છે, પછી તે મુસ્લિમ હોય, ખ્રિસ્તી હોય, અમેરિકન હોય કે રશિયન હોય, જે પણ તેમનામાં વિશ્વાસ રાખે છે, ભગવાન રામ તેમના બધાના જ છે.
ADVERTISEMENT
તેઓ રામને નહીં પણ સત્તાને ચાહે છે
આગળ એમને કહ્યું કે“જે લોકો તમારી પાસે આવીને કહે છે કે અમે જ રામના ભક્ત છીએ તે મૂર્ખ છે. તેઓ રામના નામનો લાભ લેવા માંગે છે. તેઓ રામને નહીં પણ સત્તાને ચાહે છે. મને લાગે છે કે જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણીની જાહેરાત થશે ત્યારે તેઓ સામાન્ય લોકોનું ધ્યાન હટાવવા માટે રામ મંદિરનું ઉદ્ઘાટન કરશે."
#WATCH भगवान राम सिर्फ हिंदूओं के भगवान नहीं सबके भगवान हैं। जैसे अल्लाह सिर्फ मुसलमानों का नहीं सबका रब है.. ये लोग जो राम के पूजारी बनकर आते हैं वो राम को बेचना चाहते हैं। इन्हें राम से नहीं हुकूमत से मोहब्बत है: नेशनल कॉन्फ्रेंस प्रमुख फ़ारुख़ अब्दुल्ला pic.twitter.com/c3eAyaIDFs
— ANI_HindiNews (@AHindinews) March 23, 2023
બિન-ભાજપ પક્ષો વચ્ચે એકતાના મુદ્દે અબ્દુલ્લાએ કહ્યું, “અમારી એકતામાં કોઈ અડચણ નહીં આવે. કોંગ્રેસ હોય, એનસી હોય કે પેન્થર્સ પાર્ટી હોય. અમે લોકો માટે લડીશું અને મરીશું. પરંતુ આપણે બધા એકજૂટ રહીશું." આ સાથે જ અબ્દુલ્લાએ ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) પર પ્રશ્નો ઉઠાવ્યા હતા અને લોકોને તેના ઉપયોગ અંગે સાવચેત રહેવા કહ્યું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.