ઉદ્ધાટન / રાજનાથસિંહ બોર્ડરથી અડીને આવેલ 7 રાજ્યો અને 1 કેન્દ્રશાસિત પ્રદેશમાં એકસાથે આજે આ કામ કરશે

rajnath singh to inaugurate 43 bridges in border areas on thursday

રક્ષામંત્રી રાજનાથસિંહ ગુરુવારે એટલે કે આજે 43 પુલ દેશને સમર્પિત કરશે. આ પુલ લદ્દાખ, અરુણાચલ પ્રદેશ, સિક્કિમ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ અને જમ્મૂ કાશ્મીરમાં છે. તેનું નિર્માણ સીમા સડક સંગઠને કર્યું છે. ચીન સાથે ચાલી રહેલા સીમા વિવાદની વચ્ચે આ પુલોનું ઉદ્ધાટન ઘણું મહત્વનું ગણાઈ રહ્યું છે. માનવામાં આવે છે કે આ પુલના શરૂ થયા બાદ સીમા પર સેનાને પોતાના હથિયાર અને ઉપકરણોને લઈ જવામાં મદદ મળશે. રક્ષામંત્રી વીડિયો કોન્ફરન્સની મદદથી આ તમામ પુલ દેશને સમર્પિત કરશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ