rakesh tikait tears Game change ghaziabad farmer protest
ખેડૂત આંદોલન સમેટાયું /
26 જાન્યુઆરીની ઘટના બાદ ખેડૂતોનું મનોબળ તૂટતા રાકેશ ટિકેતે એવું કર્યું કે ખેડૂત આંદોલનમાં ફૂંકાયા હતા નવા પ્રાણ
Team VTV04:34 PM, 09 Dec 21
| Updated: 04:36 PM, 09 Dec 21
ત્રણેય કૃષિ કાયદાઓના વિરોધમાં ગાઝિયાબાદના ઉત્તરપ્રદેશ ગેટ પર એક વર્ષથી ચાલી રહેલા ખેડૂત આંદોલનની સફળતાના ત્રણ મહત્વના મંત્ર રહ્યા.
ખેડૂતોએ આંદોલન સમેટવાનો નિર્ણય લીધો
ટિકેતના આંસુઓથી ખેડૂત આંદોલનને મળ્યું હતું નવું જીવન
ખેડૂત આંદોલનની સફળતાના ત્રણ મહત્વના મંત્ર રહ્યા
હવે દેશમાં ખેડૂત આંદોલનનો અંત આવતો નજરે આવી રહ્યો છે. MSP ઉપર સમિતિ બનાવવા સહમતિ અને ખેડૂતો ઉપર થયેલા કેસ પાછા ખેંચવાની સરકારે તૈયારી દર્શાવી છે. જ્યારબાદ ખેડૂતોએ આંદોલન સમેટવાનો નિર્ણય લીધો છે. ખેડૂતો 11 ડિસેમ્બરથી પોતાના ઘરે પરત ફરશે. સિંઘુ બોર્ડરે સંયુક્ત કિસાન મોરચાની બેઠકમાં નિર્ણય લેવાયો છે. હાલ ખેડૂતોએ ટેન્ટ હટાવવાના શરૂ કર્યા છે. ત્યારે આ આંદોલન પર કેટલાક મહત્વના મુદ્દા છે, જેના કારણે આ ખેડૂતોનું આંદોલન સફળ નિવડ્યું. કૃષિ કાયદા બન્યા બાદ ખેડૂતો ગુસ્સો ભરાયા તો તેમણે ગાઝીપુર બોર્ડર પર આવીને દિલ્હીને ઘેરી લીધું. 26 જાન્યુઆરી બાદ વિખેરાતા આંદોલનને સંજીવની પણ ગાઝીપુર બોર્ડરથી જ મળી.
ટિકેતના આંસુઓથી ખેડૂત આંદોલનને મળ્યું હતું નવું જીવન
લાલ કિલ્લા પર ધાર્મિક ધ્વજ ફરકાવ્યા બાદ 28 જાન્યુઆરીએ પોલીસે ધરણા ખતમ કરવાની તૈયારી કરી લીધી હતી, પરંતુ ગાઝીપુર બોર્ડર પર બેઠેલા રાકેશ ટિકૈતે પંચાયત અને પોલીસ તરફ ધરપકડ કરવાના પ્રયાસ કરવા પર તેમની આંખોથી આંસૂ છલકાઈ આવ્યા હતા. આ આંસુઓએ ખેડૂતોના ગુસ્સાને વધુ ભડકાવી દીધો અને તંબૂ છોડીને ગયેલા ખેડૂત રાતોરાત ફરીથી ગાઝીપુર બોર્ડર પર પરત આવ્યા. તેનું પરિણામ છે કે આંદોલન ન માત્ર ફરીઝી જીવત થયું, પરંતુ સરકારે પીછે હઠ કરી લીધી. ખેડૂત આંદોલનની સફળતામાં ગાઝિયાબાદ-દિલ્હીના ગાઝીપુર બોર્ડરની ભૂમિકા મહત્વની રહી.
યૂપી બોર્ડર પર 28 નવેમ્બરે ધામા નાખ્યા
સિઘુ બોર્ડર પર 26 નવેમ્બર 2020એ ખેડૂતોએ આંદોલન શરૂ કર્યું હતું. ભાકિયૂના અધ્યક્ષ નરેશ ટિકેત, રાષ્ટ્રિય પ્રવક્તા રાકેશ ટિકેત અને યુવા અધ્યક્ષ ગૌરવ ટિકેતે નેતૃત્વમાં એક દિવસ બાદ 27 નવેમ્બરે ખેડૂતોનો કાફલો મોદીનગર પહોંચ્યો હતો. 28 નવેમ્બર સવારે ખેડૂતોએ યૂપી ગેટ(ગાઝીપુર બોર્ડર) પર ધામા નાખ્યા હતા. 550થી વધુ ટ્રેક્ટર-ટ્રોલિયો સાથે દિલ્હી તરફ કૂચ કરી રહેલા પશ્ચિમ ઉત્તરપ્રદેશના ખેડૂતોએ દિલ્હી જવાનું એલાન કર્યું તો અધિકારીઓની ચિંતા વધી ગઇ હતી.
26 જાન્યુઆરી ગણતંતર દિવસની ઘટનાથી ખેડૂતોનું મનોબળ તૂટ્યું હતું
26 જાન્યુઆરીએ ખેડૂતોએ 500થી વધુ ટ્રેક્ટરોની સાથે દિલ્હીમાં માર્ચ કરી. જેનું નેતૃત્વ રાકેશ ટિકેત કરી રહ્યા હતા. પરંતુ લાલકિલ્લાના પ્રાચીર પર એક ઘટનાએ લોકોને ખેડૂતો વિરૂદ્ધ કરી દીધા. ખેડૂતોનું મનોબળ તૂટી ગયું અને આંદોલનમાં તંબૂ ખાલી થવા લાગ્યા હતા. આંદોલનના ઇતિહાસમાં સરદાર વીએમસિંહ પણ કેટલાક આરોપો લગાવીને ઘરે ચાલ્યા ગયા. ત્યારે, પોલીસ તંત્રએ રસ્તો ખાલી કરાવવા માટે 1500 સુરક્ષા દળો સાથે યુપી ગેટ પર માર્ચ કરી માહોલ ગરમાવ્યો. 27 જાન્યુઆરીના દિવસે ખેડૂતો માટે કાળી રાત જેવો વિત્યો.
સૌથી મહત્વનો હતો 28 જાન્યુઆરીનો દિવસ
28 જાન્યુઆરીનો દિવસ ખેડૂત આંદોલન અને આગેવાની કરી રહેલા રાકેશ ટિકેત માટે ઘણો જ મહત્વપૂર્ણ હતો. સાંજે અંદાજિત 7:30 વાગ્યે પોલીસ ફોર્સ કાર્યવાહી માટે તૈયાર હતી, પરંતુ રાકેશ ટિકેતના આંસૂ છલકી આવ્યા. આ ક્ષણ ખેડૂત આંદોલનને નવું જીવનદાન આપવાનો ટર્નિંગ પોઇન્ટ બની ગઈ. આ સમાચારથી દેશનો માહોલ બદલાઈ ગયો અને યૂપી ગેટ પર ફરીથી લોકો ઉમટવા લાગ્યા. 26 નવેમ્બરે ખેડૂત આંદોલનને એક વર્ષ પૂર્ણ થયું. આંદોલનમાં 11-11 ખેડૂતો 2.5 મહિના સુધી ભૂખ હડતાળ કરી. નેતા અને અભિનેતાઓને પણ ખેડૂતોનુ સમર્થન મળ્યું. પંજાબ, ઉત્તરાખંડ અને પશ્ચિમ બંગાળના નેતા પણ યુપી ગેટ પહોંચ્યા હતા. આંદોલનનો આ સમય હતો કે ખેડૂતોને નવા વર્ષ, વૈશાખી, હોળી, ગુરૂ પર્વ, રક્ષાબંધ, ભાઈ-બીજ અને દિવાળી પણ આંદોલન સ્થળે જ મનાવી.
નવા કૃષિ કાયદાનો ઘટનાક્રમ
વર્ષ 2020
14 સપ્ટેમ્બર : સંસદ માં ત્રણ નવા કૃષિ બિલ લવાયા
17 સપ્ટેમ્બર : સંસદમાં કાયદો પસાર, બહુમતિએ કાયદો થયો પસાર
3 નવેમ્બર - દેશવ્યાપી માર્ગ નાકાબંધીનું એલાન, ખેડૂતોએ આપ્યુ હતું એલાન
26 નવેમ્બર - દિલ્લી સીમાઓ ખેડૂતો આવવાના થયા શરૂ, પંજાબ, હરિયાણા અને દેશભરમાંથી આવ્યા ખેડૂતો
1 ડિસેમ્બર - સરકારે નવા કૃષિ કાયદા પર ચર્ચા કરવા બનાવી કમિટિ, ખેડૂતોને ચર્ચા કરવા આપ્યું આમંત્રણ