રાજ્યસભાની 57 સીટો માટે થનારી ચૂંટણીમાં ભાજપ પોતાની જીત વાળી સીટોમાં લગભગ અડધી સીટો પર નવા ચહેરાઓને જગ્યા આપી શકે છે.
રાજ્યસભાની ચૂંટણી માટે ભાજપની જોરશોરથી તૈયારી
અડધાથી વધારે સીટો પર ઉમેદવારો બદલવાના મૂડમાં છે ભાજપ
આ નેતાઓને રિપીટ કરી શકે છે BJP
રાજ્યસભાની 57 સીટો માટે થનારી ચૂંટણીમાં ભાજપ પોતાની જીત વાળી સીટોમાં લગભગ અડધી સીટો પર નવા ચહેરાઓને જગ્યા આપી શકે છે. ભાજપના 25 સાંસદો રિટાયર થઈ રહ્યા છે, જ્યારે લગભગ 22 સીટો જીતી શકે છે. પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વ અલગ અલગ રાજ્યોના સાથે ઉમેદવારોને લઈને ચર્ચા કરી ચુક્યા છે. તે એક બે દિવસમાં પોતાના ઉમેદવારોની જાહેરાત પણ કરી દેશે. ઉમેદવારી પત્ર ભરવાની અંતિમ તારીખ 31 મે છે.
આ નેતાઓને રિપીટ કરી શકે છે
રાજ્યસભાની સીટો માટે 10 જૂનના રોજ મતદાન થશે. અલગ અલગ રાજ્યોની વિધાનસભાની પાર્ટી સ્થિતિ જોતા ભાજપ મધ્ય પ્રદેશ, કર્ણાટક, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઝારખંડ, બિહાર, હરિયાણા, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશમાં સીટ જીતવાની સ્થિતિમાં છે. જે મુખ્ય નેતાઓનો કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે, તેમાં રાજ્યસભાના નેતા સદન કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલ, કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવી તથા કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણનો સમાવેશ થાય છે. આ તમામને ફરીથી રાજ્યસભામાં લાવવામાં આવશે., જ્યારે અમુક રાજ્યમાં પરિવર્તન થશે.
યુપીમાં 11માંથી 8 સીટો કવર કરવાનો ટાર્ગેટ
ઉત્તર પ્રદેશની 11 સીટોમાંથી ભાજપ 8 પર જીતી શકે છે. અહીં ભાજપના 5 સભ્યો રિટાયર થઈ રહ્યા છે. પાર્ટી પાસે 8 સીટો છે માટે એક ડઝનથી વધારે મુખ્ય નામો ચર્ચામાં છે. તેમાંથીિ હાલના સાંસદ ઝફર ઈસ્લામ, સંજય શેઠ, સુરેન્દ્ર નાગર અને શિવ પ્રતાપ શુક્લાની સાથે પૂર્વ ઉપ મુખ્યમંત્રી દિનેશ શર્મા, લક્ષ્મીકાંત વાજપેયી, પ્રિયંકા રાવત, જયપ્રકાશ નિષાદના નામો સામેલ છે. હકિયાણામાં એક સીટ પર ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ દુષ્યંત ગૌતમના નામની ચર્ચા છે. ઉત્તરાખંડની એક સીટ માટે પાર્ટીના નેતાના નામ નક્કી કરવાનું બાકી છે. અહીં પણ પૂર્વ મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવત મુખ્ય દાવેદાર છે.
બિહારમાં ભાજપને બે સીટ મળવાની સંભાવના
બિહારમાં બે સીટ ભાજપને મળવાની શક્યતા છે. તેના માટે પણ એક ડઝન જેટલા નામોની ચર્ચા ચાલી રહી છે. પાર્ટી અહીં સામાજિક સમીકરણને ધ્યાનમાં રાખીને ટિકિટ નક્કી કરશે. મધ્ય પ્રદેશ, કર્ણાટક અને મહારાષ્ટ્રમાં ભાજપને બે બે સીટ મળવાની શક્યતા છે. જ્યારે રાજસ્થાન અને ઝારખંડમાં એક એક સીટ મળવાની શક્યતા છે.
કેટલાય રાજ્યોમાં સ્થાનિક નેતાઓને ઉમેદવાર બનાવાની માગ
સૂત્રોના જણાવ્યા અનુસરા, કેટલાય રાજ્યોમાં સ્થાનિક નેતાઓને પોતાના ઉમેદવાર બનાવાની માગ કરવામા આવી છે. ત્યારે આવા સમયે પાર્ટી અલગ સમીકરણને ધ્યાનમાં રાખતા ઉમેદવારોના નામ નક્કી કરશે. સૂત્રોના જણાવ્યા અનુસરા, કેન્દ્રીય નેતૃત્વ જીતવાની સંભાવનાવાળી સીટો માટે ઉમેદવારોના નામ પર ચર્ચાનું કામ પુરુ કરી લીધું છે. એક બે દિવસમાં યાદી પણ જાહેર થઈ જશે. જે લોકોને ઉમેદવાર બનાવામા આવશે, તેમને બે દિવસ પહેલા સૂચના આપી દેવામાં આવશે. જેથી તેઓ પણ તૈયારીમાં લાગી જાય.