બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Rajni Patel clarification on the Ambaji Prasadi controversy
Dinesh
Last Updated: 07:45 AM, 6 March 2023
ADVERTISEMENT
યાત્રાધામ અંબાજીમાં પ્રસાદીને લઈ વિવાદ વધુ વકર્યો છે. ત્યારે મોહનથાળ બંધ કરાવવા મામલે વિવિધ સંગઠનો વિરોધ વ્યક્ત કરી રહી છે. તેમજ અંબાજીમાં વર્ષો જૂની પરંપરા પ્રમાણે મોહનથાળનો જ પ્રસાદ ચાલુ રાખવાની માંગ કરવામાં આવી રહી છે. જેને લઈ દિવસેને દિવસે વિવાદ વધુ વધતો હોય તેવું વર્તમાનમાં જણાઈ રહ્યું છે. જે સમગ્ર ઘટનાને લઈ વિવિધ નેતા પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યાં છે. ત્યારે ભાજપ પ્રદેશ મહામંત્રી રજની પટેલે જે સમગ્ર મામલે ફેસબુકમાં પોસ્ટ લખી સ્પસ્ટતા કરી છે કે, તેમના નામે ખોટા મસેજ વાયરલ થયા છે.
ADVERTISEMENT
રજની પટેલની અંબાજી પ્રસાદી વિવાદને લઈ સ્પષ્ટતા
ભાજપ પ્રદેશ મહામંત્રી રજની પટેલે સ્પષ્ટતા કરી છે કે, વોટ્સએપ પર ફોરવર્ડ થઈ રહેલ સદંતર ખોટા મેસજમાં અંબાજી ખાતે રજનીભાઈ પટેલ દ્વારા મોહનથાળના પ્રસાદને બંધ કરાવી ચીક્કીનો પ્રસાદ શરૂ કરાવવા પ્રયાસ થઈ રહ્યા છે જે તદ્દન પાયાવિહોણા મેસેજ છે. તેમણે લખ્યું છે કે, મારે તથા મારા પરિવાર ને દૂર દૂર સુધી ચીકીના ધંધાને કોઈ લેવાદેવા નથી, શરમ અને દુઃખની વાત છે કે દેશના પ્રમુખ યાત્રાધામોમાં આવતું જગતજનની માં અંબાના આસ્થાસ્થાન ને રાજકીય લાભ ખાટવા ઉપયોગ કરાઈ રહ્યો છે માં અંબા આવા લોકોને સદબુધ્ધિ આપે એજ પ્રાર્થના તેમ તેમણે લખ્યું છે.
પ્રસાદને લઇને છેડાયો છે વિવાદ
અંબાજી મંદિરમાં મોહનથાળ બંધ થવાના નિર્ણયનો ગ્રામજનોએ પણ ઉગ્ર વિરોધ કર્યો છે. ત્યારે હિન્દુ હિત રક્ષક સમિતિ દ્વારા આ બાબતે વિરોધ પ્રદર્શન કરાયું હતું. અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટને 48 કલાકનું અલ્ટીમેટમ અપાયું હતુ. 48 કલાકમાં ફરી મોહનથાળ મંદિરમાં ચાલુ કરવા માંગ કરાઈ હતી. 48 કલાક બાદ પણ મોહનથાળ ફરી ચાલુ નહી થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. અંબાજી બંધ રાખવું પડે કે ભૂખ હડતાળ કરવી પડે તો પણ તમામ પ્રકારની તૈયારીઓ દર્શાવી હતી.
ચિકીના પ્રસાદમાં નફો વધુ, નફા માટે કરોડો લોકોની આસ્થા સામે વ્રજધાત: કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલ
અંબાજી મંદિરના પ્રસાદના વિવાદ મામલે ગુજરાત કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલે પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું હતું કે, 'મંદિરોમાં નાણાનો બેરોકટોક વ્યય થઈ રહ્યો છે. અધિકારીઓ અણધણ નિર્ણયો લઈ રહ્યાં છે. અંબાજી મંદિરમાં 6 દાયકાથી મોહનથાળનો પ્રસાદ મળે છે. દોઢ વર્ષમાં મોહનથાળના પ્રસાદના ભાવમાં 150%નો વધારો કરાયો. 20 કરોડનો મોહનથાળનો પ્રસાદ વહેચાતો હતો. છેલ્લા 8 મહિનાથી ચિક્કીનો પ્રસાદ શરૂ કરાયો છે. ચિકી સામે મોહનથાળના પ્રસાદની ડિમાન્ડ વધારે છે. પરંતુ કલેક્ટરે અચાનક જ મોહનથાળનો પ્રસાદ બંધ કરવાનો નિર્ણય કર્યો. ચિકીના પ્રસાદમાં નફો વધુ છે. માર્કેટમાં બ્રાન્ડેડ ચિકી 5 રૂપિયામાં મળે છે. અંબાજી મંદિરમાં 4 ચિકી 25 રૂપિયામાં વહેંચવામાં આવે છે. આથી નફા માટે કરોડો લોકોની આસ્થા સામે વ્રજધાત કરવામાં આવે છે. ભક્તો મંદિરમાં પૈસા આપે છે તેનો વ્યય થઈ રહ્યો છે. આથી RTIમાં માહિતી માંગવામાં આવી છે. નેતાઓ પાછળ મંદિરનું દેવસ્થાન ટ્રસ્ટ ખર્ચ ચૂકવે છે. નેતાઓ અને સગા સંબંધીઓ ગેસ્ટ હાઉસમાં રોકાય અને તેમના ચા પાણીનો ખર્ચ ટ્રસ્ટ ચૂકવે છે. દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા આવી રીતે 21 લાખનો ખર્ચ ચૂકવાયો હોવાની વાત RTIમાં સામે આવી છે.'
ચિકીનો પ્રસાદ આપવાનો લેવાયો નિર્ણય
અંબાજી મંદિરમાં મોહનથાળના બદલે ચીકીનો પ્રસાદ વિતરણ વ્યવસ્થામાં મુકવાનું આયોજન છે. સોમનાથ, તિરૂપતિ સહિતના મંદિરોમાં પણ સુકા પ્રસાદની માંગણી છે. જે માંગને લઈને જ અંબાજી મંદિરમાં ચિકીના પ્રસાદનો નિર્ણય લેવામાં આવ્યો છે. ચિકીનો પ્રસાદ સુકો હોવાથી ભક્તો ત્રણ માસ સુધી રાખી શકે છે. જેથી સુકા પ્રસાદ અંગે મંદિરને રજૂઆત કરવામાં આવી હતી. જેથી મોહનથાળના સ્થાને ચિકીનો પ્રસાદ વહેંચવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ચીકીના સુકા પ્રસાદ માટે અમૂલ અને બનાસ ડેરી સાથે ચર્ચા ચાલી રહી છે. ત્યારે અમૂલ બ્રાન્ડ હોવાથી ચીકીનો પ્રસાદ દેશ-વિદેશમાં પણ જશે. મંદિરમાં મોહનથાળનો પ્રસાદ બનાવવાની કામગીરી હાલ પૂરતી તો બંધ કરવામાં આવી છે.
જાણો મોહનથાળનું મહત્વ શું?
પ્રસાદમાં ચિકી જ કેમ?
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.