બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયાની PM મોદીને અનોખી ભેટ, હીરાથી બનેલો 'નવભારત રત્ન' અર્પણ કરાયો

ગિફ્ટ / રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયાની PM મોદીને અનોખી ભેટ, હીરાથી બનેલો 'નવભારત રત્ન' અર્પણ કરાયો

Last Updated: 07:11 PM, 4 December 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડાયમંડ 'કિંગ' અને રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ‘નવભારત રત્ન’ હીરો અર્પણ કર્યો છે

હંમેશા સેવાકીય અને સમાજલક્ષી પ્રવૃત્તિઓમાં અગ્રેસર અને પ્રયત્નશીલ એવા સુરતના જાણીતા ઉદ્યોગપતિ અને ડાયમંડ કિંગ તેમજ રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયાએ પ્રધાનમંત્રી મોદીને ડાયમંડનું નવભારત રત્ન અર્પણ કર્યું છે.

1

PM મોદીને નવભારત રત્નની અપાઈ ભેટ

રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ‘નવભારત રત્ન’ હીરો અર્પણ કર્યો છે. કુદરતી હીરાનું ઉત્પાદન અને નિકાસ કરતી કંપની શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ્સના સ્થાપક અને ચેરમેન ગોવિંદ ધોળકિયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અનોખા હીરાની ભેટ આપી છે. ભારતના નકશાના આકારમાં તૈયાર કરાયેલા આ કુદરતી હીરાનું નામ નવભારત રત્ન અપાયું છે. 2.120 કેરેટના કુદરતી હીરાને ભારતના નકશાનો આકાર આપવા માટે 62 કલાક જેટલો સમય લાગ્યો છે. કારીગરોએ સતત 62 કલાક સુધી ઝીણવટભર્યું કામ કરીને હીરાને તૈયાર કર્યો છે.

PROMOTIONAL 12

આ પણ વાંચો: હીરા ઉદ્યોગ માટે કેન્દ્ર સરકારનો મહત્વનો નિર્ણય, વિદેશી ડાયમંડ કંપનીઓ ભારતમાં કરી શકશે બિઝનેસ

ગોવિંદ ધોળકિયા કોણ છે?

ગોવિંદ ધોળકિયાનો જન્મ દૂધાળા ગામમાં 7 નવેમ્બર 1947ના રોજ થયો હતો. હીરાના પ્રતિષ્ઠિત કારોબારી છે તેમજ નોકરી છોડીને હીરાનો વ્યવસાય શરૂ કર્યો હતો. વેપાર કરવા માટે 410 રૂપિયા ઉધાર લીધા હતા. હાલ 4800 કરોડની નેટવર્થ છે તેમજ લોકો વચ્ચે કાકા તરીકે ઓળખાય છે. 1964માં સુરતમાં કારકિર્દીની શરૂઆત કરી અને શરૂઆતમાં હીરા કાપવાનું અને પોલિશિંગનું કામ કરતા હતાં. બે મિત્રો સાથે મળીને સ્વતંત્ર રીતે કામ કરવાનું નક્કી કર્યું અને શ્રીરામકૃષ્ણ એક્સપોર્ટ કંપની બનાવી. રફ હીરાના વેપારી હીરાભાઈ વાડીવાલા સાથે વેપાર શરૂ કર્યો હતો. પોલીશ કર્યા બાદ રફ હીરાનું વજન 34 ટકા સુધી કરી બતાવ્યું તેમજ હીરાના વેપારમાં ઝંપલાવ્યા બાદ પાછું વાળીને જોયું નથી. જેઓ વર્તમાનમાં રાજ્યસભાના સાંસદ છે

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Navbharat Ratna MP Govind Dholakia Diamond King Govind Dholakia
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ