બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Politics / ભાજપના નેતાનો મહિલા સાથે બેડરૂમનો વીડિયો વાયરલ થતાં હડકંપ, પાર્ટીએ કરી કાર્યવાહી

VIDEO / ભાજપના નેતાનો મહિલા સાથે બેડરૂમનો વીડિયો વાયરલ થતાં હડકંપ, પાર્ટીએ કરી કાર્યવાહી

Last Updated: 02:07 PM, 13 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજસ્થાન ભાજપ નેતાનો મહિલા સાથે બેડરૂમનો પ્રાઈવેટ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેના કારણે પાર્ટીમાં ખળભળાટ મચી ગયો છે. વીડિયો વાયરલ થયા બાદ ભાજપે તરત જ નેતા સામે કડક કાર્યવાહી કરી છે.

BJP Leader Private Video Leaked: રાજસ્થાન ભાજપના નેતાની કરતુત બહાર આવી છે. ભાજપ નેતાનો એક મહિલા સાથેનો બેડરૂમનો પ્રાઈવેટ વીડિયો વાયરલ થયો છે. જેને પગલે પાર્ટીમાં હડકંપ મચી ગયો છે. રાજસ્થાનમાં ઉદયપુર દેહાત લઘુમતી મોરચાના પ્રમુખ નાથે ખાનનો વીડિયો વાયરલ થયો છે. જેના બાદ તેમને પદ પરથી હટાવી દીધા છે. મહિલા સાથેનો વાંધાજનક વીડિયો વાયરલ થયા બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. બીજી તરફ નાથે ખાને વીડિયોમાં દેખાતી મહિલાને પોતાની પત્ની ગણાવી છે. હાલમાં આ વીડિયોએ રાજકીય વર્તુળોમાં ચર્ચાના કેન્દ્રમાં છે.

PROMOTIONAL 10

વીડિયો થોડી જ ક્ષણોમાં વાયરલ થઈ ગયો

આ વીડિયો 9 સપ્ટેમ્બરની રાત્રે લગભગ 10 વાગ્યે કુરાબડ બંબોરા વિસ્તારના એક વોટ્સએપ ગ્રુપમાં નાથે ખાનના મોબાઈલ નંબર પરથી શેર કરવામાં આવ્યો હતો. ગ્રુપ સાથે જોડાયેલા લોકોએ તરત જ નાથે ખાનને આ અંગે જાણ કરી હતી. પરંતુ ત્યાં સુધીમાં ગ્રુપના ઘણા સભ્યોએ વીડિયો ડાઉનલોડ કરીને શેર કરી લીધો હતો. આ વીડિયો થોડી જ વારમાં વાયરલ થઈ ગયો. જોકે, આ વાયરલ વીડિયોની સત્યતાની પુષ્ટિ હજુ કરવામાં આવી નથી.

વધુ વાંચો : પતિ સાથે એવું શું બન્યું કે USમાં રહેતી પત્નીએ કંપની વિરૂદ્ધ માંડ્યો 7 મિલિયન ડોલરનો દાવો, જાણો કારણ

નાથે ખાને કરી સ્પષ્ટતા

વીડિયો વાયરલ થવાની માહિતી મળતાં જ નાથે ખાને એક નિવેદન જારી કરીને સ્પષ્ટતા કરતા કહ્યું કે 'વીડિયોમાં તે તેમની પત્ની સાથે વાતચીત કરી રહ્યા હતા. આ તેમનું અંગત જીવન છે.' નાથે ખાને વધુમાં કહ્યું કે 'એક સામાજિક કાર્યકર હોવાને કારણે ઘણા લોકો તેમના ઘરે આવતા રહે છે. કોઈએ મોબાઈલ દ્વારા તેમનો વીડિયો વાયરલ કર્યો હતો. આ ખૂબ જ શરમજનક છે અને તેની તપાસ કરવામાં આવશે.'

ભાજપે નાથે ખાન સામે કાર્યવાહી કરી

આ સિવાય નાથે ખાનનો આરોપ છે કે, આ પ્રયાસ તેમને બદનામ કરવા અને તેમની રાજકીય કારકિર્દી ખતમ કરવા માટે કરવામાં આવ્યો છે. તે હવે આ બધું કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરશે. નોંધનીય છે કે, નાથે ખાન ભાજપમાં મજબૂત નેતા તરીકેની ઈમેજ ધરાવે છે. છેલ્લા 10 વર્ષમાં સતત ત્રીજી વખત ભાજપે નાથે ખાનને લઘુમતી મોરચાના જિલ્લા અધ્યક્ષ પદની જવાબદારી સોંપી છે. નાથેના પરિવારનો રાજકારણમાં પણ નોંધપાત્ર પ્રભાવ રહ્યો છે. વર્ષ 2015માં તેમની પુત્રવધૂ અસમા ખાન ભાજપની ટિકિટ પર કુરાબાદથી પંચાયત સમિતિના સભ્ય બન્યા છે. આ પછી તે ગામની વડા પણ રહી હતી. જોકે, વીડિયો વાયરલ થયા બાદ નાથે ખાનને તેમના પદ પરથી મુક્ત કરવામાં આવ્યા છે.

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Video Leaked Natha Khans BJP leader
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ