બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / 100-200 નહીં 77 હજાર કરોડની વારસદાર છે RRR એક્ટર રામચરણની પત્ની ઉપાસના કામિનેની, જાણો શું કરે છે કામ
Last Updated: 07:13 PM, 27 May 2024
સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ફેમસ એક્ટર રામ ચરણે એકથી એક સુપરહિટ ફિલ્મો આપી છે. રામ ચરણે બ્લોકબસ્ટર મૂવી જેમ કે RRR, મગધીરા અને રંહસ્થલમમાં તેમની જબરદસ્ત એક્ટિંગ માટે ખૂબ ફેમ મળી છે. એક્ટરની સાથે સાથે અભિનેતા પ્રતિષ્ઠિત પ્રોડ્યુસર અને દેશના સૌથી અમીર સ્ટાર્સમાંથી એક છે. તેમની પત્ની ઉપાસના કામિનેનીની પાસે પણ પૈસાની કમી નથી. જાણો એન્ટરપ્રેન્યોર ઉપાસનાના બિઝનેસ પોર્ટફોલિયો, કમાણી અને અભ્યાસ વિશે.
ADVERTISEMENT
ઉપાસના કામિનેની કોણ છે?
ADVERTISEMENT
ઉપાસના સાઉથ એક્ટર રામ ચરણની પત્ની હોવાની સાથે 77,000 કરોડ રૂપિયાના વિશાળ બિઝનેસ એમ્પાયરની વારસદાર પણ છે. ઉપાસનાનું કનેક્શન ચેન્નાઈના હેલ્થકેર કંપની અપોલો હોસ્પિટલ્સના ચેરમેન ડોક્ટર પ્રતાપ સી. રેડ્ડી સાથે છે. તેમની માતા શોભના કામિનેની, અપોલો હેલ્થકેરની મુખિયા છે જ્યારે ઉપાસના કંપનીના વિવિધ વેપારોમાં મોટી ભુમિકા નિભાવી રહી છે.
પોતાના પરિવારને સંભાળવાની સાથે જ ઉપાસના કોર્પોરેટ દુનિયામાં અલગ અલગ મહત્વપૂર્ણ પદો પર છે. તે અપોલો હોસ્પિટલની CSR વિંગની વાઈસ ચેરમેન છે. તેના ઉપરાંત તે FHPLની મેનેજિંગ ડાયરેક્ટર પણ છે. વેલનેસ પ્લેટફોર્મ UR.Lifeને લોન્ચ કરવામાં પણ ઉપાસનાનો મહત્વનો રોલ છે. KEI Groupની સ્થાપના પણ તેમના પિતાએ કરી હતી અને ઉપાસનામાં પોતાના પિતાની જેમ જ બિઝનેસને આગળ વધારવાનો ગુણ છે.
કેટલી છે નેટવર્થ?
રામ ચરણ અને ઉપાસના કામિનેનીની કુલ નેટવર્થ 2500 કરોડ રૂપિયાથી વધારે છે. સિનેમામાં પોતાના સફળ કરિયરના કારણે જ્યાં રામ ચરણની પાસે 1370 કરોડ રૂપિયા છે ત્યાં જ ઉપાસનાની પાસે 1130 કરોડ રૂપિયાની સંપત્તિ છે. આટલી મોટી નેટવર્થના કારણે બન્નેની ગણતરી દેશના પ્રભાવશાળી કપલમાં થાય છે.
ક્યાંથી કર્યો છે અભ્યાસ?
ઉપાસના કામિનેનીની એકેડેમિક સફરની વાત કરવામાં આવે તો તે અભ્યાસમાં ટોપર રહી છે. તેમણે લંડનની Regent's Universityથી MBA કર્યું છે. તેના ઉપરાંત હાર્વર્ડ બિઝનેસ સ્કૂલથી પણ તેમણે અભ્યાસ કર્યો છે.
હૈદરાબાદના જુબલી હિલ્સમાં બન્ને એક મોટા અને આલીશાન બંગલામાં રહે છે. તેમને લાઈફસ્ટાઈલ પણ ખૂબ જ લક્ઝરી છે. તેમના આ ઘરની વેલ્યૂ લગભગ 30 કરોડ રૂપિયા છે. તેના ઉપરાંત રામચરણ અને ઉપાસનાની પાસે પોતાનું એક પ્રાઈવેટ જેટ પણ છે. તેમની પાસે ઘણી લક્ઝરી ગાડીઓનું કલેક્શન છે. જેમાં રોલ્સ રોયસ, મર્સિડીઝ મેબેક, ફરારી અને Aston Martin શામેલ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.