બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / Bollywood / બોલિવૂડ / Game Changer Review: રામ ચરણે ગેમ પલટી, દર્શકોને કહાનીના 'રાજ' ગમ્યા, જુઓ ફર્સ્ટ રિવ્યૂ

મનોરંજન / Game Changer Review: રામ ચરણે ગેમ પલટી, દર્શકોને કહાનીના 'રાજ' ગમ્યા, જુઓ ફર્સ્ટ રિવ્યૂ

Last Updated: 08:42 AM, 10 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુપરસ્ટાર રામચરણની ફિલ્મ ગેમ ચેન્જર સિનેમાઘરોમાં આવી ગઇ છે. આ ફિલ્મમાં રામચરણની જબરદસ્ત એન્ટ્રીથી જ ફિલ્મની શરૂઆત થાય છે સાથે કિયારા અડવાણીની ઓન-સ્ક્રીન કેમેસ્ટ્રી પણ શાનદાર છે, તો જાણો આ ફિલ્મના રિવ્યૂ

2022માં આવેલી સુપરહિટ ફિલ્મ RRRથી વિશ્વભરમાં પ્રખ્યાત સ્ટાર રામચરણ જેમના લાખો કરોડો ફેન છે, તો લગભગ 3 વર્ષ બાદ એસ શંકરની ફિલ્મ ગેમ ચેન્જરથી ફરીથી રામચરણે કમબેક કર્યું છે. આ ફિલ્મના ટ્રેલરથી જ લોકો ઉત્સાહથી તેને જોવા માટે રાહ જોઇએ રહ્યા હતા. તો 10, તારીખે આ ફિલ્મ વિશ્વભરમાં સિનેમાઘરોમાં રિલીઝ થઇ ગઇ છે. આ ફિલ્મમાં રામચરણની સાથે કિયારા અડવાણી મુખ્ય અભિનેત્રી પણ જોવા મળી રહી છે. તો વાંચો આ ફિલ્મનો રિવ્યૂ

  • કલાકાર : રામ ચરણ, કિયારા અડવાણી, જેએસ સૂર્યા, અંજલિ, શ્રીકાંત
  • દિગ્દર્શક: એસ. શંકર
  • લેખક: કાર્તિક સબ્બારાજ
  • રિલીઝ તારીખ : 10 જાન્યુઆરી, 2025
  • ભાષા: તેલુગુ, તમિલ, હિન્દી, કન્નડ, મલયાલમ
game-changer-final

સૌ કોઇ જાણે છે કે સાઉથ ફિલ્મમાં એક્ટરની એન્ટ્રી ધામેકાદાર હોય છે, તો એ જ પ્રકારે ગેમ ચેન્જરમાં પણ રામચરણની જબરદસ્ત એન્ટ્રીથી જ ફિલ્મની શરૂઆત થાય છે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મમાં રામચરણ એક IAS ઓફિસર રામ નંદનના રોલમાં જોવા મળશે. જો કે રામચરણ આમાં ડબલ રોલમાં જોવા મળશે એટલે તેના બીજા પાત્રો તમારા માટે થોડું રહસ્ય રાખીશું જેથી ફિલ્મ જોયા પછી જ તમને ખબર પડશે. પરંતુ અમે તમને એક હિંટ આપીએ કે આ વખતે રામચરણના આ ફિલ્મમાં પાત્રોને લઇને એક ટ્વિસ્ટ છે.

1

ફિલ્મમાં બોબિલી મેપીદેવી નામનો વિલન પણ છે અને રાજકારણ , ભ્રષ્ટાચારના કાફલાનું નેતૃત્વ કરે છે. ગેમ ચેન્જરની વાર્તા આનો પર્દાફાશ કરવા અને અંધકારમય કાર્યોને સજા આપવાની આસપાસ ફરે છે. તેથી આ ફિલ્મ એક પોલિટીકલ ડ્રામા તેમજ અનેક સસ્પેન્સ , એક્શનથી ભરપૂર છે. રામચરણ અને કિયારા અડવાણીની ઓન-સ્ક્રીન કેમેસ્ટ્રી શાનદાર લાગી રહી છે. જો કે ફિલ્મમાં ગીતો થોડા નિરાશ કરી શકે છે.

ફિલ્મમાં સિનેમેટોગ્રાફી શાનદાર છે અને એક્શન સિક્વન્સ VFX પણ પ્રભાવશાળી લાગે છે. ગેમ ચેન્જરમાં રામ ચરણ અને કિયારા અડવાણી ઉપરાંત દક્ષિણ સિનેમાના પ્રખ્યાત કલાકાર જેએસ સૂર્યા, પ્રકાશ રાજ, સુનીલ, મેકા શ્રીકાંત, જયરામ અને અંજલિએ મહત્વની ભૂમિકાઓ ભજવી છે. આ ઉપરાંત હંમેશની જેમ આ વખતે પણ કોમેડિયન વેનેલા કિશોરે દર્શકોનું મનોરંજન કરવામાં કોઈ કસર છોડી નથી.

આ પણ વાંચો : પુષ્પા 2'ની 35માં દિવસે પણ વાઈલ્ડ ફાયર કમાણી, વર્લ્ડ વાઈડ કલેક્શન 18000000000 રૂપિયાને પાર

એસ શંકર દિશામાં ફેલ અથવા પાસ

ગયા વર્ષે દિગ્દર્શક એસ શંકરની ફિલ્મ ઈન્ડિયન 2 રિલીઝ થઈ હતી, જે બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી. પરંતુ એ ન ભૂલવું જોઈએ કે તેઓ પીઢ દિગ્દર્શક છે અને ભૂતકાળમાં નાયક, રોબોટ અને અપરાચિત જેવી ફિલ્મો પણ કરી છે જેમણે તમારું દિલ જીતી ચૂક્યા છે. શંકરે ગેમ ચેન્જરથી ફરીથી જીતી લેવાનો પ્રયાસ કર્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

review Ramcharan Game changer
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ