બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / વીડિયોઝ / Bollywood / બોલિવૂડ / સર્જરી બાદ રાખી સાવંતની હાલત દયનીય, ચાલવું મુશ્કેલ, હેરાન કરી દેશે નવો વીડિયો

બોલીવૂડ / સર્જરી બાદ રાખી સાવંતની હાલત દયનીય, ચાલવું મુશ્કેલ, હેરાન કરી દેશે નવો વીડિયો

Last Updated: 07:31 PM, 28 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હોસ્પિટલમાંથી રાખી સાવંતનો એક લેટેસ્ટ વીડિયો સામે આવ્યો છે, જેમાં અભિનેત્રી હોસ્પિટલ સ્ટાફની મદદથી ચાલતી જોઈ શકાય છે.

Rakhi Sawant Health Update: હોસ્પિટલમાંથી રાખી સાવંતનો એક લેટેસ્ટ વીડિયો સામે આવ્યો છે, જેમાં અભિનેત્રી હોસ્પિટલ સ્ટાફની મદદથી ચાલતી જોઈ શકાય છે. ઓપરેશન બાદ રાખી સાવંતને ઓળખવી મુશ્કેલ બની રહી છે.

રાખી સાવંતની તબિયતમાં હવે સુધારો થઈ રહ્યો છે. મંગળવારે સર્જરી પછી હોસ્પિટલના સ્ટાફના કોઈપણ સપોર્ટ વિના ચાલતી જોવા મળી હતી. અભિનેત્રીનો આ વીડિયો હોસ્પિટલમાંથી સામે આવ્યો છે જેમાં સર્જરી બાદ રાખી સાવંતને ઓળખવી મુશ્કેલ છે. તે હોસ્પિટલમાં દર્દીઓને આપવામાં આવેલ કપડા પહેરીને દર્દી તરીકે ઉભી છે. રાખી સાવંત કેટલી મુશ્કેલીમાં છે તેના ચહેરા પરથી સ્પષ્ટ જોઈ શકાય છે. રાખીના પૂર્વ પતિ રિતેશસિંહે આ વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં હોસ્પિટલનો સ્ટાફ તેની મદદ કરી રહ્યો છે.

કેવી છે રાખીની તબિયત?

રાખી સાવંતના ગર્ભાશયમાં ગાંઠ હતી જેના પછી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. હોસ્પિટલમાં દાખલ થયા બાદ તેનો વધુ એક વીડિયો સામે આવ્યો હતો જેમાં તે હોસ્પિટલના બેડ પર દર્દથી કણસતી જોવા મળી. તમને જણાવી દઈએ કે રાખી સાવંતના પેટમાં 10 સેમીની ગાંઠ હતી જેને ઓપરેશન દ્વારા દૂર કરવામાં આવી હતી. જ્યારે રાખીને પહેલીવાર હોસ્પિટલમાં એડમિટ કરવામાંઆવી ત્યારે મોટાભાગના લોકોને એવુ લાગ્યુ કે આ માત્ર પબ્લિસિટી સ્ટંટ છે.

વધુ વાંચોઃ અન્નૂ કપૂરની ફિલ્મ 'હમારે બારહ' પર ઉભો થયો વિવાદ, NCPનો વિરોધ, ફિલ્મ પર પ્રતિબંધની ઉઠી રહી માંગ

એડમિટ થયા પછી જણાવ્યુ

રાખી સાવંત સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ વિશે પોસ્ટ કરીને ફેન્સને માહિતગાર કરતી રહે છે. દાખલ થયા પછી તેણે એક નિવેદનમાં તેના ચાહકોને તેના સ્વાસ્થ્ય વિશે જાણ કરી હતી અને એમ પણ કહ્યું હતું કે તેના ભૂતપૂર્વ પતિ રિતેશ તેના ચાહકોને અભિનેત્રી વિશે અપડેટ્સ આપતા રહેશે. રાખી સાવંત ઘણા રિયાલિટી શોનો હિસ્સો રહી ચુકી છે અને તેણે સિનેમા જગતમાં પણ લાંબા સમયથી કામ કર્યું છે.

સંકળાયેલા મુદ્દાઓ

Rakhi sawant news Rakhi Sawant Health Update રાખી સાવંત હેલ્થ અપડેટ
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ