લગ્નની તારીખ જાહેર કર્યાના 7 દિવસ બાદ રાખી દીપક સાથે તોડ્યો સંબંધ, કહ્યું...

By : krupamehta 12:26 PM, 06 December 2018 | Updated : 12:26 PM, 06 December 2018
વિવાદોમાં રહેતી રાખી સાવંતે તાજેતરમાં દીપક કલાકની સાથે લગ્નની તારીખ જાહેર કરીને સોશિયલ મીડિયા પર સનસની મચાવી દીધી હતી. રાખી સાવંતે સોશિયલ મીડિયા પર લગ્નનું કાર્ડ શેર પણ કર્યું હતું અને પ્રેસ કોન્ફરન્સ કરીને દીપક સાથે રૂબરૂ પણ થઇ હતી. દીપક કલાક સાથે લગ્નની તારીખ જાહેર કર્યાના થોડા દિવસો બાદ જ રાખી સાવંતે સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં રાખી દીપક કલાલ પર આરોપ લગાવી રહી છે. 

આ વીડિયોમાં રાખી સાવંતે ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. રાખી નવો વીડિયોમાં ખુલ્લેઆમ દીપક અને પોતાના સંબંધ પર પ્રશ્નો ઊઠાવી રહી છે. એની સાથે જ કહી રહી છે કે એ એને બ્લોક કરી દેશે. વીડિયોમાં રાખીએ કહ્યું, 'મને માફ કરજે દીપક મારો પરિવાર મારાથી ખૂબ નારાજ છે. જે પણ થયું એ એમને બિલકુલ પસંદ નથી. 14-15 વર્ષથી હું ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં છું. મે ખૂબ મહેનત કરી છે, હું આ પ્રકારની કોઇ પણ ગંદી ચીજ કરવા ઇચ્છતી નથી. '

રાખી આગળ કહી રહી છે કે, હું મારા પૂરા પરિવારને સંભાળી રહી છું એટલા માટે મને આ ગંદી પબ્લિસિટી બિલકુલ જોઇતી નથી. જે પણ થયું એ ભૂલી જા, લોકો મને ગાળો આપે છે. મે આ વાતો ક્યારેય કરી નથી. હું ખૂબ સીધી સાદી અને ભગવાનને માનનારી છોકરી છું. મને ખોટું બોલવું પસંદ નથી, તારા ચક્કરમાં આવીને મે ખોટું કહ્યું છે. રાખી સાવંતના આ વીડિયો બાદ યૂઝર્સ ખરાબ કમેન્ટ્સ કરી રહ્યા છે. આ સાથે જ રાખી સાવંત આ વીડિયોને પણ પબ્લિસિટી સ્ટંટ કહી રહ્યા છે. 

તમને જણાવી દઇએ કે રાખી સાવંત અને દીપક કલાલે પોતાના લગ્નનું કાર્ડ સોશિયલ મીડિયા પર શેર કરતાં જણાવ્યું કે બંને લોસ એન્જલેસમાં 31 ડિસેમ્બરે લગ્ન કરવા જઇ રહ્યા છે. આ જાહેરાત બાદ બંનેએ પ્રેસ કોન્ફરન્સ પણ કરી. આ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન બંને એકબીજાને ગાળાગાળી કરતા નજરે જોવા પડ્યા. બંનેએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ખૂબ હાઇવોલ્ટેજ ડ્રામા કર્યો. 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Please everyone have to come shadi ke leeye don’t bring anye gifts 🎁 please

A post shared by Rakhi Sawant (@rakhisawant2511) on


પ્રેસ કોન્ફરસમાં દીપકે કહ્યું- જલ્દીથી અમે એક ડોલ બનાવવાના છીએ સિલિકોન ડોલ...એ ડોલનું નામ હશે રાખી સાવંત...રાખી સાવંત ડોલ એક એવી ડોલ હશે જે યુવા છોકરાઓ માટે કારગર હશે. ત્યારબાદ સમાજમાં ક્યારેય બળત્કાર થશે નહીં. ...એનાથી સમાજમાં થઇ રહેલા ખરાબ કામો પર રોક લાગશે. આ બલિદાન મારી રાખી કરશે. Recent Story

Popular Story