47 વર્ષની ઉંમરે ત્રીજી દિકરીનો પિતા બન્યો આ બોલિવુડ એક્ટર

By : juhiparikh 12:07 PM, 12 October 2018 | Updated : 12:07 PM, 12 October 2018
કોમેડિયન-એક્ટર રાજપાલ યાદવ 47 વર્ષની ઉંમરે ત્રીજીવખત પિતા બન્યો છે. નવરાત્રીના પહેલા દિવસે રાજપાલની બીજી પત્ની રાધાએ દિકરીને જન્મ આપ્યો છે. આ વાત રાજપાલે પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર ફોટો પોસ્ટ કરીને જણાવી કે, ''મારી નાની દીકરી હની હવે મોટી બહેન બની ગઈ છે. નવરાત્રિના પાવન અવસર પર અમને એક દીકરી થઈ''
 

પહેલાથી 2 દિકરાઓનો હતો પિતા:

રાજપાલ યાદવે બે લગ્ન કર્યાં છે. રાજપાલની પહેલી પત્ની કરૂણા (હવે આ દુનિયામાં નથી)થી એક દિકરી જ્યોતિ છે. 20ની ઉંમરમાં જ્યોતિના લગ્ન 2017માં કરાવી દીધા હતાં. જ્યોતિનો પતિ બેંકમાં કામ કરે છે. માતાના નિધન બાદ જ્યોતિ 15 વર્ષ ગામડે રહી હતી. જોકે, લગ્ન પહેલાંના પાંચ વર્ષથી તે પિતા સાથે મુંબઈ રહેતી હતી. રાજપાલે 2003માં રાધા સાથે બીજા લગ્ન કર્યાં હતાં. તેમને એક દિકરી હની હતી. હવે બીજી દિકરીને જન્મ આપ્યો છે.

10 મહિનાની વાતચીત પછી તેણે કર્યા લવમેરેજ:

રાજપાલ યાદવની પત્ની રાધા તેનાથી 9 વર્ષ નાની અને મૂળ ગુજરાતી રાધા કેનેડાની નિવાસી છે. આ વાતનો ખુલાસો રાજપાલે પોતે જ કર્યો હતો. 2002માં રાજપાલ ફિલ્મ 'ધ હિરોઃ લવ સ્ટોરી ઓફ સ્પાય'ના શૂટિંગ માટે કેનેડા ગયો હતો. ત્યાં કોમન ફ્રેન્ડ પ્રવીણ ડાબસેએ તેમની મુલાકાત કરાવી હતી. રાજપાલ કેનેડા માત્ર 10 દિવસ માટે આવ્યો હતો પરંતુ રાધા તથા રાજપાલને એમ લાગતું હતું કે બંને છેલ્લાં 10 વર્ષથી એકબીજાને ઓળખે છે. રાધાને લાગ્યું કે તે રાજપાલ સાથે સહજતાથી જીવન પસાર કરી શકશે. આ પહેલાં રાધાએ રાજપાલને ફિલ્મ 'જંગલ'માં જોયો હતો. બન્ને લગભગ 10 મહિના સુધી ફોન પર વાત-ચીત કરી હતી અને પછી રાધાએ ઈન્ડિયામાં શિફ્ટ થવાનો નિર્ણય લીધો. શિફ્ટ થયા બાદ 10 જુન 2003માં લગ્ન કરી લીધા હતા. 

રાજપાલ યાદવે 1999માં 'દિલ ક્યા કરે'થી પોતાની કરિયરની શરૂઆત કરી હતી. નાના-નાના રોલ કરીને રાજપાલે પોતાનું અલગ સ્થાન જમાવ્યું છે.Recent Story

Popular Story