રિઝલ્ટ / રાજ્યસભા ચૂંટણીની તમામ બેઠકોના પરિણામ જાહેર, જાણો કોણ કેટલી બેઠક જીત્યું

Rajya sabha elections 2020 voting counting result bjp congress gujarat india

દેશના 8 રાજ્યોની 19 રાજ્યસભા બેઠકો પર શુક્રવારે મતદાન યોજાયું હતું. મતદાન બાદ હવે તમામ રાજ્યોના પરિણામ જાહેર થઇ ચૂક્યા છે. ગુજરાત કોંગ્રેસે 2 મતો પર વિરોધ કરતા 4 બેઠકો માટે મતગણતરી અટકી પડી હતી. ભાજપના બે ધારાસભ્યોના મત રદ્દ કરવા માટે કોંગ્રેસે કેન્દ્રીય ચૂંટણીપંચને અરજી કરી હતી પરંતુ તેની અરજી ફગાવી દેવાઇ હતી. આ પહેલા રાજ્ય ચૂંટણી પંચે પણ કોંગ્રેસની અપીલને ફગાવી હતી. ત્યાર બાદ ફરી મતગણતરી શરૂ કરાઇ હતી. ત્યારે હવે તમામ બેઠકો પરના પરિણામ જાહેર થઇ ચૂક્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ