બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / વીડિયોઝ / Bollywood / બોલિવૂડ / 'રક્ષક નથી પણ રાક્ષસ છે', ક્રૂરતાની હદ વટાવતી ફિલ્મ, લોકોએ કહ્યું- સંદીપ રેડ્ડી ક્યાંક ખૂણે...
Last Updated: 09:10 PM, 12 June 2024
Kill Movie Trailer: કરણ જોહરની નવી ફિલ્મ 'કિલ'નું ટ્રેલર બુધવારે રિલીઝ કરવામાં આવ્યું છે. ફિલ્મના ટ્રેલરમાં એક્શન અને હિંસાની તમામ હદો પાર થતી જોવા મળી રહી છે.
ADVERTISEMENT
બોલિવૂડ એક્ટર લક્ષ્ય અને રાઘવ જુરિયલની ફિલ્મ 'કિલ'નું ટ્રેલર બુધવારે રિલીઝ કરવામાં આવ્યું છે. કરણ જોહર છેલ્લા કેટલાક સમયથી આ ફિલ્મ વિશે સતત પોસ્ટ કરી રહ્યો હતો અને તેને અત્યાર સુધીની સૌથી હિંસક ફિલ્મ ગણાવી રહ્યો હતો. હવે ટ્રેલરથી સ્પષ્ટ થઈ ગયું છે કે કરણ જોહર તેની ફિલ્મ વિશે બિલકુલ ખોટો નહોતો. કારણ કે ટ્રેલરમાં દેખાડવામાં આવેલ ખૂન-ખરાબા તમને રણબીર કપૂરની ફિલ્મ 'એનિમલ'ની યાદ અપાવે છે.
ADVERTISEMENT
શું છે ફિલ્મ કિલની વાર્તા?
ફિલ્મ KILLમાં એક ટ્રેનની મુસાફરીમાં બનેલ ભયાનક ઘટનાઓ દર્શાવે છે. ફિલ્મની વાર્તા એક એવા કપલની છે જે એકબીજાને અનહદ પ્રેમ કરે છે. પછી ટ્રેનની મુસાફરી દરમિયાન કંઈક એવું બને છે જેના કારણે સંબંધો બગડે છે. એક ગેંગ આ ટ્રેન પર હુમલો કરે છે અને પોલીસકર્મીઓ સહિત ઘણા લોકોની હત્યા કરે છે. યુવતીને પણ મારવામાં આવે છે, ત્યારબાદ હુમલાખોરો તેનું અપહરણ કરીને તેને બીજી બોગીમાં લઈ જાય છે. આ પછી ક્રમ શરૂ થાય છે જેમાં તમે જોશો કે વહશિયતની તમામ મર્યાદાઓ પાર થતી જોવા મળે છે.
ટ્રેલર પર લોકોની પ્રતિક્રિયા કેવી છે?
જે છોકરાની ગર્લફ્રેન્ડ પર આ ગુંડાઓએ નજર બગાડી છે તે બીજું કોઈ નહીં પણ ભારતીય સેનાનો ખતરનાક પ્રશિક્ષિત સૈનિક છે. ફિલ્મનું ટ્રેલર જોયા બાદ એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું, "જ્યારે ટ્રેલર આટલું સારું હશે ત્યારે ફિલ્મ કેટલી ખતરનાક હશે." જ્યારે બીજાએ લખ્યું, "આ ફિલ્મ ભારતમાં R રેટેડ ફિલ્મોની નવી બેચનો ટ્રેન્ડ શરૂ કરી શકે છે જેમાં બકવાસ નહીં હોય. આ ફિલ્મની રાહ જોવામાં આવશે."
વધુ વાંચોઃ સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલના લગ્નમાં નહીં આવે સલમાન ખાન ? કયા સિતારા જશે જાણો
રાઘવને વિલન લુકમાં જોઈને ફેન્સ ચોંકી ગયા
કોઈએ આ ફિલ્મને અર્થહીન હિંસા દર્શાવતી ગણાવી છે તો કોઈએ લખ્યું છે કે રાઘવ વિલન બની ગયો છે. અદ્ભુત ફિલ્મના સંવાદો પણ વાર્તાને મજબૂત બનાવે છે. “તે રક્ષક નથી પણ રાક્ષસ છે” જેવા સંવાદો રોમાંચમાં વધારો કરે છે. એક પ્રેમકથાથી શરૂ થયેલી આ વાર્તામાં હીરો પાસે નિર્દયતાની તમામ હદો પાર કરવાનું કારણ છે અને તેની પાસે અદ્ભુત લડાઈ કુશળતા પણ છે. ફિલ્મને લઈને સારો એવો બઝ બનાવવાના પ્રયાસો થઈ રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.