બ્રેકિંગ ન્યુઝ
VTV / Rakesh Tikait detained by Delhi police, returns without participating in Jantar Mantar protest
Hiralal
Last Updated: 04:13 PM, 21 August 2022
ADVERTISEMENT
રાજધાની દિલ્હીમાં બેરોજગારીના વિરોધમાં કિસાન મોરચા દ્વારા મોટાપાયે દેખાવનું આયોજન કરવામાં આવ્યું હતું. ખેડૂત નેતા રાકેશ ટીકૈતને પણ તેમાં ભાગ લેવાનું આમંત્રણ આપવામાં આવ્યું હતું જે અનુસાર તેઓ ભાગ લેવા દિલ્હી આવ્યાં ત્યારે પોલીસે તેમને અટકાયત કરીને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. દિલ્હી પોલીસે એવું જણાવ્યું કે રાકેશ ટીકૈતને ગાઝીપુર બોર્ડર પર રોકી દેવાયા હતા અને તેમને પાછા જવાની વિનંતી કરવામાં આવી હતી.
सरकार के इशारे पर काम कर रही दिल्ली पुलिस किसानों की आवाज को नहीं दबा सकती। यह गिरफ्तारी एक नई क्रांति लेकर आएगी।
— Rakesh Tikait (@RakeshTikaitBKU) August 21, 2022
यह संघर्ष अंतिम सांस तक जारी रहेगा।#ना रुकेंगे #ना थकेंगे #ना झुकेंगे।@CPDelhi@ani@PTI_News pic.twitter.com/gw4WnFkZHM
ADVERTISEMENT
પોલીસ ખેડૂતોનો અવાજ નહીં દબાવી શકે- રાકેશ ટીકૈત
રાકેશ ટીકૈતે ટ્વિટ કરીને જણાવ્યું કે સરકારના ઈશારે કામ કરી રહેલી દિલ્હી પોલીસ ખેડૂતોનો અવાજ ન દબાવી શકે. આ ધરપકડ એક ક્રાંતિ લઈને આવશે. આ સંઘર્ષ અંતિમ શ્વાસ સુધી ચાલુ રહેશે. ના અટકીશું, ના થાકીશું, ના ઝૂકીશું.
જંતર મંતર પર બેરોજગારી અને મોંઘવારીના વિરોધમાં દેખાવ
કિસાન મોરચા દ્વારા દિલ્હીના જંતર મંતર પર બેરોજગારી અને મોંઘવારીના વિરોધમાં દેખાવ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.
દિલ્હી સરકારના મંત્રીએ ટીકા કરી
દિલ્હી સરકારના મંત્રી ગોપાલ રાયે ટીકૈતની નજરબંધીની ટીકા કરી હતી. તેમણે ટ્વિટ કરીને જણાવ્યું કે ખેડૂત નેતા રાકેશ ટીકૈત બેરોજગારી આંદોલનમાં જઈ રહ્યાં હતા ત્યારે પોલીસે તેમની નજરબંધી કરી. આ ઘણું ટીકાપાત્ર છે.
रोजगार आंदोलन, जंतर मंतर पर आ रहे किसान नेता राकेश टिकैत को पुलिस ने बॉर्डर पर ही रोका।
— Gopal Rai (@AapKaGopalRai) August 21, 2022
यह बहुत ही निंदनीय है। pic.twitter.com/dG9VbyUuiC
આવતીકાલે કિસાન મોરચાનું બેરોજગારી આંદોલન
ઉલ્લેખનીય છે કે આવતીકાલે કિસાન મોરચાનું બેરોજગારીની સામે મોટું આંદોલન થવાનું છે જેમાં ભાગ લેવા ટીકૈત આવ્યાં હતા પરંતુ તે પહેલા તો પોલીસે તેમની અટકાયત કરીને તેમને પાછા જવાની અપીલ કરી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.