કોર્પોરેટ ટેક્સ / આ બિલની મંજૂરી મળતાં જ મોદી સરકાર કંપનીઓને આપશે મોટી ભેટ

Rajya Sabha passes Taxation Laws Amendment Bill

ઉત્પાદન સેકટરમાં નવી સામેલ થનાર કંપનીઓ માટે સારા સમાચાર છે. સંસદ દ્વારા કરવેરા કાયદા સુધારણા બિલ 2019ને મંજૂરી આપી દેવામાં આવી છે. આ બિલમાં 1 ઓક્ટોબર, 2019 પછી ઉત્પાદન સેકટરમાં આવનાર અને 2023 સુધીમાં ઉત્પાદન કામ શરૂ કરનાર કંપનીઓને 15 ટકાના ઘટાડેલા દરથી ટેક્સ આપવાની જોગવાઇ કરવામાં આવી છે. જો કે સોફ્ટવેર ડેવલપમેન્ટ, માઇનિંગ કંપની અને પુસ્તક પ્રિન્ટિંગનું કામ ઉત્પાદન સેકટરમાં ઘટાડેલા ટેક્સને પાત્ર ગણાશે નહીં. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ