આવતીકાલે રક્ષાબંધન નો પવિત્ર પર્વ છે, બહેનો ભાઈઓ માટે રાખડી અને મીઠાઈની ખરીદી કરી ભાઈને રાખડી બાંધવા જવાની તૈયારી કરી રહી છે. દૂર રહેતા ભાઈને રાખડી મોકલવા માટે છેલ્લી ઘડીએ કુરિયર કરવા માંગતી બહેનોને ગુજરાતના અનેક શહેરોમાં કડવા અનુભવોઓ થઇ રહ્યા છે.
છેલ્લા ત્રણ-ચાર દિવસથી મોટાભાગની કુરિયર કંપનીએ રાખડીનું બુકીંગ બંધ કરી દીધું છે. કોઈ ગમે તે કીંમતે રાખડી લઇ લેવા આગ્રહ કરે તો 8 થી 10 ગણી ગરજ ની કિંમત લઈને બહેનો ને એક રીતે લૂંટવામાં આવી રહી હોવાની ફરિયાદો ઉઠી રહી છે
કોઈ કારણોસર વહેલી રાખડી ભાઈઓને ન મોકલી શકનાર બહેનોએ છેલ્લા દિવસોમાં કુરિયર કંપનીમાં રાખડી આપવા ગઈ તો કુરિયરના ભાવ જાણીને આંચકો પામી હતી.
ગુજરાતમાં જ અમદાવાદથી રાજકોટ, ભાવનગર અને સુરત રાખડીના કુરિયર કરવાના 150થી 200 લેવામાં આવ્યા છે. રૂટિન બુકીંગ બંધ છે ફાસ્ટના નામે ગરજના ભાવ લેવામાં આવી રહ્યા છે. રાખડી સિવાયના કુરિયર હોય તો 50થી 75 અને રાખડીના કુરિયરના સામાન્ય દિવસોમાં 20 કે 30 લેવામાં આવતા હતા તે રક્ષાબંધન પર્વના ત્રણ-ચાર દિવસ પૂર્વે આઠથી દસ ટકા વધુ લેવામાં આવી રહ્યા છે.
હા ખરા રણમાં મીઠી વીરડીની જેમ કોઈ કુરિયર કંપનીએ રાખડીના બુકીંગમાં ડિસ્કાઉન્ટ આપ્યું છે પણ આવી જૂજ કંપનીઓ છે મોટાભાગની કુરિયર કંપનીઓએ છેલ્લા દિવસોમાં લૂંટ ચલાવી છે તેવી ફરિયાદો વધુ મળી રહી છે.