બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 02:05 PM, 11 August 2024
રક્ષાબંધનનો તહેવાર ભાઈ અને બહેન વચ્ચેના અતૂટ સંબંધનું પ્રતીક છે અને આ દિવસે બહેન પોતાના ભાઈના કાંડા પર રાખડી બાંધે છે. એ બાદ ભાઈઓ ભેટો આપવાની સાથે બહેનને જીવન પર તેની સુરક્ષા કરવાનું વચન આપે છે.
ADVERTISEMENT
આ વર્ષે રક્ષાબંધન 19મી ઓગસ્ટે છે અને એ દિવસે અનેક દુર્લભ સંયોગો પણ બની રહ્યા છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ દિવસ ખૂબ જ ખાસ રહેશે. ખાસ કરીને આ દિવસે રાશિ પ્રમાણે ભાઈને રાખડી બાંધવાથી લાભ થશે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે બહેનોએ રાશિ પ્રમાણે તેમના ભાઈના કાંડા પર કયા રંગની રાખડી બાંધવી જોઈએ.
ADVERTISEMENT
મેષ
મેષ રાશિના જાતકોને લાલ રંગની રાખડી બાંધવી શુભ માનવામાં આવે છે. આ રંગ મેષ રાશિની હિંમત અને ઉર્જા દર્શાવે છે અને તેમને આત્મવિશ્વાસ આપે છે.
વૃષભ
શુક્રની માલિકીની વૃષભ રાશીની વ્યક્તિને સફેદ કે ગુલાબી રંગની રાખડી બાંધવી શુભ માનવામાં આવે છે. આ રંગ તેમની શાંતિ અને ધૈર્ય વધારે છે અને તેમને માનસિક સ્થિરતા પ્રદાન કરે છે.
મિથુન
મિથુન રાશિના વ્યક્તિએ લીલા રંગની રાખડી બાંધવી જોઈએ. આ રંગ મિથુન રાશિના લોકોના મનને તેજ બનાવે છે અને તેમની વાતચીત કરવાની ક્ષમતાને વધારે છે.
કર્ક
ચંદ્રની માલિકીની કર્ક રાશિના વ્યક્તિએ સફેદ, ચાંદી અથવા વાદળી રંગની રાખડી બાંધવી જોઈએ. આ રંગ તેમની ભાવનાત્મક સ્થિરતા જાળવી રાખે છે અને તેમને આંતરિક શાંતિ પ્રદાન કરે છે.
સિંહ
સિંહ રાશિના વ્યક્તિઓને લાલ, કેસરી અથવા સોનેરી રંગની રાખડી બાંધવી શુભ માનવામાં આવે છે. આ રંગ તેમના આત્મસન્માન અને શક્તિમાં વધારો કરે છે અને તેમને પ્રેરણા પ્રદાન કરે છે.
કન્યા
કન્યા રાશિના વ્યક્તિઓને લીલા કે આછા પીળા રંગની રાખડી બાંધવી શુભ માનવામાં આવે છે. આ રંગ તેમની બૌદ્ધિક ક્ષમતામાં વધારો કરે છે અને જીવનમાં સ્થિરતા લાવે છે.
તુલા
તુલા રાશિના લોકોને ગુલાબી, સફેદ કે વાદળી રાખડી બાંધવી જોઈએ. સુંદરતા અને સંતુલનનું પ્રતિનિધિત્વ કરતા આ રંગો તુલા રાશિના લોકોને શાંતિ પ્રદાન કરે છે.
વૃશ્ચિક
વૃશ્ચિક રાશિની વ્યક્તિને લાલ કે મરૂન રંગની રાખડી બાંધવી જોઈએ. આ રંગ તેમની હિંમત અને ઉત્સાહ વધારે છે અને નકારાત્મકતાને દૂર કરવામાં પણ સફળ થાય છે.
ધનુ
ધનુ રાશિના વ્યક્તિએ પીળા કે કેસરી રંગની રાખડી બાંધવી જોઈએ. આ રંગ ધનુ રાશિના લોકોનો ઉત્સાહ અને આશાવાદ વધારે છે અને તેમને નવી ઊંચાઈ સુધી પહોંચવામાં મદદ કરે છે.
મકર
મકર રાશિના વ્યક્તિને કાળા, ભૂરા કે વાદળી રંગની રાખડી બાંધવી શુભ માનવામાં આવે છે. આ રંગ તેમની ધીરજ વધારે છે અને તેમને તેમના લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરે છે.
કુંભ
કુંભ રાશિના લોકોએ વાદળી રંગની રાખડી બાંધવી જોઈએ. આ રંગ તેમની સ્વતંત્રતા અને મૌલિકતાને પ્રોત્સાહન આપે છે અને તેમને નવીન વિચારોથી પ્રેરિત કરે છે.
મીન
મીન રાશિના વ્યક્તિ માટે પીળા કે આછા લીલા રંગની રાખડી બાંધવી શુભ હોય છે. આ રંગ તેમની સંવેદનશીલતા જાળવી રાખે છે અને તેમને માનસિક રીતે મજબૂત બનાવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
ગણપતિ બાપ્પા મોરિયા / વિસર્જન માટે આજે કયો સમય શ્રેષ્ઠ છે, જાણો શુભ મુહૂર્ત અને વિસર્જન માટેના નિયમો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સાંસદ સેક્સ સ્કેન્ડલ / લેડી બોસના સેક્સી કારનામા, ઓફિસના મર્દો સાથે બાંધ્યાં સંબંધો, ઓરલ કરાવ્યું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
સાંસદ સેક્સ સ્કેન્ડલ / લેડી બોસના સેક્સી કારનામા, ઓફિસના મર્દો સાથે બાંધ્યાં સંબંધો, ઓરલ કરાવ્યું
ADVERTISEMENT