બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજકોટ ગેમઝોન આગમાં મૃતકોના DNA સેમ્પલ ટેસ્ટ માટે ગાંધીનગર મોકલાયા, 48 કલાક બાદ આવશે રિપોર્ટ

logo

રાજકોટની ઘટના બાદ મોરબી અને જુનાગઢમાં તંત્રની કાર્યવાહી, ગેમિંગ ઝોન બંધ કરવાના આદેશ

logo

દિલ્હીની ચિલ્ડ્રન હોસ્પિટલમાં ‘અગ્નિકાંડ’, 6 નવજાત બાળકોના મોત, 5ની હાલત ગંભીર

logo

રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં 33 હોમાયા, મૃત્યુઆંક વધવાની શક્યતા

logo

રાજકોટમાં ગેમઝોનમાં આગ દુર્ઘટના: ક્રાઇમ બ્રાંચે ચાર લોકોની કરી ધરપકડ, ગેમઝોનના માલિક યુવરાજસિંહ સોલંકીની ધરપકડ, ગેમઝોનના પાર્ટનર પ્રકાશ જૈનની ધરપકડ,

logo

રાજકોટમાં ગેમઝોન આગ દુર્ઘટના મામલો, સીએમના આદેશ બાદ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી રાજકોટ જવા રવાના

logo

રાજકોટમાં TRP ગેમઝોન આગ કેસ: રાહુલ ગાંધીએ રાજકોટની ઘટના પર વ્યક્ત કર્યુ દુઃખ

logo

અમદાવાદમાં ગેમ ઝોન કરાયા બંધ, સિંધુભવન પર ફનબ્લાસ્ટમાં ચેકિંગ

logo

રાજકોટમાં ગેમઝોન આગ દુર્ઘટના અંગે PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યુ

logo

રાજકોટમાં આગની દુર્ઘટના: CM ભૂપેન્દ્ર પટેલે દુખ વ્યક્ત કર્યું, SITનું ગઠન, મૃતકોને 4 લાખની સહાય, ઘાયલોને 50 હજારની મદદ કરશે ગુજરાત સરકાર

VTV / મુંબઈ / Politics / Rally arrives from Mumbai to Delhi, 25 celebs on NCB's radar, Asthana to meet investigating officer

ઇન્વેસ્ટિગેશન / રેલો પહોંચ્યો મુંબઈથી દિલ્હી, NCBના રડાર પર છે 25 સેલેબ્સ, અસ્થાનાને મળશે તપાસ અધિકારી

Nirav

Last Updated: 04:57 PM, 11 September 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રિયા ચક્રવર્તી અને કેટલાંક ડ્રગના પેડલર્સની પૂછપરછમાં NCB ને 25 જેટલા બોલીવુડથી સંબંધિત લોકોના નામ મળી આવ્યા છે જે ડ્રગના વ્યવહાર અથવા વપરાશમાં સામેલ છે. તેમના પર હવે વધુ કડક પગલાં લેવાશે.

  • સુશાંત કેસમાં ડ્રગ્સ તપાસ માટે NCB એ ડોઝિયર તૈયાર કર્યું
  • નાયબ નિયામક NCB ચીફને મળવા દિલ્હી પહોંચ્યા
  • આગળ તપાસ માટેની રણનીતિ બનાવવામાં આવશે

સુશાંત કેસમાં  ડ્રગ એંગલની તપાસ કરી રહેલ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) હવે મોટી માછલીઓને પકડવાની તૈયારી કરી રહી છે. આ કેસમાં તેમના હાથમાં અમુક સેલેબ્સના નામ આવ્યા છે જેઓ બૉલીવુડથી સંબંધિત હોય શકે છે, NCB હવે તેમના ફરતે ગાળિયો મજબૂત કરવાની વેતરણમાં દેખાઈ રહી છે. 

NCB ચીફ રાકેશ અસ્થાનાને મળશે ડેપ્યુટી ડાયરેક્ટર 

NCB ના દિલ્હી ઝોનના ડેપ્યુટી ડિરેક્ટર કેપીએસ મલ્હોત્રા આજે મુંબઇથી દિલ્હી પહોંચ્યા છે. તે NCB ચીફ રાકેશ અસ્થાનાને મળશે. સૂત્રોના જણાવ્યા અનુસાર રિયાની પૂછપરછમાં કેટલાક મોટા નામ સામે આવ્યા છે. NCB એ ડોઝીયર પણ બનાવ્યું હતું, જેના પર એક બેઠક યોજાશે. આગળ વધુ તપાસની રણનીતિ પણ તેમાં નક્કી કરવામાં આવશે.

NCB ના ડોઝિયરમાં છે 25 સેલેબ્સના નામ 

એવું કહેવામાં આવી રહ્યું છે કે NCB ના ડોઝિયરમાં બોલિવૂડના લગભગ 25 હસ્તીઓના નામ છે, જે નામો રિયા ચક્રવર્તી દ્વારા મળી આવેલા ઇલેક્ટ્રોનિક ડિવાઇસમાંથી બહાર આવ્યા છે, NCB ના આ ડોસિઅરમાં કાર્ટેલ એ, કાર્ટેલ બી, સીના ભાગમાં આ બોલિવૂડ હસ્તીઓના નામ સામે આવ્યા છે.

ડ્રગ્સ પેડલર્સ પાસેથી કબજે કર્યા હતા ઇલેક્ટ્રોનિક ડિવાઇસ 

જો સૂત્રોની વાત સાચી માનીએ તો, NCB એ ડ્રગ્સ પેડલર્સ પાસેથી ઇલેક્ટ્રોનિક ડિવાઇસ કબજે કર્યા હતા, જેમાંથી ઘણા બોલિવૂડ કનેક્શનો બહાર આવ્યા છે. આ પછી જ, NCB ની એસઆઇટી ટીમે ડોઝિયર તૈયાર કર્યું છે. હવે NCB દ્વારા ટૂંક સમયમાં આ તમામને સમન્સ મોકલવામાં આવશે અને પૂછપરછ માટે બોલાવાશે.

આટલું જ નહીં, રિયા ચક્રવર્તીએ NCB ની સામે પોતાના નિવેદનમાં કહ્યું છે કે સુશાંતની ફિલ્મ્સના સેટ પર પણ ડ્રગ્સનો ઉપયોગ થતો હતો. અને સાથે જ રિયા ચક્રવર્તીએ એવી પાર્ટીઓના નામ પણ આપ્યા છે કે જેમાં ડ્રગ્સનો ઉપયોગ થતો હતો. હકીકતમાં, NCB સતત રિયાને તેની સૂચિત ડ્રગ્સ નેક્સસમાં તેની ભૂમિકા અને ફિલ્મ ઉદ્યોગના વિવિધ લોકો વિશે સતત પૂછપરછ કરી રહી હતી જે બાદ તેને આ માહિતી જાણવા મળી છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Bollywood Celebs Drugs Mumbai NCB Rakesh Asthana Rhea Chakraborty Sushant Singh Rajput Suicide Case drugs case ડ્રગ્સ બોલિવૂડ રિયા Investigation
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ