બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:07 PM, 8 September 2024
રક્ષામંત્રી રાજનાથ સિંહે રવિવારે રામબન જિલ્લામાં બનિહાલ બેઠકથી ભાજપના ઉમેદવાર મોહમ્મદ સલીમ ભટના સમર્થનમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરી. આ દરમિયાન રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું કે જો પાકિસ્તાન જમ્મુ-કશ્મીરમાં આતંકવાદ બંધ કરી દે તો ભારત તેની સાથે વાતચીત શરૂ કરવા માટે તૈયાર છે. તેમણે કહ્યું કે જમ્મુ-કશ્મીરને વિશેષ દરજ્જો આપતા અનુચ્છેદ 370ને લોકોની મુશ્કેલી દૂર કરવા અને વિસ્તારમાં સમૃદ્ધિ લાવવા માટે હટાવવામાં આવી છે.
ADVERTISEMENT
હું આ હકીકત જાણું છું કે તમે મિત્રો બદલી શકો છો, પરંતુ પાડોશીઓને નહીંઃ રાજનાથ સિંહ
તેમણે કહ્યું, "પાકિસ્તાન એક કામ કરે કે તે આતંકવાદને સમર્થન આપવાનું બંધ કરે. કોણ પાડોશી દેશો સાથે સંબંધ સુધારવા ન માંગે ? હું આ હકીકત જાણું છું કે તમે મિત્રો બદલી શકો છો, પરંતુ પાડોશીઓને નહીં. અમે પાકિસ્તાન સાથે સારાં સંબંધો ઇચ્છીએ છીએ, પરંતુ પ્રથમ તેમણે આતંકવાદ બંધ કરવો જોઈએ." રક્ષામંત્રીએ કહ્યું કે જ્યારે પાકિસ્તાન જમ્મુ-કશ્મીરમાં આતંકવાદને પ્રોત્સાહન આપવાનું બંધ કરશે, ત્યારે ભારત તેની સાથે વાતચીત શરૂ કરશે."
ADVERTISEMENT
"આતંકવાદનો ભોગ બનનારા લોકોમાં 85 ટકા મુસ્લિમ હતા."
સિંહે કહ્યું, "જમ્મુ-કશ્મીરમાં આતંકવાદનો ભોગ બનનારા 85 ટકા લોકો મુસ્લિમ હતા. એક સમયે કશ્મીરમાં આતંકવાદી ઘટનાઓ સામાન્ય વાત હતી. શું આતંકવાદી ઘટનાઓમાં હિન્દુઓ મરી રહ્યા હતા? હું ગૃહમંત્રી રહી ચૂક્યો છું અને મને ખબર છે કે આતંકવાદી ઘટનાઓમાં સૌથી વધુ મુસ્લિમોના જીવ ગયા છે." રાજનાથસિંહે કહ્યું કે પહેલા કાશ્મીર ઘાટીના ઘણા જવાનોના હાથમાં રિવોલ્વર અને પિસ્તોલ રહેતી હવે તેમના હાથમાં લેપટોપ અને કોમ્પ્યુટર હોય છે. 2022 પછી પત્થરબાજીની એકપણ ઘટના નથી ઘટી
ADVERTISEMENT
पहले कश्मीर घाटी में बहुत से नौजवानों के हाथों में रिवाल्वर और पिस्टल हुआ करता था, लेकिन अब उनके हाथों में लैपटॉप और कंप्यूटर है। यह बड़ा बदलाव आया है। 2022 के बाद एक भी पत्थरबाजी की घटना नहीं हुई है। pic.twitter.com/vnfYi8PxoS
— Rajnath Singh (@rajnathsingh) September 8, 2024
POKવાસીઓને રાજનાથ સિંહે શું કહ્યું ?
ADVERTISEMENT
'પીઓકેના વાસીઓ ભારતમાં જોડાઈ જાવ' રક્ષામંત્રી રાજનાથ સિંહે પાકિસ્તાન દ્વારા કબ્જામાં લેવાયેલા કશ્મીર (પીઓકે)ના રહેવાસીઓને ભારતમાં જોડાવવા માટે કહ્યુ છે. તેમણે કહ્યું, "અમે તમને અમારા માનીએ છીએ, જ્યારે પાકિસ્તાન તમને વિદેશી માને છે."
पाकिस्तान की सरकार पीओके को foreign land मानती है लेकिन भारत पीओके को अपना मानता है… pic.twitter.com/dYg4fxYsaT
— Rajnath Singh (@rajnathsingh) September 8, 2024
ADVERTISEMENT
ભાજપના ઉમેદવાર રાકેશ સિંહ ઠાકુરના સમર્થનમાં રામબન વિધાનસભા ક્ષેત્રમાં એક ચૂંટણી રેલીને સંબોધન કરતા કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે ઓગસ્ટ 2019માં અનુચ્છેદ 370ને હટાવ્યા પછી જમ્મુ-કશ્મીરમાં કુલ સુરક્ષા પરિસ્થિતિમાં વ્યાપક ફેરફાર આવ્યો છે.
આ પણ વાંચોઃ તૌબા પોકારી જશો! સૂર્ય-બુધની યુતિથી 3 જાતકો પર ધન હાનિના પ્રબળ યોગ
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.