Raju Bhargav becomes the new police commissioner of Rajkot
નિમણૂંક /
રાજુ ભાર્ગવ રાજકોટના નવા પોલીસ કમિશનર, તોડકાંડ બાદ મનોજ અગ્રવાલને હટાવાયા હતા
Team VTV03:58 PM, 24 May 22
| Updated: 05:39 PM, 24 May 22
1995 બેચના IPS અધિકારી રાજુ ભાર્ગવ રાજકોટના નવા પોલીસ કમિશનર, હાલ CPનો ચાર્જ અહેમદ ખુરશીદ પાસે હતો.
રાજકોટના નવા પોલીસ કમિશનર બન્યા રાજુ ભાર્ગવ
મનોજ અગ્રવાલ બાદ ખુરશીદ અહેમદને ઇન્ચાર્જ CP બનાવાયા હતા
તોડકાંડ બાદ મનોજ અગ્રવાલને હટાવાયા હતા
રાજકોટના બહુ ચર્ચિત તોડ્કાંડની તપાસ અને પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની બદલી બાદ રાજકોટના નવા પોલીસ કમિશનર કોણ તે ચર્ચા કે મુહિમ તેજ બની હતી. ત્યારે હવે IPS અધિકારી રાજુ ભાર્ગવને રાજકોટના નવા પોલીસ કમિશનરની કમાન સોંપી દેવામાં આવી છે.
રાજકોટના નવા પોલીસ કમિશનર કોણ છે?
પંચમહાલ, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠામાં એસપી તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. પોલીસ ભવન ખાતે ડીઆઈજી લો એન્ડ ઓડર વિભાગમાં ફરજ બજાવી ચુક્યા છે. રાજુ ભાર્ગવ 1995 બેચના IPS અધિકારી છે અને તેમને અગાઉ 2013માં સેન્ટ્ર ડેપ્યુટેશનમાં કેન્દ્રમાં મૂકાયા હતા અને ત્યાર બાદ તેઓ પરત આવ્યા હતાં. સેન્ટ્રલ ડેપ્યુટેશનથી પરત આવ્યા બાદ પોસ્ટિંગ બાકી હતું અને તે દરમ્યાન તેમને આર્મ્ડ યુનિટમાં ADGP (ગાંધીનગર) તરીકે સેવા આપતા હતા. કેન્દ્રમાં CRPF ફોર્સમાં ડીઆઈજી તરીકે નિયુક્તિ થઈ હતી. CRPF ફોર્સમાં આઈજી તરીકે પ્રમોશન મળ્યું હતું. નક્સલી પ્રભાવિત છતીગઢમાં CRPFના કોબ્રા કમાન્ડોના વડા તરીકે ફરજ બજાવી ચુક્યા છે. 7 વર્ષ કેન્દ્રમાં પ્રતિનિયુક્તિ આધારે ફરજ બજાવી હતી. ગુજરાતમાં પાર્ટ ફર્યા ત્યારે એડિશનલ ડીજીનું પ્રમોશન આપવામાં આવ્યું હતું. રાજુ ભાર્ગવ ADGP આર્મ યુનિટમાં ફરજ બજાવતા હતા. હવે રાજકોટના નવા સીપી તરીકે નિમણુંક થઈ.
હાલ રાજકોટ પોલીસ કમિશનરનો ચાર્જ અહેમદ ખુરશીદ પાસે છે જે હવે રાજૂ ભાર્ગવને સોંપાશે.મહત્વનું છે કે, 5 જેટલા IPS ઓફિસરના નામ રાજકોટ સી.પી. તરીકે ચર્ચામાં હતાં. IPS અધિકારી રાજુ ભાર્ગવ અથવા વડોદરાના પોલીસ કમિશનર સમશેરસિંહનું નામ રાજકોટના નવા સી.પી.તરીકે હશે તેવું જોર પકડયું હતું.તેવા હવે ગૃહ વિભાગ દ્વારા નિર્ણય લઈ લેવામાં આવ્યો છે. રાજકોટના નવા પોલીસ કમિશનર તરીકે રાજુ ભાર્ગવને જવાબદારી સોંપવામાં આવી છે.
રાજકોટ પોલીસ તોડકાંડ બાદ CP બદલાયા
રાજકોટ પોલીસ કમિશનર અગ્રવાલ અને તેની ક્રાઈમ બ્રાન્ચની ટીમ સામે લાખોના કમિશન લીધાના કથિત આક્ષેપો સામે ઈન્કવાયરી બાદ મનોજ અગ્રવાલને પોલીસબેડામાં ચર્ચાતી વિગતો મુજબ સાઈડલાઈન ગણાતી અને એક સમયે એસપી રેંકની પોસ્ટ જૂનાગઢ એસઆરપીની ટ્રેનિંગ સેન્ટરના પ્રિન્સિપાલ તરીકે પોસ્ટ અપગ્રેડ કરીને અગ્રવાલને ત્યાં મુકી દેવાયા છે.