બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 02:49 PM, 19 December 2022
ADVERTISEMENT
તેલુગુ ફિલ્મ RRRની સફળતા બાદ રામ ચરણની માંગ વધી
તેલુગુ ફિલ્મ RRRની સફળતા બાદ રામ ચરણની માંગ વધી રહી છે. રિપોર્ટસ મુજબ, તેમની ડિમાન્ડ વધી છે, પરંતુ તેમણે પોતાની ફીમાં પણ વધારો કર્યો છે. હવે તેઓ આ મામલે અક્ષય કુમાર, પ્રભાસ અને અન્ય મોટા સેલિબ્રિટીઓની ક્લબમાં સામેલ થઇ ગયા છે. મજાની વાત એ છે કે જો આ ફીની તુલના તેમની પહેલાની ફિલ્મ RRR માટેના પગારથી કરીએ તો આ ડબલથી પણ વધુ છે.
ADVERTISEMENT
RRR માટે મળ્યાં હતા આટલા કરોડ
રિપોર્ટસ મુજબ, રામ ચરણને RRR માટે લગભગ 45 કરોડ રૂપિયા આપ્યા હતા. જણાવાઈ રહ્યું છે કે ફિલ્મ માટે તેમણે જે મહેનત કરી અને જે સમય આપ્યો છે, તેની દ્રષ્ટિએ જે રકમ તેમને મળી, તેઓ તે ડિઝર્વ કરે છે. RRRની સફળતા બાદ રામ ચરણ પોતાની આગામી ફિલ્મની શૂટિંગ પર લાગી ગયા છે, જેને શંકર ડાયરેક્ટ કરી રહ્યાં છે અને તેની સામે તેમાં કિયારા અડવાણી મહત્વની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ માટે તેમને જે ફી તરીકે રકમ મળી રહી છે, તે ચોંકાવનારી છે.
હવે એક ફિલ્મ માટે આ છે ફી
ટ્રેકટૉલીવુડ નામની એક વેબસાઈટે પોતાના રિપોર્ટમાં દાવો કર્યો છે કે રામ ચરણે પોતાની ફી વધારી દીધી છે અને તેમણે અપકમિંગ ફિલ્મો માટે 100 કરોડ ચાર્જ તરીકે લેવાના શરૂ કર્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે શંકરની ફિલ્મ પણ આ અંતર્ગત હશે. એટલું જ નહીં, દાવો એવો પણ કરાઈ રહ્યો છે કે રામ ચરણની આટલી મોટી ડિમાન્ડને જોઇને તેમની ફિલ્મોનુ બજેટ વધી રહ્યું છે, પરંતુ નિર્માતાને તેનાથી કોઈ વાંધો નથી. રિપોર્ટસ મુજબ, રામ ચરણ શંકરની ફિલ્મ સિવાય બુચ્ચી બાબુની પણ આગામી ફિલ્મ કરી રહ્યાં છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.