રામ માત્ર હિન્દુના જ નહીં મુસ્લિમોના પણ પૂર્વજ, યોગ ગુરૂ બાબા રામદેવનું નિવેદન

By : kavan 11:30 AM, 08 February 2019 | Updated : 11:30 AM, 08 February 2019
નડીયાદ: ખેડાના નડિયાદમાં સંતરામ મંદિરમાં યોગગુરુ બાબા રામેદેવે રામ મંદિર પર કહ્યું કે,રામ માત્ર હિન્દુઓના જ નહીં પરંતુ મુસ્લિમોના પણ પૂર્વજ છે અને રામ મંદિર અયોધ્યામાં જ બનવું જોઈએ અને બનશે પણ ખરું.

મક્કા મદીના કે વેટિકન સિટીમાં નથી બનવાનું. આ સાથે બાબા રામેદેવે 2019ની ચૂંટણી પર કહ્યું કે ચૂંટણીમાં સંઘર્ષ થશે પણ પરિણામ શુભ આવશે. મહત્વનું છે કે બાબા રામદેવે સંતરામ મંદિરમાં યોગામાં ભાગ લીધો હતો અને બાબાની સાથે હજારો લોકોએ યોગા પણ કર્યા હતા.ઉલ્લેખનીય છે કે, બાબા રામદેવ છેલ્લા કેટલાક સમયગાળાથી ખાસ ચર્ચામાં રહ્યા છે. ખાસ કરીને રામમંદિર નિર્માણ મામલે તેમણે અગાઉ પણ નિવેદનો આપ્યા છે ત્યારે તાજેતરમાં ગુજરાતના નડીયાદ ખાતે આવેલ સંતરામ મંદિરમાં યોજાયેલ યોગ શિબિરમાં યોગગુરૂ બાબા રામદેવે રામ મંદિર મુદ્દે વધુ એક નિવેદન આપતા કહ્યું હતું કે, રામ માત્ર હિન્દુઓના જ નહીં પરંતુ મુસ્લિમોના પણ પૂર્વજ છે.

રામ મંદિર નહીં બને લોકોને ભાજપ પરથી ઉઠી જશે વિશ્વાસ
અયોધ્યામાં રામ મંદિર નિર્માણને લઇને ધમાસાણ વચ્ચે યોગ ગુરૂ બાબા રામદેવે મોટું નિવેદન આપ્યું છે. તેઓએ કહ્યું કે, જો રામ મંદિરનું નિર્માણ નહીં થાય તો લોકો બીજેપી પર પોતાનો વિશ્વાસ ખોઇ દેશે. જો કે બીજેપી અને દેશને માટે તે હિતમાં નથી.બાબા રામદેવે કહ્યું કે, બીજેપી અયોધ્યામાં રામ મંદિરનાં નિર્માણ ન કરાવીને લોકોનો વિશ્વાસ ખોઇ રહી છે. બીજેપીને રામ મંદિરનાં નિર્માણને માટે અધ્યાદેશ જ એક માત્ર વિકલ્પ છે. શદાણી દરબારનાં કાર્યક્રમમાં શામેલ થયા બાદ રામદેવે પત્રકારોનાં સવાલનાં જવાબમાં કહ્યું કે, દેશનો જનમાનસ જો ખુદ રામ મંદિર બનાવવાનું કામ કરે છે.

તો તે ઠીક નહીં કહેવાય કેમ કે આનાંથી સામાજિક સમરસતા પણ હણાવાનો ખતરો રહેશે અને કાયદાકીય વ્યવસ્થા પણ સંકટમાં મૂકાઇ શકે છે. તેઓએ વધુમાં કહ્યું કે, સરકાર સંસદમાં કાયદો બનાવીને શ્રીરામ મંદિરનાં નિર્માણનો માર્ગ ખુલ્લો કરે. કાર સેવા ખુદ શરૂ થઇ જશે.Recent Story

Popular Story