બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / Rajnath singh pok jammu and kashmir

નિવેદન / શું PoK પર ભારતનું નિયંત્રણ શક્ય છે? રાજનાથ સિંહે આપ્યો આ જવાબ

Divyesh

Last Updated: 12:39 PM, 30 May 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્રીય રક્ષા પ્રધાન રાજનાથ સિંહે PoK ને ભારતનું અભિન્ન અંગ બતાવતાં કહ્યું કે નજીકના સમયમાં તેના પર દેશના નિયંત્રણની સંભાવનાથી ઇન્કાર ન કરી શકાય. રક્ષા મંત્રીએ એક ખાનગી ન્યૂઝ ચેનલ સાથેની વાતચીત કરતાં કહ્યું કે પાકિસ્તાન પાસેનું ગેરકાયદેસર કબ્જાવાળું કાશ્મીર (PoK)  ભારતનો અભિન્ન ભાગ છે. ભારતના લઘુમતીઓને પાકિસ્તાન દ્વારા ભડકાવાને લઇને રાજનાથસિંહે કહ્યું કે પાડોશી દેશ દ્વારા આ બંધ કરવું જોઇએ.

PoK પર નિયંત્રણ પર કહ્યું, શક્યતાથી ઇન્કાર નહીં, કાંઇ પણ થઇ શકે

રાજનાથસિંહ જ્યારે પૂછવામાં આવ્યું કે નકશા પછી હવે હવામાન વિભાગેમાં સામેલ થવા પર PoK પર શું ભારતનું નિયંત્રણ શક્ય છે તો તેઓએ કહ્યું કે કોઇ શક્યતાથી ઇન્કાર ન કરી શકાય. રક્ષા મંત્રી રાજનાથસિંહે કહ્યું, કોઇ પણ શક્યતાને નકારી શકા નહી. ક્યારે શું થાય તે કહીં ન શકાય. 

ભારત-વિરોધમાં જ કદાચ પાકિસ્તાન સરકારનું અસ્તિત્વ

સરહદ પર પાકિસ્તાન તરફથી કરવામાં આવી રહેલા ફાયરિંગ પર રક્ષા પ્રધાન રાજનાથ સિંહે કહ્યું કે પાકિસ્તાન સરકારનું અસ્તિત્વ કદાચ ભારત-વિરોધ પર જ ટકેલું છે. રાજનાથસિંહે કહ્યું કે પાકિસ્તાન સકરારનું અસ્તિત્વ કદાચ ભારત વિરોધના કારણે જ ટક્યું છે. પરંતુ અમે LoC પર પાકિસ્તાનના ફાયરિંગનો જડબાતોડ જવાબ આપી રહ્યાં છે. 

સર્જીકલ સ્ટ્રાઇક અને એર સ્ટ્રાઇક ઘણી સફળ

સર્જિકલ સ્ટ્રાઇક અને એર સ્ટ્રાઇકથી પાકિસ્તાન ડરી ગયું છે, જેના જવાબમાં રાજનાથ સિંહે કહ્યું કે સર્જિકલ સ્ટ્રાઇક અને એર સ્ટ્રાઇક ઘણી સફળ રહી છે. જ્યાં સુધી પાકિસ્તાનમાં ડરની વાત છે તો તેનો જવાબ કોઇ પાકિસ્તાની જ આપી શકે. 

ભારતના લઘુમતીઓને ભડકાવાનું બંધ કરે પાકિસ્તાન

પાકિસ્તાન તરફથી ભારતના લઘુમતીઓને ખાસ કરીને મુસ્લિમોને ભડકાવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. સોશિયલ મિડીયા પર ખોટી પોસ્ટ અને ભડકાઉ નિવેદનો દ્વારા તેઓ આ નાપાક પ્રયત્ન કરી રહ્યાં છે. શું આ ભારતના આંતરિક મામલમાં દખલ છે તેના જવાબમાં રાજનાથ સિંહે કહ્યું કે આવી ખોટું કામ કરનાર પાકિસ્તાને સુધરી જવું પડશે. ભારતીય લઘુમતી સમુદાયના લોકો આપણા પરિવારનો એક ભાગ છે. આપણ બધા પહેલા ભારતીય છીએ.

સંકળાયેલા મુદ્દાઓ

POK Rajnath Singh pakistan પાકિસ્તાન પીઓકે ભારત રાજનાથ સિંહ Rajnath Singh
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ