બ્રેકિંગ ન્યુઝ
MayurN
Last Updated: 07:55 PM, 19 June 2022
ADVERTISEMENT
દયાબેનનો અભાવ શોમાં વર્તાય છે
ટીવી સિરિયલોમાં સૌથી વધુ પસંદ કરવામાં આવતો શો એટલે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' છેલ્લા 14 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહ્યું છે. આ શોમાં જોવા મળતા તમામ કલાકારો ખૂબ જ ખાસ છે. આ શોના કારણે તેની સ્ટારકાસ્ટે ઘર ઘરમાં અલગ ઓળખ મેળવી છે. જો કે લાંબા સમયથી ચાલતા આ શોમાં દયાબેનનો અભાવ બધાને દેખાઈ રહ્યો છે.
શોને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચાઓ
દયાબેનની વાપસીને લઈને અટકળો લગાવવામાં આવી રહી છે, ક્યારેક બીજી એક્ટ્રેસ આવવાની ચર્ચાઓ પણ થવા લાગી છે. તારક મહેતાના નિર્માતા અસિત મોદીએ કહ્યું હતું કે તેઓ એક નવા ચહેરાની શોધમાં છે. મેકર્સે હવે દયા બેનનું નામ જાહેર કરવું જોઈએ, કારણ કે દરરોજ આ કેરેક્ટર સાથે જોડાયેલી નવી-નવી અપડેટ સામે આવી રહી છે.
ADVERTISEMENT
રાખી દયાબેનનું પાત્ર નહીં ભજવે
તાજેતરમાં જ સમાચાર આવ્યા હતા કે, અભિનેત્રી રાખી વિજન તારક મહેતામાં દયાબેનના પાત્રમાં જોવા મળી શકે છે. દિશા વાકાણી પાંચ વર્ષ બાદ પડદા પર જોવા મળશે એ વાતથી ચાહકો પણ ખુશ થયા હતા, પરંતુ આ સમાચારને પણ અભિનેત્રીએ અફવા જણાવીને ફુલસ્ટોપ બનાવી દીધા હતા. હવે રાખી વિજને આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે. નવા દયાબેન વિશે ચાલી રહેલા સમાચારોથી ખુદ રાખી પણ આશ્ચર્યચકિત છે.
અભિનેત્રીએ સો.મીડિયા પર પોસ્ટ કરી
રાખીએ પોતાના સોશિયલ મીડિયા પેજ પર આવી અફવાઓને ખોટી ગણાવી હતી. રાખીએ દિશા અને પોતાની એક પોસ્ટ શેર કરી છે, જેમાં નીચે લખ્યું છે કે, શું રાખી વિજન 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં નવા દયાબેન તરીકે જોવા મળશે?' આ તસવીર શેર કરતા રાખીએ કેપ્શનમાં લખ્યું હતું કે, "બધાને નમસ્તે, આ સમાચાર એક અફવા છે, જેને જોઈને મને આશ્ચર્ય થયું છે. ચેનલ અથવા નિર્માતાઓ દ્વારા મારો કોઈ સંપર્ક કરવામાં આવ્યો નથી. "
દર્શકો નિરાશ થયા
હવે તેની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ફેન્સ કમેન્ટ કરી રહ્યા છે અને અલગ અલગ રિએક્શન આપી રહ્યા છે. આ સમાચાર આવતાની સાથે જ દર્શકો ઘણા નિરાશ થઈ ગયા છે. જણાવી દઈએ કે રાખી ટીવી શો 'હમ પાંચ'ની સ્વીટી તરીકે પણ ઓળખાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.