rakul preet singh chhatriwali safe sex topic poster out film will release on ott world aids day 2022
મનોરંજન /
હવે સુરક્ષિત સેક્સ પર થશે વાત, રકુલ પ્રીતસિંહની ફિલ્મ 'છતરીવાલી'નું પોસ્ટર રીલીઝ
Team VTV06:25 PM, 01 Dec 22
| Updated: 06:26 PM, 01 Dec 22
રકુલ પ્રીત સિંહ છતરીવાલી દ્વારા સમાજમાં સેફ સેક્સની કહાની રજૂ કરી રહી છે. ફિલ્મનુ પોસ્ટર જાહેર થયુ છે. પોસ્ટરમાં અભિનેત્રી હ્યુમન બૉડીના ચાર્ટ લઇને ઉભી છે. આશા સેવાઈ રહી હતી કે છતરીવાલી થિયેટરમાં રીલીઝ થશે. પરંતુ તેને ઓટીટી પર રીલીઝ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
હવે સેફ સેક્સ પર થશે વાત
રકુલ પ્રીત સિંહની ફિલ્મ છતરીવાલીનુ પોસ્ટર રીલીઝ
આ ફિલ્મને ઓટીટી પર કરાશે રીલીઝ
રકુલ પ્રીત સિંહે પ્રશંસકોને મોટી સરપ્રાઈઝ આપી
1 ડિસેમ્બરે World AIDS Dayના દિવસે રકુલ પ્રીત સિંહે પ્રશંસકોને મોટી સરપ્રાઈઝ આપી છે. અભિનેત્રીની અપકમિંગ ફિલ્મ છતરીવાલીને લઇને મોટી જાહેરાત કરવામાં આવી છે.
ક્યા જોઇ શકશો છતરીવાલી?
રકુલ પ્રીત સિંહ છતરીવાલી દ્વારા સમાજમાં સેફ સેક્સની કહાની રજૂ કરી રહી છે. ફિલ્મનુ પોસ્ટર જાહેર થયુ છે. પોસ્ટરમાં અભિનેત્રી હ્યુમન બૉડીના ચાર્ટ લઇને ઉભી છે. જેને જોઇને એવુ લાગી રહ્યું છે કે તેને બાયોલોજીમાં ખૂબ રસ છે અને આ જ્ઞાન પોતાના સુધી મર્યાદિત રાખવા માંગતી નથી. હવે હસતા-હસતા કોઈ હ્યુમન બોડી અંગે સમજાવશે તો પછી કોણ વ્યક્તિ એવી હશે જે સમજવા નહીં માંગે.
રકુલ પ્રીત સિંહની ફિલ્મ છતરીવાલી Zee5 પર રીલીઝ થશે. જો કે, અત્યાર સુધી ફિલ્મની રીલીઝ ડેટ જાહેર કરવામાં આવી નથી. World AIDS Day પર ફિલ્મનુ પોસ્ટર જાહેર કરી જનતાને સેફ સેક્સનો મેસેજ આપ્યો છે. પણ છતરીવાલી એવી પહેલી ફિલ્મ નથી, જે દર્શકોને સેફ સેક્સનો પાઠ ભણાવશે. આની પહેલા નુસરત ભરૂચાની ફિલ્મ જનહિત મેં જારીની સ્ટોરી પણ એવી હતી. નાના બજેટમાં બનેલી આ ફિલ્મને જનતા તરફથી ખૂબ પ્રેમ મળ્યો હતો. હવે જોવાનુ રહેશે કે છતરીવાલી આ ફિલ્મથી કેટલી અલગ સાબિત થશે.