બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / rajput karni sena president murder know secrets about sukhdev singh gogamedi three wive
Hiralal
Last Updated: 04:05 PM, 7 December 2023
ADVERTISEMENT
રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યા બાદ રાજસ્થાન ખળભળાટ મચી ગયો છે. તેમની હત્યા બાદ નવા નવા ખુલાસા થઈ રહ્યાં છે અને તેમને વિશે ઘણી અજાણી વાતો પણ બહાર આવી રહી છે. હવે ગોગામેડીની 3 પત્નીઓને લઈને પણ મોટો ખુલાસો સામે આવ્યો છે. સુખદેવસિંહ ગોગામેડીને ત્રણ પત્નીઓ હતી.
The brazen murder of Rashtriya Rajput Karni Sena president Sukhdev Singh Gogamedi and another man, Naveen Shekhawat in Jaipur today #Rajasthan pic.twitter.com/LXtQgMiuXu
— Poulomi Saha (@PoulomiMSaha) December 5, 2023
ADVERTISEMENT
કોણ હતી શકુંતલાની પહેલી પત્ની
સુખદેવની પહેલી પત્નીનું નામ શકુંતલા હતું, જે હરિયાણા હોમગાર્ડમાં હતી. બાદમાં તેમના છૂટાછેડા થઈ ગયા હતા અને હાલ શકુંતલા ગોગામેડી ગામમાં રહે છે.
બીજી પત્ની કોણ
બીજી પત્નીનું નામ શીલા શેખાવત છે, ભાદરામાં સુખદેવ સાથે રહેતી હતી. તેમને બે દીકરીઓ છે. એક દીકરીએ તાજેતરમાં વિધાનસભાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી, પરંતુ બાદમાં ઉમેદવારી પાછી ખેંચી લેવામાં આવી હતી.
ત્રીજી પત્ની ક્યાં
સુખદેવસિંહ ગોગામેડીની ત્રીજી પત્ની વિશે કોઈને કોઈ માહિતી નથી જોકે સૂત્રોના જણાવ્યા અનુસાર તે જયપુરમાં જ ગોગામેડી સાથે લિવ-ઈન રિલેશનશિપમાં રહેતી હતી.
લોરેન્સ ગંગની ખંડણીનો વિરોધ પણ હતું ગોગામેડીની હત્યાનું કારણ
કરણી સેના ચીફ સુખદેવસિંહ ગોગામેડીની હત્યાનું એક કારણ ખંડણીનો વિરોધ પણ છે અને તેનો ખુલાસો એક પોલીસ અધિકારીએ કર્યો છે. જયપુરમાં શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીની હત્યા અંગે લોકોના મનમાં એક જ સવાલ છે અને તે એ કે લોરેન્સ બિશ્નોઈ ગેંગના સાગરિત સંપત નેહરા અને રોહિત ગોદરાએ સુખદેવ સિંહની હત્યા કેમ કરાવી? સુખદેવ હત્યા કેસની તપાસ કરી રહેલા ઉચ્ચ પોલીસ અધિકારીએ આ જવાબ આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે 3 ડિસેમ્બર, 2022 ના રોજ ગેંગસ્ટર રાજુ ઠેહટ હત્યા બાદ લોરેન્સ ગેંગે શેખાવતીમાં ગભરાટ ફેલાવવા માટે રોહિત ગોદરા દ્વારા વેપારીઓ અને કારોબારીઓ પાસેથી ખંડણી વસૂલવાનું શરૂ કર્યું હતું. આમાંના ઘણા ઉદ્યોગપતિઓ સુખદેવસિંહ ગોગામેડીના નજીકના હતા. લોરેન્સ ગેંગની ધમકીઓ બાદ ગોગામેડી અને ગેંગસ્ટર આનંદપાલનો નાનો ભાઇ મનજીત પાલ સિંહ નારાજ બિઝનેસમેન અને પ્રોપર્ટી ટ્રેડર્સના સમર્થનમાં ખુલ્લેઆમ બહાર આવ્યા હતા. લગભગ એક વર્ષ પહેલા રતનગઢના રહેવાસી પ્રોપર્ટી બિઝનેસમેન મહિપાલ સિંહને ગેંગસ્ટર રોહિત ગોદારાના નામે ધમકી આપવામાં આવી હતી. રાજુ ઠેહટ હત્યા કેસના પાંચ દિવસ બાદ જ ખંડણીનો મામલો સામે આવ્યો હતો. 8 ડિસેમ્બર 2022 ના રોજ મહિપાલ સિંહના ફોન પર વોટ્સએપથી વોઇસ મેસેજ આવ્યો હતો કે 'હું રોહિત ગોદરા છું, 15 ડિસેમ્બર સુધીમાં 50 લાખ રૂપિયાની વ્યવસ્થા કરો. નહિતર, તમે સીકર (સિકરમાં થઈ હતી રાજુ ઠેહટની હત્યા) નું પરિણામ જોઈ ચૂક્યા છો. જો આગળ કામ કરવું હશે તો પૈસા આપવા પડશે. આ પછી, 15 ડિસેમ્બર 2022 ના રોજ, બપોરે 2:50 વાગ્યે, તેમને ફરીથી વોટ્સએપ કોલ અને સંદેશ મળ્યો. "હું રોહિત ગોદરા બોલું છું. 'હા કે ના'નો જવાબ આપો. અમે ફરી ફોન નહિ કરીએ.
જયપુરમાં રોહિત-નીતિન નામના યુવાનોએ કરી હતી ગોગામેડીની હત્યા
ગઈ કાલે રાજસ્થાનની રાજધાની જયપુરમાં રોહિત રાઠોડ અને નીતિન ફૌજી નામના બે યુવાનોએ કરણી સેનાના ચીફ સુખદેવસિંહ ગોગામેડીની તેમના ઘરમાં જ ગોળી મારીને હત્યા કરી નાખી હતી. તેમણે લોરેન્સ ગેંગના ઈશારે આ હત્યા કરી હોવાનું કહેવાય છે. હત્યા બાદ બન્ને હત્યારા ફરાર થઈ ગયા છે અને હાલમાં શોધખોળ ચાલી રહી છે. બન્નેના માથા પર 5-5 લાખના ઈનામની પણ જાહેરાત કરવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
હૃદયસ્પર્શી કિસ્સો / મોતિયાનું ઓપરેશન પત્યું, આંખો ખોલી, અને બાજુના બેડમાં જોયું તો..., પતિ ચોંકી ઉઠ્યો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.