રાજનીતિ / RAJYA SABHA ELECTIONS 2020: ગુજરાતમાં કોંગ્રેસની પીછે હઠ, ભાજપ જીતની નજીક, આ રહ્યુ ગણિત

RAJYA SABHA ELECTIONS 2020 FORMULA FOR WINNINGE

રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના બે ધારાસભ્યએ રાજીનામા આપી દીધા છે. જેના કારણે  કોંગ્રેસને રાજ્યસભાની બીજી સીટ જીતવી મુશ્કેલ થઈ ગઈ છે.. બે ધારાસભ્યના રાજીનામા બાદ ગણિત બદલાઈ ગયું છે. હવે વિધાનસભાની સ્ટ્રેન્થ 173 સભ્યની છે. રાજ્યસભામાં જીત માટે 35 મતની જરૂર છે. ભાજપ પાસે 103 સભ્ય અને NCPના એક સભ્યનો ટેકો છે. તો કોંગ્રેસના સભ્ય સંખ્યા ઘટીને 66 પર પહોંચી છે. જિગ્નેશ મેવાણી કોંગ્રેસ સાથે હોવાથી સંખ્યા 67 સુધી જઈ શકે છે. જો BTPના બે ધારાસભ્ય મત આપે તો પણ કોંગ્રેસ 69 સુધી સમિતિ રહી શકે. વોટની સંખ્યામાં કોંગ્રેસ કરતા ભાજપનું પલડું ઘણુ ભારે છે. બીટીપી તટસ્થ રહે તો પણ ભાજપની જીત થઈ શકે છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ