બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:55 PM, 18 July 2024
MP Ramji Gautam : મહારાષ્ટ્ર કારોબારીની બેઠકમાં બહુજન સમાજ પાર્ટી (BSP)ના સાંસદને થપ્પડ મારવાનો મામલો સામે આવ્યો છે. મહિલા કાર્યકર્તાએ બેઠકની વચ્ચે જ બસપા સાંસદ રામજી ગૌતમને થપ્પડ મારી દીધી હતી. આ ઘટના બુધવારે દાદરમાં બની હતી. બહુજન સમાજ પાર્ટીના રાજ્યસભા સાંસદ રામજી ગૌતમને મહારાષ્ટ્ર કારોબારીની બેઠકમાં મંચ પર એક મહિલા કાર્યકર દ્વારા થપ્પડ મારવામાં આવી હતી. સાંસદને થપ્પડ મારનાર મહિલા કાર્યકર્તાનું નામ નીમા મોહરકર છે જે ભંડારાની રહેવાસી છે. તેની સામે FIR નોંધવામાં આવી છે. આ ઉપરાંત તેમને પાર્ટીમાંથી પણ હાંકી કાઢવામાં આવ્યા છે.
ADVERTISEMENT
BSPના રાજ્યસભા સાંસદ રામજી ગૌતમને મહારાષ્ટ્ર કારોબારીની બેઠકમાં મંચ પર એક મહિલા કાર્યકર દ્વારા થપ્પડ મારવામાં આવી #maharashtra #ViralVideo #Ramjigautam
— Priykant Journalist (@Priykantnews) July 18, 2024
Video : Social Media (AWAAZ INDIA) pic.twitter.com/8N08pIOlp5
એવું કહેવામાં આવી રહ્યું છે કે, તાજેતરમાં યોજાયેલી સંસદીય ચૂંટણીમાં તેમને ભંડારા-ગોંદિયાથી ટિકિટ ન આપવાને કારણે તે નારાજ હતી. વાસ્તવમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે, તાજેતરમાં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં ટિકિટ વહેંચણીના કારણે કાર્યકરો તેમનાથી ખૂબ નારાજ છે. આ દરમિયાન મહારાષ્ટ્ર પ્રદેશ અધ્યક્ષ સુનીલ ડોંગરેને હટાવવાના નારા લગાવવામાં આવ્યા હતા. આ ઘટનાના વીડિયોમાં જોઈ શકાય છે કે સભા દરમિયાન કાર્યકરો એક પછી એક સાંસદ અને સ્ટેજ પર અન્ય મહાનુભાવોને મળી રહ્યા છે. આ દરમિયાન આ મહિલા કાર્યકર્તા પણ સ્ટેજ પર પહોંચી ગઈ અને અચાનક સાંસદને થપ્પડ મારી દીધી. આ ઘટનાથી સૌ કોઈ ચોંકી ગયા હતા. આ મામલે હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી.
ADVERTISEMENT
કોણ છે રામજી ગૌતમ?
રામજી ગૌતમ ઉત્તર પ્રદેશના લખીમપુર (ખેરી)ના રહેવાસી છે. તેઓ 1980ની આસપાસ બસપામાં જોડાયા હતા. પાર્ટીએ તેમને બાંદાના સંયોજક બનાવ્યા. બાદમાં અનેક જિલ્લાઓની જવાબદારી પણ સોંપવામાં આવી હતી. તેમને 2018માં પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.