બ્રેકિંગ ન્યુઝ
VTV / Rajnath Singh to receive rafale jets for Indian air force
Kavan
Last Updated: 07:50 PM, 21 August 2019
20 સપ્ટેમ્બર ભારતને સોંપાશે પ્રથમ રાફેલ જેટ
ADVERTISEMENT
Defence Minister, IAF chief to visit France to receive first Indian Rafale fighter plane
— ANI Digital (@ani_digital) August 21, 2019
Read @ANI Story | https://t.co/2MlzYHJR3X pic.twitter.com/jO2xrk3JGy
ADVERTISEMENT
રાજનાથ સિંહ અને બીએસ ધનોઆની હાજરીમાં 20 સપ્ટેમ્બરના રોજ રાફેલ વિમાન ભારતીય વાયુસેનાને સોંપવામાં આવશે. ભારતીય વાયુસેનાના સૂત્રોના જણાવ્યા મુજબ રક્ષામંત્રી રાજનાથ સિંહને ફ્રાન્સના અધિકારી વાયુ સેના પ્રમુખ બીએસ ધનોઆ અને વિભિન્ન અધિકારીઓની હાજરીમાં રાફેલ વિમાન સોંપવામાં આવશે.
24 પાયલોટને અપાશે ટ્રેનિંગ
સૂત્રોના જણાવ્યા મુજબ સપ્ટેમ્બરના ત્રીજા અઠવાડિયામાં આ પ્રક્રિયા પૂર્ણ થશે. રાફેલ વિમાન પારંપરીક રીતે ભારતને સોંપવામાં આવશે. સોંપતી વખતે ફ્રાન્સના કેટલાય વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર રહેશે. ભારતીય વાયુસેના 24 પાયલોટને તૈયાર કરશે જે રાફેલ વિમાનને ઉડાડવા માટે તૈયાર થઇ શકે. આ તમામ પાયલોટ 3 અલગ-અલગ બેંચમાં પોતાની ટ્રેનિંગ પૂર્ણ કરશે. આગામી વર્ષ મે સુધી રાફેલ વિમાન ભારતને સોંપવામાં આવશે. ત્યાં સુધી પાયલોટની ટ્રેનિંગ યથાવત રહેશે.
7.87 બિલિયન યૂરોમાં નક્કી કરાઇ ડીલ
ભારતીય વાયુસેના રાફેલ લડાયક વિમાનની એક-એક ટૂકડી હરિયાણાના અંબાલા અને પશ્ચિમ બંગાળના હાશિમારામાં પોતાના એરબેઝ પર તૈનાત કરવામાં આવશે. સપ્ટેમ્બર 2016 માં ભારત અને ફ્રાન્સ વચ્ચે 36 રાફેલ વિમાન ખરીદવાની ફાઇનલ ડીલ કરવામાં આવી છે.
આ વિમાનની કિંમત 7.87 બિલિયન યૂરો રાખવામાં આવી છે. આ ડીલ હેઠળ આ વિમાનની ડિલેવરી સપ્ટેમ્બર 2018 થી શરૂ થવાની વાત કરવામાં આવી છે. ભારતે પોતાની ડીલમાં કહ્યું હતું કે, આ વિમાનોને ઝડપથી તૈયાર કરવામાં આવશે. ભારત આ તમામ વિમાનને પૂર્વ તથા પશ્ચિમી ફ્રંટ પર ગોઠવશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.