બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજકોટ ગેમઝોન આગમાં મૃતકોના DNA સેમ્પલ ટેસ્ટ માટે ગાંધીનગર મોકલાયા, 48 કલાક બાદ આવશે રિપોર્ટ

logo

રાજકોટની ઘટના બાદ મોરબી અને જુનાગઢમાં તંત્રની કાર્યવાહી, ગેમિંગ ઝોન બંધ કરવાના આદેશ

logo

દિલ્હીની ચિલ્ડ્રન હોસ્પિટલમાં ‘અગ્નિકાંડ’, 6 નવજાત બાળકોના મોત, 5ની હાલત ગંભીર

logo

રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં 33 હોમાયા, મૃત્યુઆંક વધવાની શક્યતા

logo

રાજકોટમાં ગેમઝોનમાં આગ દુર્ઘટના: ક્રાઇમ બ્રાંચે ચાર લોકોની કરી ધરપકડ, ગેમઝોનના માલિક યુવરાજસિંહ સોલંકીની ધરપકડ, ગેમઝોનના પાર્ટનર પ્રકાશ જૈનની ધરપકડ,

logo

રાજકોટમાં ગેમઝોન આગ દુર્ઘટના મામલો, સીએમના આદેશ બાદ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી રાજકોટ જવા રવાના

logo

રાજકોટમાં TRP ગેમઝોન આગ કેસ: રાહુલ ગાંધીએ રાજકોટની ઘટના પર વ્યક્ત કર્યુ દુઃખ

logo

અમદાવાદમાં ગેમ ઝોન કરાયા બંધ, સિંધુભવન પર ફનબ્લાસ્ટમાં ચેકિંગ

logo

રાજકોટમાં ગેમઝોન આગ દુર્ઘટના અંગે PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યુ

logo

રાજકોટમાં આગની દુર્ઘટના: CM ભૂપેન્દ્ર પટેલે દુખ વ્યક્ત કર્યું, SITનું ગઠન, મૃતકોને 4 લાખની સહાય, ઘાયલોને 50 હજારની મદદ કરશે ગુજરાત સરકાર

VTV / rakesh-tikait-warning-will-tell-what-treatment-delhi-has-to-do-next

ખેડૂત આંદોલન / રાકેશ ટિકૈત ફરી સક્રિય : કહ્યું, કોરોનાના નિયમો પૂર્ણ થાય એટલી વાર છે, પછી દેશભરમાં...

Hiralal

Last Updated: 09:50 PM, 26 June 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ખેડૂત નેતા રાકેશ ટિકૈતે કેન્દ્ર સરકારને ધમકી આપતા જણાવ્યું કે એક વાર કોરોનાના નિયમો પૂરા થાય પછી દેશભરમાં આંદોલન ઉગ્ર બનાવીશું.

  • આજે ખેડૂત આંદોલનને પૂરા થયા સાત મહિના
  • ખેડૂત નેતા રાકેશ ટિકેતે કેન્દ્ર સરકારને આપી ધમકી
  • કોરોનાના નિયમો પૂરા થાય એટલી જ વાર
  • પછી દેશભરમાં આંદોલન ઉગ્ર બનાવીશું

આવતા મહિને  2 મોટી ટ્રેક્ટર રેલીઓનું આયોજન

આજે 26 જુને દિલ્હી બોર્ડર પર ખેડૂત આંદોલનને પ્રદર્શન કર્યાંને 7 મહિના પુરા થયા છે. આ પ્રસંગે ખેડૂતોએ દેશભરના રાજભવનોની બહાર પ્રદર્શન કર્યું. ટિકેતે કહ્યું કે આવતા મહિને આવી 2 મોટી ટ્રેક્ટર રેલીઓનું આયોજન કરવામાં આવશે. 

તેમણે કહ્યું કે 9 અને 24 જુલાાીએ ટ્રેક્ટર રેલીઓનું આયોજન કરવામાં આવશે. આજની બેઠકમાં અમે આંદોલનનો વ્યાપ વધારવાનો નિર્ણય કર્યો છે.  અમે 2 રેલીઓના આયોજનનો નિર્ણય કર્યો છે. 9 જુનની રેલીમાં શામલી અને બાગપતના લોકો હાજર રહેશે. આ રેલી 10 જુલાઈએ સિંધુ બોર્ડર પર પહોંચશે. 

ખેડૂત આંદોલનને હવે સાત મહિના પૂરા થયા

ખેડૂત આંદોલનને હવે સાત મહિના પૂરા થઈ ચુક્યા છે અને આ આંદોલન હજુ પણ યથાવત છે. હવે સંયુક્ત કિસાન મોર્ચા દ્વારા સમગ્ર દેશમાં રાજભવન માર્ચનું એલાન કરવામાં આવ્યું છે. જેમા તેઓ રાષ્ટ્રપતિને તેમજ બધા રાજ્યપાલો અને ઉપરાજ્યપાલોને મેમોરેન્ડમ આપવાના છે. ખેડૂતોએ આ વિરોધ પ્રદર્શનનું નામ "ખેતી બચાવો લોકતંત્ર બચાઓ" રાખ્યું છે. આ વિરોધ પ્રદર્શન દેશમાં આપાતકાલ લાગૂ થયો તેના 46 વર્ષ બાદ તેજ દિવસે કરવામાં આવશે. ખેડૂતોના નેતા યુદ્ધવીર સિહ દિલ્હીમાં ઉપરાજ્યપાલના ઘરે 8 થી 10 લોકો સાથે પહોચ્યા હતા. પોલીસે તેમને રાજભવનમાં ન જવા દીધા અને તેમની સાથે લઈ ગયા. સાથેજ પોલીસે  ઉપરાજ્યપાલના ઘરની બહાર પણ કિલ્લાબંઘી કરી દીધી હતી. 

ટ્રેકટરો રોકવા ટ્રક અને ડમ્પરો મુકાયા 

ઉપરાજ્યપાલના ઘરે જવા વાળા બધાજ રસ્તા પર ભારે સંખ્યામાં પોલીસે કાફલો ગોઠવી દીધો છે. જેમા તેમણે કાંટાળા તાર અને બેરિકેટીંગ પણ ગોઠવી દીધા છે. ટ્રેકટરોને રોકવા માટે રસ્તા પર ટ્રક અને ડમ્પરો મુકી દેવામાં આવ્યા છે. પરંતુ આ મામલે રાકેશ ટિકૈતે એવું કહ્યું છે કે તેઓ દિલ્હી એલજીના આવાસ સ્થાન પર ટ્રેકટર લઈને નથી જવાના. સાથેજ તેમણે કહ્યું કે દિલ્હીના ઉપરાજ્યપાલ અનિલ બૈજલે ખેડૂત નેતાઓને મળવાનો સમય પણ આપ્યો છે. 

પંચકુલામાં ખેડૂતોએ બેરિકેડ્સ ઉખાડ્યા 

વિરોધ પ્રદર્શનમાં આ વખતે ફરી હિંસા જોવા મળી છે. હરિયાણાના પંચકૂલામાં પોલીસ અને કેડૂતો વચ્ચે ઝપાઝપી થઈ છે. ખેડૂતો હરિયાણાના રાજ્યપાલને મેમોરેન્ડમ આપવા જઈ રહ્યા હતા. તે વખતે રસ્તામાં પંચકૂલામાં પોલીસે તેમને રોક્યા. જેના કારણે રોષે ભરાયેલા ખેડૂતોએ બેરિકેડ્સ ફેકીને આગળ વધ્યા હતા. 

સાત મહિનાથી ખેડૂતો ધરણા પર 

રાકેશ ટિકૈતે ઉત્તરપ્રદેશ ગેટ પર જે ખેડૂતો પ્રદર્શન કરી રહ્યા છે. તેમને સંબોધીને કહ્યું ત્યા ખેડૂતો સાત મહિનાથી ધરણા પર બેઠા છે. તેમજ ગાજિયાબાદથી દિલ્લી જવા વાળા રાષ્ટ્રીય રાજમાર્ગના એક હિસ્સાને બંધ કરી દેવામાં આવ્યો છે.

સંકળાયેલા મુદ્દાઓ

farmer Protest rakesh tikait vtv india news ખેડૂત આંદોલન રાકેશ ટિકૈત વીટીવી ન્યૂઝ ઈન્ડીયા rakesh tikait
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ