બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / રામ ચરણની 450 કરોડની બિગ બજેટ ફિલ્મનો રિલીઝ પહેલા જ વીડિયો લીક, જુઓ વાયરલ ક્લિપ
Last Updated: 09:32 AM, 17 July 2024
RRRની સફળતા બાદથી જ રામ ચરણના નેક્સ્ટ પ્રોજેક્ટને લઈને ખૂબ જ બઝ બનેલો છે. હાલમાં જ તેમણે જે ફિલ્મની શૂટિંગ પુરી કરી છે તે છે- Game Changer. ફિલ્મને શંકર ડાયરેક્ટ કરી રહ્યા છે. હાલમાં જ તેમની આ ફિલ્મની શૂટિંગ પુરી થઈ ગઈ છે. આ સમયે તે બ્રેક પર છે. જલ્દી જ પોતાની આવનારી ફિલ્મ RC16 પર કામ શરૂ કરી દેશે.
ADVERTISEMENT
#Gamechanger Leaked scene here it's...
— Vikki (@stupid_guy_07) July 16, 2024
An Airport sequence 🌟
Shankar cooking something against #government 😂💥#Ramcharan #Shankar #Kollywood #Tollywood #Raayantrailer #Indian2Disaster #MaxTeaser #Encounter #leak pic.twitter.com/nrua55J8mx
રામ ચરણની ફિલ્મ ગેમ ચેન્જરનું કામ પુરૂ થઈ ચુક્યું છે. જોકે અત્યાર સુધી મેકર્સે તેની રિલીઝ ડેટની જાહેરાત નથી કરી. જેની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. ફિલ્મમાં રામ ચરણના ઓપોઝિટ કિયારા અડવાણી કામ કરી રહી છે. થોડા સમય પહેલા ફિલ્મના સેટ પરથી અમુક ફોટો લીક થયા હતા. આ વચ્ચે બીજો એક વીડિયો લીક થવાની પણ ખબર સામે આવી છે.
ADVERTISEMENT
પોલિટિકલ ડ્રામા
હકીકતે રામ ચરણની ફિલ્મ ગેમ ચેન્જર એક પોલિટિકલ ડ્રામા છે. એવુ જાણવા મળી રહ્યું છે કે ફિલ્મમાં તેમનો ડબલ રોલ હોવાનો છે. જ્યાં પહેલું પાત્ર પિતાનું હશે. તો બીજુ દિકરાનું. જોકે આ સ્ટોરી ફ્લેશબેકમાં પણ ચાલશે. પરંતું બન્ને પાત્ર એક બીજાને નહીં મળે. ફિલ્મનો જે સીન લીક થયો છે તે એરપોર્ટનો બતાવવામાં આવી રહ્યો છે.
વધુ વાંચો: વાળને મજબૂત કરવા માટે બેસ્ટ 4 હેર ઓઈલ, વાળ ખરવાની સમસ્યા માટે પણ ફાયદાકારક
અમુક લોકોએ X પર વીડિયો શેર કરતા લખ્યું, "શંકર સરકારના સામે કંઈક રંધાઈ રહ્યું છે પાક્કુ." જ્યારે અમુક ફેંસ સતત ફિલ્મની લીક થતી ક્લિપથી નારાજ છે. તેમણે કહ્યું છે કે, "અવું લાગી રહ્યું છે કે અમે આખી ફિલ્મ ઓનલાઈન જોઈશું. જો સમય રહેતા તેને રોકવામાં નહીં આવે તો આખી ફિલ્મ લીક થઈ જશે."
એક યુઝરે વીડિયો પર કમેન્ટ કર્યું છે. આ લીક થયેલો વીડિયો યુટ્યુબ પર પણ અપલોડ કરવામાં આવ્યો છે. જોકે મેકર્સે અત્યાર સુધી આ મામલામાં કોઈ પ્રણ પ્રતિક્રિયા નથી આપી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT