બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજસીટોક કેસ; રાજુ સોલંકીના 3 દિવસના રિમાન્ડ મંજૂર, વકીલના સણસણતા આરોપ
Last Updated: 07:25 PM, 4 August 2024
ગુજસીટોક હેઠળ અટકાયત કરાયેલા રાજુ સોલંકી સહિત ચાર આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે. આ મુદ્દે આરોપીના વકીલ દિનેશ પાતરાનું નિવેદન સામે આવ્યું છે.
ADVERTISEMENT
'અગાઉના ગુનામાં પોલીસે હવે કેમ કરી કાર્યવાહી?'
ADVERTISEMENT
વકીલ દિનેશ પાતરાએ કહ્યું કે, રાજુ સોલંકી સહિતના લોકોના 15 ઓગસ્ટે અર્ધનગ્ન થઈને મુસ્લિમ ધર્મ અપનાવવાના હતા. મુસ્લિમ ધર્મ અંગિકાર કરવાની ચીમકીને લઇને પોલીસે આ પ્રકારની કાર્યવાહી કરી છે. અગાઉ નોંધાયેલા ગુનામાં પોલીસે હવે કેમ કરી કાર્યવાહી? વધુમાં કહ્યું કે, જયરાજસિંહના દીકરા વિરુદ્ધ કેસ કર્યો છે માટે સરકારે કિન્નાખોરી રાખીને આવા કેસ કર્યા છે
આ પણ વાંચો: દર્શના જરદોશને ઓફિસનો અભરખો?, સાંસદ મુકેશ દલાલને ઓફિસ માટે વલખાં, ધીરજ ખૂટતા બોલ્યા
આ કેસ કેમ ચર્ચામાં છે ?
મહત્વપૂર્ણ છે કે રાજુ સોલંકી સંજય સોલંકીના પિતા છે. સંજય સોલંકી એ વ્યક્તિ છે જેનું અપહરણ કરીને નગ્ન કરી માર મારતો વીડિયો ઉતારવાનો ગણેશ જાડેજા પર આરોપ છે અને ગણેશ જાડેજા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને વર્તમાન ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર છે.
રાજુ સોલંકીએ જ પોતાના પુત્ર સાથે જે કંઇ થયું તેને લઇને ગણેશ જાડેજા સામે ફરીયાદ નોંધાવી હતી અને રાજુ સોલંકી જ એ ફરીયાદી છે જેણે જયરાજસિંહ જાડેજાની પણ ધરપકડની માંગ કરી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.