Rajkumar rao shared first look of ludo, people mistaken him as aliya bhatt as he dressed up like ladies, see pics
બોલીવૂડ /
આ સ્ટાર એક્ટરે ધારણ કર્યો યુવતીનો વેશ, લોકો સમજી બેઠાં આલિયા ભટ્ટ
Team VTV05:02 PM, 02 Jan 20
| Updated: 05:07 PM, 02 Jan 20
બોલીવૂડમાં રાજકુમાર રાવ પોતાની ખુબ સારી એક્ટિંગ માટે ખુબ પ્રખ્યાત છે. તેમની દરેક ફિલ્મમાં કંઈક નવું જોવા મળે છે. રાજકુમાર રાવે તેમની અપકમિંગ ફિલ્મનો ફર્સ્ટ લૂક સોશિયલ મીડિયામાં શેર કર્યો છે. નવા વર્ષની શરૂઆતમાં જ રાજકુમારે તેમના ફેન્સને આ ગીફ્ટ આપી છે, તેમના આ લૂકને જોઈને ઘણા લોકો અચંભિત રહી ગયા હતા. ઘણા લોકોએ તો ત્યાં સુધી કહ્યું કે પહેલીવાર ફોટો જોયો ત્યારે તે રાજકુમારને આલિયા ભટ્ટ સમજી બેઠા.
રાજકુમાર રાવે શેર કર્યો લૂડોનો ફર્સ્ટ લૂક
એક લૂકમાં યુવતી જ્યારે બીજામાં મિથુનનાં ફેન દેખાઈ રહ્યા છે રાજકુમાર
રાજકુમારનાં લૂકનાં ચાહકોએ કર્યા વખાણ
રાજકુમારે જે લૂક શેર કર્યો છે તેમાં ફર્સ્ટ લૂકમાં તેઓ ઘાઘરા અને ચોલીમાં દેખાઈ રહ્યા છે. તેમના લાંબા વાળ પણ છે. તેમણે આ લૂકમાં હોઠ પર લીપ્સ્ટીક અને ચાંદલો પન લગાવ્યો છે. રાજકુમાર રાવ આ લૂકમાં એકદમ એક મહિલા જેવા લાગી રહ્યા છે. તે એટલી હદે સારા લાગી રહ્યા છે કે ઘણા લોકો તો આ ફોટો જોઇને તેમણે આલિયા ભટ્ટ સમજી બેઠા,. એક ચાહકે તેમાં કોમેન્ટ કરી કે મને લાગ્યું કે આ તો આલિયા ભટ્ટ છે. એક ફેનએ લખ્યું કે મેં વિચાર્યું કે આ તો કૃતિ સેનન છે. સોશિયલ મીડિયામાં હાલ આ ફોટો ખુબ વાઈરલ કારવામાં આવી રહ્યો છે. જેમાં ઘણા ચાહકો રાજકુમારનાં ખુબ વખાણ કરી રહ્યા છે. લોકોનું માનવું છે કે રાજકુમાર દર વખતે કંઇક નવું કરે છે.
અનુરાગ બાસુ દ્વારા કરવામાં આવેલ આ ફિલ્મ અપરાધ પર આધારિત
રાજકુમાર રાવે બીજી તસવીર પણ શેર કરી છે જેમાં તેમના લાંબા વાળ અને સાથે સાથે ચશ્માં પહેરેલા છે. રાજકુમાર એક બાઈક પર બેઠા છે જેમાં આગળની બાજુ મિથુન ચક્રવર્તીનો ફોટો છે. આ ફોટોની નીચે મિથુનનો પ્રખ્યાત ડાયલોગ 'કોઈ શક' લખેલ છે. આ ફોટોને જોઇને કહી શકાય કે રાજકુમાર ફિલ્મમાં મિથુનનાં ચાહકની ભૂમિકામાં નજરે પડી શકે છે. અનુરાગ બાસુ દ્વારા કરવામાં આવેલ આ ફિલ્મ અપરાધ પર આધારિત છે. આ ફિલ્મની અંદર અભિષેક બચ્ચન, પંકજ ત્રિપાઠી, આદિત્ય રોય કપૂર અને ફાતિમા સના શેખ પણ અભિનય કરવાના છે.
રાજકુમાર રાવ ભલે તેમની એક્ટિંગ માટે જાણીતા છે છતાં છેલ્લી ત્રણ ફિલ્મોએ કંઈ ખાસ પ્રદર્શન કરેલ નથી. મેડ ઇન ચાઈના ફિલ્મ લોકોને પસંદ આવી પરંતુ કમાણીમાં પાછળ રહી ગઈ. જજમેન્ટલ હૈ ક્યા અને એક લડકી કો દેખા તો ઐસા લગા પણ ફ્લોપ રહી. જે બાદ હવે રાજકુમારને એક હિટ ફિલ્મની ખુબ જ આવશ્યકતા છે. અનુરાગ બસુની વાત કરીએ તો તેમની ઘણી ફિલ્મોએ બોક્સ ઓફીસ પર ધુમ મચાવી હતી. જોકે રણબીર કપૂર અને કેટરીના કેફ જેવા મોટા સ્ટાર હોવા છતાં જગ્ગા જાસુસ ખુબ જ ફ્લોપ ગઈ હતી.
બનાસકાંઠાના પાલનપુરના ખોડલા ગામના શહીદ જવાનની અંતિમયાત્રા નિકળી હતી. શહીદ વીર જવાન સરદારભાઈ બોકાને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યુ. દાંતીવાડા અને ગાંધીનગર BSF બટાલિયન દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યુ. આજે તેમના પાર્થિવ દેહને અમદાવાદ એરપોર્ટ પર લવાયો હતો. જ્યાંથી પાર્થિવ દેહને ખોડલા ગામે લઈ જવાયો હતો